Browsing category

સમાચાર

ગૌશાળાનાં સંચાલિકાના મોતથી ગાયો અને વાછરડાઓએ ઘાસચારા-પાણીનો ત્યાગ કર્યો

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં ઉગામેડી ગામે છેલ્લા તેર વરસથી અબોલ પશુઓની પોતાનાં સંતાનોની જેમ દેખભાળ કરતા ગૌશાળાની 37 વર્ષીય સંચાલિકાનું આકસ્મિક નિધન થતા એક બાજુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે તો બીજી બાજુ આ ઘટનાથી અબોલ જીવ ગાયો અને વાછરડાઓએ પણ દિવસભર ઘાસચારો અને પાણીનો ત્યાગ કરી શોક પ્રગટ કર્યો હતો. આ બાબતે મૃતક કૈલાસબેનનાં […]

યુ.કે.લેવા પટેલ કોમ્યુનિટીના પૂર્વ પ્રમુખ હરિલાલ હાલાઈનું લંડન ખાતે અવસાન

મૂળ માધાપરના લંડન નિવાસી હરિલાલ હાલાઈ કે જેઓ‌ કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના પ્રમુખ પદે એંશીના દાયકામાં સેવાઓ આપી‌ હતી. તેઓ બ્રિટન હિન્દુ ફોરમના કાર્યકારી અધ્યક્ષ પણ‌ બન્યા હતા. હાલ સેવા ઈન્ટરનેશનલ યુ.કે. ના માધ્યમે હિન્દુ સનાતન પ્રવૃતિઓમાં પ્રવૃત હતા. કચ્છ માં પણ આર.એસ.એસ.ના આયોજનોમાં હાજરી આપતા હતા. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રસંગોમાં તેઓ […]

ઘાયલ મિત્રની દશા જોઇ છેલ્લા બે વર્ષથી અન્ય મિત્રો કરી રહ્યાં છે સેફ્ટીગાર્ડ વિતરણનું કામ

મહેસાણા: આજથી બે વર્ષ અગાઉ ઉત્તરાયણના દિવસોમાં બાઇક લઇને જતાં મહેસાણાના યુવકને દોરી વાગતાં ગળામાં ગંભીર ઇજા થઇ હતી તેમજ રોડ પર પડી જવાથી હાથે ફ્રેક્ચર થયું હતું. દોરી વાગવાથી મિત્રની થયેલી આવી હાલત જોઇ અન્ય મિત્રો છેલ્લા બે વર્ષથી બાઇકચાલકોને મફત સેફ્ટીગાર્ડ લગાડી આપે છે, કારણ કે તેમના મિત્ર જેવી હાલત બીજા કોઇની જ […]

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને ૨ વર્ષ પુર્ણ: ૨૦મીએ ૬૦ કિમીની પદયાત્રા યોજાશે

સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નિમિતે લાખોની સંખ્યામાં ભાવિકો માં ખોડલના દર્શનાર્થે ઉમટી પડે છે ફરી લેઉવા પટેલ સમાજના આંગણે ૨૧-૧નો અનેરો અવસર આવી રહ્યો છે […]

વિઠ્ઠલ રાદડિયના દીર્ઘાયુષ્ય માટે જામકંડોરણાથી ખોડલધામ સુધી 36 કિલોમીટરની પદયાત્રા યોજાઈ

જામકંડોરણા તાલુકાની ખોડલધામ સમિતિ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે પદયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામકંડોરણાથી કાગવડ (ખોડલધામ) સુધી 36 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં જયેશ રાદડિયા અને ગોવિંદભાઈ રાણપરિયા સહિતના લોકોએ ભાગ લીધો હતો. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પદયાત્રામાં જોડાયા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે યોજાયેલી પદયાત્રામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પગપાળા ખોડલધામ […]

સાવચેતી : ગેસગીઝર બાથરૂમની અંદર નહીં બહાર જ લગાવો, માત્ર નળ જ બાથરૂમમાં આપો

મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા સહજ ફ્લેટમાં રહેતી એક યુવતી સવારે બાથરૂમમાં ન્હાવા બેઠી હતી, ત્યારે ગેસ ગીઝરમાં લીકેજના કારણે એકાએક બેભાન થઇ જતાં દરવાજો તોડીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શહેરના રાધનપુર રોડ પરના સહજ ફ્લેટમાં બી/406 નંબરના મકાનમાં રહેતા ગીરીશભાઇ પંચાલની 18 વર્ષની […]

જામનગરના બ્રેઈન ડેડ યુવાનનું ધબકતું હૃદય હવાઈ માર્ગે લાવી અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ

મૂળ જામનગરના નીરજ નામના 27 વર્ષના યુવાનનું સુરત અકસ્માતમાં બ્રેઇન ડેડ થયું હતું. ગ્રીન કોરિડોર થકી જામનગર એરપોર્ટથી પ્લેનમાં અમદાવાદમાં હૃદયને પહોંચાડીને સિમ્સ હોસ્પિટલમાં એક વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર જોતરાયું હૃદય, કિડની, લિવર અને આંખના દાનનો પરિવારે પ્રેરણાદાયી નિર્ણય કરતા જામનગરમાં ગુરુવારે રાત્રે પ્રથમ ગ્રીન કોરિડોર થયો હતો. હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ […]

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાનું 74 વર્ષની વયે નિધન

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં દુઃખદ નિધન થયું છે. તેમને મધુપ્રમેહની ફરિયાદ હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા.તેઓ આશરે 74 વર્ષના હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે આજે સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી કનિદૈ લાકિઅ નીકળ્યો હતો. દિવસભર સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર […]

ઇન્ડિયન નેવીમાં 3400 પોસ્ટ પર નીકળી વેકેન્સી… ધોરણ 12 પાસ કરી શકે છે એપ્લાય; સેલરી 21700થી 69100 રૂપિયા સુધી

ઇન્ડિયન નેવીએ નાવિકોની 3400 પોસ્ટ પર રિક્રૂટમેન્ટ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્ડિડેટ્સે ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે. આ વેકેન્સી સીનિયર સેકેન્ડરી રિક્રૂટ (SSR),મેટ્રિક રિક્રૂટ (MR) અને આર્ટિફિસર અપ્રેન્ટિઅસ (AA)ની પોસ્ટ પર છે. એપ્લાય કરવાની પ્રોસેસ 14 ડિસેમ્બરથી શરૂ થઇ ચુકી છે, જેની લાસ્ટ ડેટ 30 ડિસેમ્બર છે. કઇ પોસ્ટ પર કેટલી વેકેન્સી – સીનિયર સેકેન્ડરી […]

અકસ્માત/ પીધેલા ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સુરતના ટ્યુશન ક્લાસની બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 10 વિદ્યાર્થીનાં મોત

ડાંગ જિલ્લાના સુપ્રસિધ્ધ શબરીધામ, મહાલના પ્રવાસે નીકળેલા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ખાનગી ટયુશન ક્લાસના બાળકોની લકઝરી બસ સુરત પરત ફરતી વેળા મહાલ પાસે ૨૦૦ ફુટ ઉંચી ખીણમાં ખાબકતા 10 બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૭૦થી વધુને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલ ઉપરાંત સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 36ની કેપિસિટી ધરાવતી […]