Browsing category

સમાચાર

ગુજરાતના ખેડૂતે કોઠાસૂઝથી શોધ્યો ભૂંડ અને રોઝડાં ભગાડવાનો જુગાડ

જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતનું નામ છે, હરિભાઈ ઠુમ્મર. તેમણે પોતાની આગવી કોઠાસૂઝથી દેશી દીવાદાંડી બનાવી ભૂંડ અને રોઝડાંને ભગાડવા જુગાડ શોધ્યો છે. આ માટે તેમણે કંઈ ખર્ચ કર્યો નથી. માત્ર તેલના ડબ્બાને બન્ને બાજુએ કાપી અંદર ટોર્ચ મૂકી છે. આ ડબ્બામાં બેરિંગ અને સળિયો લગાવ્યા છે, જેથી […]

કેનેડાના AG એવોર્ડમાં પાર્થ પટેલને ‘અચિવમેન્ટ ઓફ ધ યર’ એવોર્ડ

કેનેડામાં ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એન્યુઅલ ગાલા એન્ડ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગુજરાતી અને હાલ કેનેડામાં વસતા પાર્થ પટેલને ટેક્નોલોજી અચિવમેન્ટ ઓફ ધ યર 2018 એવોર્ડ મળ્યો હતો. છેલ્લાં 18 વર્ષમાં કોઇ પટેલ યુવકને આ એવોર્ડ મળ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. એન્યુઅલ ગાલા એવોર્ડમાં એડવાઇઝરી બોર્ડ દ્વારા અલગ […]

ઓસ્ટ્રેલિયાના નાનકડાં ગામની કાયાપલટ, પટેલ કપલની કમાલની કામગીરી

કોઇ યુવાન કે યુવા કપલ ગુજરાતના કોઇ ગામમાં પલાઠી મારીને ગામનો વિકાસ કરતા હોય તે નવી વાત નથી. આજે અંદાજિત 100થી વધુ કપલ ગુજરાતમાં જોવા મળે છે જેઓ શહેરની ઝાકમઝોળને છોડીને ગામડાંમાં રહેતા હોય અને ગામનો વિકાસ કરતા હોય. પરંતુ નવાઇની વાત અહીં એ છે કે, ગુજરાતના એક કપલે ઓસ્ટ્રેલિયાના ગામની કાયાપલટ કરી છે. અહીં […]

આ ફાધર્સ ડે બાદ કદાચ હું મારાં દીકરા સાથે નહીં હોઉં: કેન્સર પીડિત પટેલ યુવાનની વેદના

મૂળ ગુજરાતી અને હાલ નોર્થ લંડનમાં વસતા જૈમિન પટેલ આ વર્ષે તેના 14 મહિનાના દીકરા સાથે ફાધર્સ ડેને જોરશોરથી સેલિબ્રેટ કરવા ઇચ્છે છે. કારણ કે, જૈમિનને ડર છે કે, આ ફાધર્સ ડે કદાચ તેના જીવનનો આખરી ફાધર્સ ડે હશે. હકીકતમાં, જૈમિન પટેલને માત્ર 30 વર્ષની ઉંમરે આતંરડાનું કેન્સર થયું હોવાની જાણ થઇ, ઇલાજના ત્રણ વર્ષ […]

યુએસની લાડી ને ગુજરાતી વર; ખેડૂતને પરણવા અમેરિકાથી દોડી આવી યુવતી

નવસારી જિલ્લામાં ચીખલી નજીક આવેલા સહેદપુર ગામમાં વસતા 25 વર્ષીય આકાશ પટેલની વાત સાંભળીને તમે પણ નસીબમાં ચોક્કસથી માનતા થઇ જશો. માત્ર 12માં ધોરણ સુધી ભણેલા આકાશે તેના લગ્ન કોઇ અમેરિકાની યુવતી સાથે થશે તેવો સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય. જેસિકા બુસ્તોસ અને આકાશ પટેલની પહેલી મુલાકાત અને મિત્રતા ફેસબુક પર થઇ હતી. ઓગસ્ટ […]

