Browsing category

સમાચાર

વાપીના ત્રણ ઉદ્યોગપતિએ પુલવામાની ઘટના પછી પાકિસ્તાનથી આવતા એક કરોડના બિઝનેસ ઓડરને ઠોકર મારી દીધી

પુલવામા આતંકી હુમલાને લઇને દેશભરમાં લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચ્યો છે. ગુજરાતના અનેક એકમોએ પાકિસ્તાનમાં એક્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વાપીના 3 કેમિકલ ઉદ્યોગોએ પણ પાકિસ્તાનમાં ડાઇઝનો માલ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણેય કેમિકલ ઉદ્યોગો પાકિસ્તાનની સાથે અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ કરે છે, પરંતુ તેમણે પાક. સાથે વેપારીક સંબંધો ન રાખવા […]

મુશર્રફે પાકિસ્તાનને ચેતવ્યુઃ ‘આપણે એક અણુ બોમ્બ ફેંકીશું તો ભારત 20 બોમ્બ ફેંકીને સાફ કરી દેશે

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફએ જણાવ્યું કે, જો પાકિસ્તાને જો ભારત પર એક પણ ન્યૂક્લિયર હુમલો કર્યો તો ભારત 20 ન્યૂક્લિયર હુમલા કરી પાકિસ્તાનને નષ્ટ કરી શકે છે. પાકિસ્તાનના અખબારમાં છપાયેલા એક લેખ મુજબ, શુક્રવારે એટલે કે, 22-2-2019ના રોજ યૂએઇમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પરવેઝ મુશર્રફએ જણાવ્યું કે, ભારત પાકિસ્તાનના સંબંધો ખતરનાક મોડ પર પહોચ્યા […]

સુરતના મોટા વરાછામાં ઉર્વશી રાદડીયાના ડાયરામાં અમેરિકાની યુવતીઓએ મન મુકીને રૂપિયા ઉડાવ્યા

– સુરતઃ વિદેશી મહિલાઓને પણ ડાયરામાં રૂપિયા ઉડાવવાનું ઘેલું લાગ્યું – મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે ડાયરાનું આયોજન થયું હતું. સુરત અને સૌરાષ્ટ્રમાં યોજાતા ડાયરામાં રૂપિયા ઉડાવવાની એક પરંપરા થઇ ગઇ છે જેમાં લોકો લાખો રૂપિયા કલાકારો પર ઉડાવતા હોય છે. પણ સુરતમાં શનિવારે મોટાવરાછામાં યોજાયેલા એક ડાયરામાં બે યુવતી વિદેશી યુવતીઓએ પણ હજારો રૂપિયા ઉડાવ્યા […]

સુરતના 108 વર્ષના નાથી બા લિફ્ટ વગર બે માળથી ચડ ઉતર કરે છે

સુરતઃ વરાછામાં રહેતા નાથીબેન ચાંદપરા 108 વર્ષે પણ અડિખમ છે. પરિવારને તેમનો 108મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. ત્યારે દાદીએ પોતાના સ્વાસ્થ્ય અંગ કહ્યું હતું કે, ‘આટલા વર્ષોમાં મેં ક્યારે પણ કોઇનાં પર ગુસ્સો કર્યો નથી, કારણકે મારૂ માનવુ એ છે કે ગુસ્સો કરવાની સામે વાળી વ્યક્તિને લાંબા ગાળે એની અસર થતી નથી અને એમનાં પર […]

જમ્મુ કશ્મીરઃ કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, એક DSP શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરાયા હતા, ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે. અમન ઠાકુર સિવાય તેમના બોડીગાર્ડ પણ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. જ્યારે એક મેજર અને એક જવાન પણ ઇજાગ્રસ્ત થઇ ગયા […]

પત્થરબાજો અને આતંકીઓની હવે ખેર નથી, સીધાદોર કરવા 14 વર્ષ બાદ શ્રીનગરમાં BSF તૈનાત

પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે શ્રીનગરમાં 14 વર્ષ બાદ બીએસએફને તૈનાત કરવામાં આવી. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતને જાળવી રાખવાનો છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં 24થી વધારે ભાગલાવાદી નેતાઓની અટકાયત કરવામા આવી છે. જ્યારે જમ્મુ શ્રીનગર હાઈવે બંધ હોવાના કારણે લોકોને જરૂરી ચીઝ વસ્તુ […]

છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા 

સુરત: શહેરમાં વસતાં રાજસ્થાન સુથાર સમાજના છ વર્ષના બાળકે પાપાને કહ્યું કે, મારે પણ મારો ડબ્બો શહીદોના દાન માટે આપવો છે. ગોવિંદ નામના આ છ વર્ષના બાળકે ડબ્બામાં ભેગા કરેલા 8100 રૂપિયા દાનમાં આપી દીધા છે. તેની સાથે રાજસ્થાન સુથાર સમાજે બીજા 9 લાખ રૂપિયા એકત્ર કરી રાજસ્થાનના શહીદ પરિવારોને આપવા ગયા છે. પુલવામામાં અને […]

મતદાર યાદીમાં તમારુ નામ છે ? જો ના હોય તો આ જે નોંધાવી લ્યો

તારીખ ૧લી જાન્યુઆરી-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૩૧/૧/૨૦૧૯ના કરવામાં આવી છે. આ આખરી પ્રસિધ્ધ થયેલી મતદારયાદી પરથી મતદારની અધતન વિગતો ચકાસી શકાય છે. જો લાયકાત ધરાવનાર કોઇ નાગરિકનું મતદારયાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો હજુ  પણ સતત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમૂના ફોર્મ નં.૬ ભરીને રજુ કરી શકાશે. આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ને […]

શહીદોના શોકમાં મુસલમાન ભાઈઓએ કરાવ્યું મુંડન, ધર્મથી ઉપર ઉઠીને આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ

એવું કહેવાય છે કે દેશભક્તિ સૌથી મોટો ધર્મ છે, બિહારના અરિરયા જિલ્લામાં મુસ્લિમ નેતાઓએ ધર્મથી ઉપર દેશને માન્યો અને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે માથે મૂંડન કરાવીને શ્રધ્ધાંજલિ આપી. આ જિલ્લાના સુલ્તાન પોખર મંદિરમાં શુક્રવારે 2 યૂથ કોંગ્રેસના નેતાઓએ પુલવામા હુમલાના 9મા દિવસે માથે મૂંડન કરાવીને શહીદોને જળ અર્પિત કર્યું. આ ભાઈઓની શહાદત છે […]

ખેતી માટે રૂપિયા જોઇએ તો કૃષિ લોન આ રીતે કરો એપ્લાય, આ છે પૂરી પ્રોસેસ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગેરંટીકૃત કૃષિ લોનની મર્યાદા 1.60 લાખ રૂપિયા વધારી છે. કોઇ ગેરેન્ટી વગર ખેડૂતોને એક લાખ રૂપિયાની લોન મળે છે. તાજેતરમાં મોદી સરકારે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી છે. જેના હેઠળ સરકાર ખેડૂતોને 6,000 રૂપિયા સીધા તેના ખાતામાં આપશે. આરબીઆઈની જાહેરાત પછી, જો તમે લોન માટે તૈયારી પણ […]