Browsing category

સમાચાર

કલેક્ટરને પડકાર ફેંકનારી આદિવાસી છોકરી સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બની, જાણીને નવાઈ લાગશે પણ તેને કલેક્ટર નથી બનવું!

બે દિવસ પહેલા મધ્ય પ્રદેશના ઝાબુઆનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક આદિવાસી છોકરી કલેક્ટરને લલકારી રહી છે. NSUIના એક પ્રદર્શન દરમિયાન એક છોકરીને બોલતા તમે સાંભળી હશે, મને કલેક્ટર બનાવી દો, બધાની માગ પુરી કરી દઈશ. તમે નથી કરી શકતા તો પછી કોના માટે બની છે સરકાર, શું અમે અહીં ભીખ માગવા આવ્યા […]

પંચાયતની ચૂંટણી જીતી ગયા બાદ મટનની પાર્ટી ન આપી તો, ઘરમાં ઘૂસી સરપંચનું ગળું કાપીને હત્યા કરી નાખી, ઘટના બાદ આખુ ગામ થઈ ગયું ચૂપ

બિહારના મુંગેરમાં પંચાયત ચૂંટણી જીત્યા બાદ નક્સલીઓને પાર્ટી નહીં આપવાનું નવા સવા ચૂંટાયેલા સરપંચમાં ભારે પડ્યું છે. નક્સલીઓએ સરપંચ પરમાનંદ ટુડ્ડુનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ ગ્રામલોકોમાં ખૂબ ગુસ્સો છે. જોકે, આખુ ગામ દહેશતના કારણે ચૂપ છે. પરમાનંદ ટુડ્ડુએ હાલમાં જ સરપંચ પદના શપથ પણ નહોતા લીધા. આ ઘટના જિલ્લાના લડૈયા […]

ચીન-પાકિસ્તાનના ખતરાનો સામનો કરવા ભારતની અગ્નિ પી મિસાઇલનો પડઘો, ભારતની તાકાત જોઇ અમેરિકન વૈજ્ઞાનિકો સ્તબ્ધ

સેંકડો પરમાણુ બોમ્બથી સજ્જ ચીન-પાકિસ્તાનના ખતરાનો સામનો કરી રહેલા ભારતના અગ્નિ પ્રાઇમ મિસાઈલ પરીક્ષણનો પડઘો દુનિયાભરમાં સંભળાઈ રહ્યો છે. અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે ભારતની આ નવી પેઢીની મિસાઈલ પાકિસ્તાનને ગણતરીની સેકન્ડમાં જ બર્બાદ કરવાની અજોડ શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત છે કે તે ડબ્બાની અંદર બંધ થઈ જાય […]

કોરોનાના કેસ વધતાં જ શાળાઓને હાઈકોર્ટની ટકોર, આપી ખાસ સૂચનાઓ, ફટકાર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં, જાણો શું કહ્યું

હાઈકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં જ બાળકોને લઈને તંત્ર ચિંતિત બન્યું છે. શાળાઓમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે હાઈકોર્ટે શાળાઓને સૂચના આપી છે. જેમાં કહેવાયું છે કે જરૂર પડ્યે અલગ અલગ પાળીમાં સ્કૂલ ચલાવવી. આ સિવાય જરૂર હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાની પણ સૂચના પણ આપવામાં આવી છે. આ […]

સુરતના ભેજાબાજ બુટલેગરે અપનાવ્યો અનોખો કીમિયો, પોલીસ પણ ચોંકી, મિનરલ વૉટરના જગમાં કરતાં દારૂની હેરાફેરી

કોરોનાની દહેશત વચ્ચે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 31 ડિસેમ્બરની રાત્રે ઉજવણી માટે ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે. બીજી તરફ બુટલેગરો પણ દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરતમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો […]

વડોદરામાં જમાઈ બન્યો જમ: હથોડીના ફટકા મારીને સાસુને મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ, હત્યા બાદ જમાઈનું પોલીસ સમક્ષ સરેન્ડર

વડોદરા શહેરના માંજલપુર કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સાસુની જમાઈએ માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. વયોવૃદ્ધ સસરા સામે સાસુની હત્યા કરીને જમાઈ પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

આણંદના ભાદરણમાં ગરીબ મહિલાઓ માટે શરૂ કરાઈ અનોખી સાડી બેંક: ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને શુભ પ્રસંગે વિના મૂલ્યે સાડી આપવામાં આવશે

આણંદ જિલ્લાના મિની પેરિસ ગણાતા ભાદરણ ગામમાં NRI દાતા દ્વારા ચરોતરમાં સર્વ પ્રથમ સાડી બેંક શરૂ કરવામાં આવી છે. આ સાડી બેંક દ્વારા લગ્ન તેમજ શુભ પ્રસંગે વિના મૂલ્યે સાડી આપવાની આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભાદરણ ગામે બોરસદ મહિલા મામલતદારના હસ્તે સાડી બેંક ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સાડી બેંકના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં […]

ઈન્સ્ટાગ્રામ પરથી પ્રેમમાં પડેલી છોકરીને પસ્તાવાનો વારો આવ્યો: પાલનપુરના યુવક સાથે પ્રેમ થયો, ગર્ભ રહ્યા બાદ પ્રેમીની પોલ ખુલી ગઈ

વડનગરની છોકરીને ઈન્સ્ટાગ્રામ પર બનાસકાંઠાના યુવક સાથે પ્રેમમાં પડ્યા બાદ પસ્તાવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડનગરની એક છોકરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુરના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આ દરમિયાન શારીરિક સંબંધ બંધાતા છોકરીને ગર્ભ રહી ગયો હતો. આથી તેણીએ લગ્ન કરવા માટે દબાણ કરતાં આ શખ્સે પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવાનું […]

જાતિનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કહી ગઈ મોટી વાત, મંત્રીએ તાત્કાલિક કામ કરી આપવા તાકિદ કરી ઘરે જવાનું ભાડું પણ આપ્યું

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે વડોદરાની દક્ષિણ ઝોનની મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે જાતે અધિકારીઓ તેમજ અરજદારો સાથે વાતચીત કરીને લોકોને કોઈ તકલીફ પડે છે કે કેમ તે અંગે જાતે જાણકારી મેળવી હતી. મહેસૂલ મંત્રીની ઓચિંતી મુલાકાત વેળાએ તેમણે પોતાની દીકરી માટે જાતિનો દાખલો કઢાવવા આવેલી એક મહિલા સાથે વાત કરી હતી. […]

રાજકોટમાં ડિમોલિશના હૃદયદ્રાવક દૃશ્યો: કાંખમાં માસૂમ, આંખમાં આંસુ, મહિલાએ કહ્યું- સરકાર અમારો વર્ષો જૂનો આશરો છીનવી રહી છે

રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા કાલે કોઠારીયા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં આ સમય દરમિયાન હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા, જેમાં એક મહિલાના કાંખમાં માસૂમ બાળક રડી રહ્યું હતું અને માતા પોતાના ઘરને નજર સામે પડતું જોઈ રહી હતી. જ્યાં તેણે જણાવ્યું હતું કે, સરકાર […]