Browsing category

સમાચાર

આ ગામની સરકારી શાળા બની ગુજરાતની સૌથી સ્વચ્છ સ્કૂલ, દિલ્હી ખાતે મળ્યો નેશનલ એવોર્ડ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનાં ઇટોલી ગામની સરકારી પ્રાથમિક શાળાને કેન્દ્ર સરકારનાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની એક માત્ર શાળાને સ્વચ્છતાનો નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્રનાં માનવ સંશાધન અને વિકાસ મંત્રીનાં હસ્તે દીલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર ગામ તથા શાળામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇટોલીની સરકારી પ્રાથમિક શાળાને મળ્યો […]

પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રમેશભાઈ રામાણીએ લીધી પ્રતિજ્ઞા

રાજકોટ ભાજપના આગેવાને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના આગેવાન રમેશ રામાણીએ ભાજપ સામે જ બાયો ચડાવી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ.40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી કારનો ઉપયોગ ન કરી સાઇકલનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી છે. સાઇકલ ચલાવીને ભાજપના નેતાઓની આંખ ઉઘાડવા આ નિર્ણય કર્યો રમેશ રામાણી પોતે દરરોજ 3 કિલોમીટર સાઇકલ ચલાવે છે […]

ડો. ડીસી પટેલને 1.365 કિલોની પથરી કાઢવા બદલ મળ્યું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

વલસાડ જિલ્લાના ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને એશિયાનું સૌથી મોટી પથરીનું ઓપરેશન કરીને દર્દીને જિંદગી બક્ષવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વલસાડના ધરમપુરમાં આવેલી સર્પદંશની સારવાર માટે જાણીતી બનેલી સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને વધુ એક સિદ્ધિ મળી છે. તેમને ત્યાં પેશાબની બળતરાની ફરિયાદ લઈને આવેલ દર્દીના બેલ્ડરમાંથી 1.365 […]

સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનશે દેશનું સૌથી મોટું પર્યટન સ્થળ

દેશના પર્યટનનું મહત્ત્વનું કેન્દ્ર ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે. વડોદરાથી 90 કિમીના અંતરે કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કેન્દ્ર-રાજ્ય સરકાર દેશના અગ્રણી પર્યટન સ્થળ તરીકે વિકસાવી રહી છે. દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આ 182 મીટર ઊંચી પ્રતિમા 20 ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. અને 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

સોરઠના સંતની દિલેરી: દાનમાં આપેલી 27 વીઘા જમીન પરિવાર ગરીબીમાં આવતા પરત કરી

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દાનમાં મળેલી 27 વીઘા જમીન દાનવીર પરિવાર ગરીબ થઇ જતા તેને પરત આપી હતી. રાજકોટમાં રહેતા રસિકલાલ એન્ડ કંપનીના પરિવારે રૂદ્રગીર આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુને […]

આ પટેલ યુવાન KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, એક સમયે નહોતા ટ્યૂશનના પૈસા

અમિતાભ બચ્ચનના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં બુધવારે ગુજરાતી સંદિપ સાવલિયા હૉટ સીટ પર જોવા મળ્યો હતો. તેણે 25 લાખ રૂપિયા જીતી ગેમ શો છોડ્યો હતો. સંદિપ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગતો હતો પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે તે હિરા ઘસવાનાના વ્યવસાય સાથે જોડાયેલો રહે. જોકે તેણે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા હારી માની નહીં. તેણે […]

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મોટા પુત્ર જગદીશ પટેલનું નિધન

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલનું રવિવારે દુ:ખદ અવસાન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યું હતું અને સેવાકીય પ્રવત્તિઓ કરતા હતા. ગઇકાલે રક્ષાબંધન પર્વ હોવાના કારણે અમદાવાદ ખાતે તેઓના બહેનને […]

કેન્સર સામે જંગ હારી ગયેલી MBBSની વિદ્યાર્થિનીના પરિવારે શહીદોના બાળકો માટે કર્યુ દાન

સુરતઃ વરાછામાં છેલ્લાં ઘણાં સમયથી શહિદો અને તેમના પરિવારજનોની સેવા ક્ષેત્રે અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. જેને લઈને આજે સામાન્ય માણસ પણ કોઈને કોઈ સેવાકીય કાર્ય કરવા પ્રેરણા મેળવી રહ્યો હોવાનું જોવા મળે છે. લોકો ઉત્તરક્રિયા જેવા કાર્યમાં પણ રક્તદાન, અંગદાન-દેહદાન જેવા સેવાકીય કાર્યો કરી અનોખી પહેલ કરી રહ્યાં છે. વરાછાનાં ત્રિકમનગર વિસ્તારમાં આવેલી […]

રોહીત પટેલ એટલે સાયન્સ સીટીનું ગુગલ મેપ, કારણ જાણી રહેશો દંગ

હેલ્લો રોહીતભાઈ. સાયન્સસીટી રોડ પર શુકન-1 કઈ તરફ આવ્યું. હેલ્લો રોહીતભાઈ સાયન્સસીટીમાં પંચામૃત પેલેસ કઈ તરફ આવ્યું. આવા એક બે કે ત્રણ કે 100-200 નહી પરંતુ પુરા 8 હજારથી વધારે ફોનકોલ્સ રિસિવ કરીને લોકોને સાચા સરનામે અમદાવાદના રોહીત પટેલ નામના વ્યક્તિ છેલ્લા 8 વર્ષથી પહોંચાડી રહી છે. જી હા માન્યામાં ના આવે તેવી આ સેવા […]

બ્રેનડેડ વિદ્યાર્થીના અંગદાન થકી પાંચ વ્યક્તિને નવજીવન અપાયું, સુરતમાંથી 18માં હૃદયનું દાન

સુરત : સરદાર બ્રિજ પર બાઈકની ટક્કર બાદ બ્રેનડેડ થયેલા ભેંસાણના આઈટીઆઈના વિદ્યાર્થીના હૃદય સહિતના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી. ગ્રીન કોરીડોરની મદદથી વિદ્યાર્થીનું હૃદય 277 કિ.મી.નું અંતર 109 મીનીટમાં કાપીને મુંબઈના આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાં 18માં વ્યક્તિનું હ્રદયનું દામ કરવામાં આવ્યું છે. સરદાર બ્રિજ પર અકસ્માતમાં […]