Browsing category

સમાચાર

વાપસી બાદ અભિનંદનને ફરીથી ફાઇટર પ્લેન ઉડાવવા દેવામાં આવશે કે નહી? જાણો શું છે વાયુસેનાના નિયમો

પાકિસ્તાનમાં બહાદુર ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને થોડાં સમયમાં ભારતને સોંપી દેશે. ગત 27 ફેબ્રુઆરીના રોજ તેઓને પાકિસ્તાની સૈન્યએ ધરપકડ કરી હતી. ત્યારબાદથી કરોડો ભારતીયોએ તેઓના પરત ફરવાની પ્રાર્થનાઓ શરૂ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનની સૈન્યની ધરપકડમાંથી આઝાદ થઇને સ્વદેશ પરત ફર્યા બાદ અભિનંદનના આગામી દિવસો પડકાર ભર્યા હશે. તેઓને અનેક પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું […]

Indian Navyમાં થઈ રહી છે આ પોસ્ટ પર ભરતી, જાણો કઈ રીતે કરશો એપ્લાય

Indian Navyએ Tradesman Mate Recruitment 2019 અંતર્ગત 554 પદ પરની ખાલી જગ્યા ભરવા માટે ભરતી જાહેર કરી છે. જે માટેની અરજી પ્રક્રિયા આગામી 2 માર્ચથી શરૂ થશે. આ પદ માટે અરજી નેવીની વેબસાઈટ joinindiannavy.gov.in પરથી કરી શકાય છે. આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 માર્ચ છે. આ પદ માટે પહેલા સ્ક્રિનિંગનું આયોજન કરાયું […]

વિંગ કમાન્ડર અભિનંદનના માતા-પિતાને પ્લેનમાં આ રીતે આપ્યું લોકોએ સમ્માન

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને આજે પાકિસ્તાન મુક્ત કરી રહ્યું છે, ત્યારે તેમના માતાપિતા પણ ચેન્નૈથી દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ગઈ કાલે રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ જે ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યા હતા તેમાં સવાર પેસેન્જર્સને જ્યારે ખબર પડી કે વિંગ કમાન્ડરના માતાપિતા પણ આ જ પ્લેનમાં દિલ્હી જઈ રહ્યા છે, ત્યારે સૌ […]

‘એક શામ, શહીદોં કે નામ’ : સુરતીઓએ આપ્યું 5 કરોડનું દાન

સુરતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરવા અને શહીદ પરિવારોની મદદ માટે ફંડ એક્ઠું કરવાના હેતુ સાથે “એક શામ શહીદો કે નામ – ભારત કે વીર” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડની આસપાસનું ફંડ એક્ઠું થયું હતું. શહીદો માટે કરીએ તેટલું […]

વિંગ કમાન્ડર અભિનંદનની આજે વતન વાપસી, વાઘા બોર્ડર પર થશે સ્વાગત

પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે. વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ આજે વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર જશે. પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમિયાન […]

ભારત-પાકિસ્તાનની મિસાઈલ તાકાત જોઈ લો, કોણ છે તાકતવર?

હવે સમગ્ર દેશવાસીઓને જેના પર ગર્વ છે અને દરેક દેશવાસીની છાતી ગજ ગજ ફુલે છે. તે આપણી મિસાઈલ શક્તિ, આપણી મિસાઈલ શક્તિને કારણે જ વિશ્વના દુશ્મન દેશો ભારત પર આંખ ઉંચી કરતા સો વખત વિચાર કરે છે. ભારત પાસે બ્રહ્મોસ, અગ્નિ જેવી તેજ અને શક્તિશાળી મિસાઈલો છે. તો પાકિસ્તાન પોતાની શાઈન અને બાબર જેવી મિસાઈલો […]

74 વર્ષના બાનો જુસ્સો તો જુઓ, “આર્મીને જ્યારે મદદ જોઈશે ત્યારે હાજર થઈ જઈશ”

“મારી ઉંમર માત્ર 74 વર્ષ છે અને જો મારા સૈનિકો અને મારા દેશને મારી જરૂર પડે તો હું ફરી તેમની સેવા કરવા તત્પર છું. પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે અમે કંઈ હારવા માટે નથી બેઠા.” યુવાનોના જુસ્સાને પણ શરમાવે એવા આ શબ્દો છે 74 વર્ષના વાલબાઈ સેઘાણીના. અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી […]

ભારતની તાકાત: પાકિસ્તાનના 87 ટકા હિસ્સાને HDમાં જોઈ શકે છે ISRO

અંતરિક્ષમાં ભારતનો ડંકો વગાડનાર ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દેશ માટે રક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વની સંસ્થા છે. ISROના સેટેલાઈટ્સ પાકિસ્તાનના 87 ટકા હિસ્સા પર બાજ નજર રાખે છે અને HD ક્વોલિટીનું મેપિંગ કરે છે. આ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવા ઓપરેશન્સ માટે આર્મી માટે મહત્વપૂર્ણ ઈનપુટ પૂરા પાડે છે. પાકિસ્તાનના આટલા હિસ્સા પર છે નજરઃ […]

ભારત સામે પાકિસ્તાન ઘુંટણીયે, પાયલટ અભિનંદન આવતીકાલે ભારત પરત ફરશે

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાનની સંયુક્ત સંસદમાં નિવેદન આપ્યું છે કે, આવતી કાલે ભારતીય યુદ્ધ કેદી પાયલટ અભિનન્દન વર્ધમાનને મુક્ત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર તણાવ વ્યાપી રહ્યો છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાન કાવાદાવા રચવામાંથી બહાર નથી આવી રહ્યું. તેને એક નવો જ પેંતરો રચ્યો હતો અને પાકિસ્તાનના વિદેશ […]

ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવા માટે શું લાયકાત જરૂરી છે? કેવી રીતે થાય છે સિલેક્શન?

ભારતીય વાયુસેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે. ભારતીય વાયુસેનાએ અનેકવાર પોતાના પરાક્રમ થકી દુનિયાને બતાવી દીધું છે કે, હમ કીસી સે કમ નહીં હૈ. પુલવામા હુમલા બાદ વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા, પરંતુ શું આપને ખબર છે એક પાઈલોટ બનવું કેટલું મુશ્કેલ હોય છે? કદાચ તમે કલ્પના પણ નહીં […]