Browsing category

સમાચાર

ગમખ્વાર અક્સમાત / સુરતથી ડાંગ સબરીધામ ફરવા ગયેલા 50થી વધુ વિદ્યાર્થીઓની બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી, રેસ્ક્યુ ઓપરેશન ચાલું

ડાંગમાં આવેલા મહાલ-બરડીપાડા રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની બસ પ્રવાસમાં મહાલ સાઈટ પર જવા નીકળી હતી. જેમાં વાયા સુરત કરીને બસ મહાલ તરફ જઈ રહી હતી. ત્યારે અગમ્યકારણોસર બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી.જેમાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવરે સ્ટીયરીંગ પર […]

સુરતમાં પિતાવિહોણી દીકરીઓના હાથે લાગી મહેંદી, લગ્નોત્સવનો પ્રારંભ

પિતાવિહોણી દીકરીઓના લગ્નોત્સવની શરૂઆત થઈ છે. ત્રણ દિવસના લગ્નોત્સવમાં પ્રથમ દિવસે શુક્રવારે સવારે 261 પિતા વિહોણી દીકરીઓના હાથે મહેંદી લગાવાઈ હતી. જેમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પત્નીઓ પણ હાજર રહી હતી. દીકરીઓના હાથે મહેંદી લાગતાં જ તમામની આંખમાં હર્ષના આંસુઓ આવી ગયાં હતાં. – મુખ્યમંત્રી વિજયભાઈ રવિવારે લગ્નોત્સવમાં કન્યાદાન કરશે -તિરંગાની થીમ પર સમારોહ યોજાશે […]

યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જેતપુર બેઠક પર ભાજપમાંથી 25 હજારથી વધુ મતની લીડથી જીત હાંસલ કરનાર જયેશ રાદડિયાનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1981માં થયો હતો. તેઓ રૂપાણી રથના સૌથી નાની વયના કેબિનેટ મંત્રી છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 2009માં ધોરાજીના ધારાસભ્યના રૂપમાં થઈ હતી. ત્યારબાદ તેઓ વર્ષ 2013થી જેતપુરના ધારાસભ્ય છે. […]

જસદણના સૌથી વૃદ્ધ મતદાર 112 વર્ષના રાણીમા દુધાત કહે છે, ‘મત તો આપવો જ પડે!’

જસદણ પેટા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. સૌ પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં એટલો જ ઉત્સાહ છે અને સતત દાયકાઓથી મતદાન કરનાર શતાયુ વટાવી ચૂકેલા મતદાતાઓ પણ હજુ મતદાન કરીને થાક્યા કે કંટાળ્યા નથી. જસદણ મતવિસ્તારના આશરે 60 જેટલાં મતદારો એવાં છે જે શતાયુ વટાવી ચૂક્યા છે. એ પૈકી જંગવડ ગામના 112 […]

ગોંડલના ચાર વિદ્યાર્થીઓએ મલેશીયામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી સ્પર્ધામાં નંબર મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

9 ડિસેમ્બરે મલેશીયામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુસી માસ મેન્ટ એરિથમેટીક સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગોંડલના બોડા ઓમ તુષારભાઈ, ખીમાણી મિથિલ રાજેશભાઇ, મકવાણા સૌમ્ય નિરવભાઈ અને સોરઠીયા જાનવી રાજેશભાઇ નામના ચાર વિદ્યાર્થીઓએ 8 મિનિટમાં 200 દાખલા ગણવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલેટર વગર દાખલા ગણીને બોડા ઓમ અને ખીમાણી મિથિલએ B […]

“હર હર સમાજ, ઘર ઘર સમાજ” …. સાઈકલયાત્રાથી માહોલ‌ જામ્યો..

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ , કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ અને કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ ત્રણેય‌ પાંખોએ શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવનું અદકેરુ અને ઈનોવેટિવ આમંત્રણ સાઈકલ યાત્રા દ્વારા આપ્યું ત્યારે ઠેર ઠેર ‘ હર હર સમાજ, ઘર ઘર સમાજ’ નો નારો ગૂંજી ઉઠ્યો હતો. […]

ટંકારા: ટ્રેક્ટરનું ટાયર બદલતા પટેલ પિતા-પુત્રને આઇશરે ઠોકર મારતા મોત, પરિવારમાં આક્રંદ

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ધ્રુવનગર ગામે આજે આઇશરે ટ્રેક્ટરને ઠોકર મારતા પટેલ પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. ટ્રેક્ટર ભાંગીને ભુક્કો થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પંક્ચર પડતા ટ્રેક્ટરનું ટાયર બદલતા હતા અને આઇશરે ઠોકર મારી મળતી માહિતી […]

અનંતયાત્રાએ નીકળેલી 9 વર્ષિય યાત્રીએ બે વ્યક્તિના જીવનમાં રોશની કરી

કતારગામમાં 9 વર્ષની દીકરીનાં નિધન બાદ નેત્રદાનનો પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો છે. અનંત યાત્રાએ નીકળેલી કતારગામની ‘યાત્રી’ બે લોકોને આંખોનું દામ કરી માનવસેવા સાથે પોતાની સુવાસભરી યાદ છોડી ગઈ છે. કુટુંબીજનોએ નેત્રદાન કરવા નિર્ણય લીધો સૌરાષ્ટ્રમાં મૂળ બોટાદ જીલ્લાનાં ગઢડા તાલુકાનાં લીંબાળા ગામનાં વતની અને કતારગામનાં વેડ રોડ પર આવેલી પરશોત્તમનગર ખાતે સ્થાયી થયેલા નરેશભાઈ […]

હિંમતનગર- વિજાપુર રોડ પર ટ્રિપલ અકસ્માતમાં શિક્ષકદંપતી કારમાં જ દબાઇ જતાં મોત

હિંમતનગર વિજાપુર ફોરલેન હાઇવે પર રવિવારે સાંજે નવાનગર પાસે વિજાપુર તરફ જઈ રહેલ સ્વીફ્ટ કાર ટ્રેલર પાછળ ઘુસી જતા પાછળ આવતું બીજું ટ્રેલર કાર પર ફરી વળ્યું હતું. ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર શિક્ષક દંપતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની હિંમતનગર રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને લોકોની મદદથી બહાર કાઢી પીએમ […]

સરદારધામ ટ્રસ્ટના પ્રમુખે કહ્યું કે સમાજમાં થતી કથા, પ્રથા અને વ્યથા હવે બંધ કરીએ

સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની એક મીટીંગ મળી હતી તેમાં સુરત અને ગુજરાતના મોભી બિઝનેસમેન હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ હતો જીપીબીએસ 2020. જાન્યુઆરી 2018માં જીપીબીએસ સમીટની ભવ્ય સફળતા બાદ હવે પાટીદાર સમાજ જીપીબીએસ 2020ની તૈયારીઓ કરી રહ્યુ છે. તેના ભાગરૂપે સુરતમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટાભાગના વેપારીઓ હાજર રહ્યા […]