USમાં પાટીદાર યુવતીએ ખોલી ગુજરાતી રેસ્ટોરાં, જાણી લો એડ્રેસ અને મેનુ

વેસ્ટર્ન અમેરિકાના સ્ટેટ કેલિફોર્નિયામાં અલગ અલગ દેશોના શૅફ વચ્ચે ગુજરાતની પાટીદાર યુવતી પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. મૂળ ગુજરાતી હિના પટેલે અલ્ટા-સીએ (કેલિફોર્નિયા)ની ફૂડ ચેઇન રેસ્ટોરાંમાં ગુજરાતી ફૂડ પીરસવાનું શરૂ કરતાં જ અહીંના લોકલ સ્થાનિકોનું ધ્યાન ખેંચાયું હતું. હિના પટેલે અમેરિકાના ફેમસ શૅફ ડેનિયલ પિટરસનનું પણ ધ્યાન ખેંચ્યું છે. હિના પિટરસનની અલ્ટા […]

ભાવનગર: સિમેન્ટ ભરેલી ટ્રક પલ્ટી- 12 મહિલા, 3 બાળકો સહિત 19ના મોત

ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે અને રંઘોળા બાદ જાણે ફરી કાળમુખા વધુ એક ટ્રકે મોતનું તાંડવ સર્જ્યું છે. જેમાં 19 જેટલા શ્રમજીવી લોકોને કાળ ભરખી ગયો હોવાની વિગતો મળી રહી છે. રાત્રે અઢી વાગે ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગ બાવળીયારી નજીક સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી મારી જતા ટ્રક નીચે દબતા […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આજે જન્મ દિવસ : ધારાસભાનું પ્રથમ પારણું ગુજરાતના આ રજવડામાં બંધાયેલું

અત્યારે દેશભરમાં કર્ણાટકની ત્રિશંકુ ધારાસભા અને કોનું શાસન તેમજ કેવી રીતે તડજોડ થશે તેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આપણે આજથી 77 વર્ષ પહેલા ભાવનગર રાજ્યમાં કેવી શાસન પદ્ધતિ હતી તેનો ચિતાર મેળવીયે તો લાગે કે ભાવનગર સ્ટેટમાં કેવી પ્રજાવત્સલ રાજાશાહી હતી. સૌરાષ્ટ્રમાં ધારાસભાનું પારણું ભાવનગર સ્ટેટમાં હા, આ વખત છે ઇ.સ.1941 જ્યારે ભાવનગરમાં રાજ્ય […]

લંડનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છીઓની બોલબાલા

સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ એવો કિઈ દેશ હશે કે જયાં કચ્છી કે ગુજરાતી ન હોય એટલા માટે જ કદાચ આ શબ્દો સૌના મોઢે ગવાય છે કે “અમે લહેરીલાલ – ગુજરાતીઓની બોલ…” વિશ્વમાં બ્રિટીશ સામ્રાજયનું અલગ અસ્તિત્વ છે ત્યારે આ અસ્તિત્વમાં ભારતીયોનું ખુબ જ યોગ્દાન રહેલ છે. તેમાં કચ્છી અને ગુજરાતીઓનું મુખ્ય ફાળો છે. હાલમાં જયારે […]

પટેલ યુવકે રાજકોટમાં સૌપ્રથમ વાર શરુ કરી ડી.જે. ગીટાર, કી બોર્ડ વોકલ, ડ્રમ શીખવાડતી પાયલટ એકેડેમી

રાજકોટ માં સૌપ્રથમ વાર પ્રોફેશન ડી, જે. ગીટાર, કી બોર્ડ વોકલ, ડ્રમ શીખવાડતા આઉટ ઓફ સ્ટેટ માં અભ્યાસ કરેલ એવા રાજકોટ ના સોહમ ટીલાળા ની પાયલટ એકેડેમી નો બહોળા પ્રતિસાદ સાથે સુભારંભ . રાજકોટ – રાજકોટ એટલે રંગીલું શહેર અને રાજકોટ ના લોકો એટલે દરેક ક્ષેત્ર માં નિપૂર્ણ હોઈ પછી એ અભ્યાસ હોઈ, ક્રિકેટ હોઈ […]