Browsing category

સમાચાર

રાજપીપળાઃ ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત, ચાર યુવકોના મોતથી અરેરાટી

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ખામર ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટીપૂર્ણ મોત થયા છે. એક જ ગામના ચાર યુવકોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે રાજપીળાના ચાર મિત્રો સ્વીફ્ટ કાર લઈને કામ અર્થે ડેડીયાપાડા ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કારને […]

આવા પટેલો પણ છે અમેરિકામાં, ગરમી વગર કપડા સૂકાઇ જાય તેવું ડ્રાયર શોધ્યું

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ […]

સાડા ત્રણ લાખ રૂપિયાની ભેંસ..! દરરોજ આપે છે 32 લીટર દૂધ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભણીગણીને સારી નોકરી વડે જ કમાણી કરી શકાય છે. પરંતુ પશુપાલનના વ્યવસાય વડે અભણ ખેડૂત નોકરિયાતો કરતા પણ વધુ કમાણી શકે છે. બનાસકાંઠાના ભાભરના ઉજ્જનવાડા ગામે રહેતા દંપતિ તેમના તબેલામાં સારી ઓલાદની બન્નીની ભેંસો અને કાંકરેજની ગાયોનો ઉછેર કરે છે. ભેંસ ત્રણ વખત રાજ્ય સ્તરના ઈનામ જીતી ચુકી છે […]

દમણથી બાઇક પર પરત થતાં સુરતના યુવક – યુવતિનું અકસ્માતમાં મોત

નવસારી: ગણદેવીના એંધલ ગામના પાટીયા પાસે ને.હા.નં. ૪૮ ઉપર અજાણ્યા વાહનચાલકે સુરત- ગોડાદરાના આશાસ્પદ યુવાનની બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાન અને તેની મિત્ર યુવતિનું કરૃણ મોત થયું હતું. સુરતના ગોડાદરા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતો મહેન્દ્ર હરસુખભાઇ રામાણી (ઉ.વ. ૨૦) ડીઝાઇનીંગનો કોર્ષ કરે છે. તા. ૨૭ના રોજ મહેન્દ્ર પોતાની બાઇક (નં. જીજે-૫-એનએચ- ૯૨૦૬) ઉપર […]

જીપીએસસી કલાસ ૧-૨ની મુખ્ય પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૨૫ છાત્રો ઉતીર્ણ

રાજકોટ, તા. ૩૦ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી.ની મેઈન્સ પરીક્ષા લેવાયેલ હતી. તેમાં રાજકોટ ખાતે એન.જી.ઓ. શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા નીચે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી સરકારશ્રીની નોકરીઓ માટે ૨૫ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજ યુપીએસસી મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. જેમાં સંસ્થાના ૨ […]

વાહન અકસ્માતે અનાથ બનાવી આ 8 માસની બાળકીને

રવિવારે રાત્રે ભચાઉ થી સામખિયાળી જતા ધોરીમાર્ગ પર થયેલા કાર અને કન્ટેઇનર ટ્રેઇલર વચ્ચે થયેલા અકસ્કમાતમાં ગાંધીધામ રહેતા અને રાજકોટથી સગાઇનો પ્રસંગપુર્ણ કરી પરત ગાંધીધામ આવી રહ્યા હતા. વોંધ નજીક થયેલા આ કારમા અકસ્માતમાં ભાલારા પરિવારના ચાર સભ્યો દાદા-દાદી પુરષોત્તમભાઇ અને રંજનબેન અને માતા-પિતા હંસીલભાઇ અને બીનાબેનના કમકમાટી ભર્યા મૃત્યુ બાદ આ અકસ્માતમાં ચમત્કારિકરીતે બચી […]

ભચાઉ પાસે કાર-ટ્રક અથડાતાં એક જ પરિવારના 4 મોત એક માત્ર 8 માસની બાળકી જ બચી

ભચાઉથી 8 કી.મી. વોંધ નજીક કન્ટેઇનર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી.એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો તો એક ગંભીર ઘાયલ થયા હતા.મૃતક પરિવાર જામનગરના કલ્યાણપુરનો વતની હોવાથી મોડી રાત્રે મૃતદેહો તેમના વતન લઇ જવાયા હતા. એક જ પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો : એક […]

ગુજરાતના આ ખેડૂત છેલ્લા 10 વર્ષથી ‘કાજુ’ની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

વિશ્વમાં કાજુના પાકોમાં સહુથી વધુ વિસ્તાર ધરાવતો દેશ ભારત છે. જ્યાં મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારોમાં તેનું વાવેતર થાય છે. ભારત દેશમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તેમજ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગોમાં થાય છે. તેનું વાવેતર છત્તિસગઢ, ગુજરાત, ઉત્તર પુર્વિય રાજ્યો અને અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ મર્યાદિત વિસ્તારમાં કરવામાં […]

એક ખેડૂતે કન્સ્ટ્રકશનનો ધંધો છોડી કરી મરચાની ખેતી, કમાય છે લાખો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણના એક ખેડૂતે કન્સ્ટ્રકશનો ધંધો છોડી મરચાની ખેતી કરી છે. જેમાં 8 થી 9 લાખના ખર્ચ સામે 10 માસમાં અંદાજે 18 થી 19 લાખનું ઉત્પાદન મળવાની શક્યતા છે. વડગામના ગીડાસણમાં રહેતા હેમરાજભાઇ ચૌધરી જેઓએ 30 વર્ષ સુધી કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા હતા. જ્યારે પાંચ વર્ષથી તેમને ખેતીમાં ઝંપલાવ્યું છે અને તડબૂચ, […]