Browsing category

સમાચાર

આ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા

પટનામાં એક રેનોલ્ટ ક્વિડ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા. બુધવારે રૂપરપુર વિસ્તારના ચુલ્હાઈચક પાસે એક યુવકને કારે ધક્કો માર્યો. યુવક એ જ કારમાં ફસાઈ ગયો. કારમાં સવાર બે યુવક તથા બે યુવતીઓને કાર રોકવા માટે પબ્લિક બૂમો પાડતી રહી, પરંતુ તે ન રોકાયા. બાદમાં પોલીસને માહિતી આપવામાં […]

જમ્મુમાં બસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરાયો, 18 લોકો ઘાયલ, પોલીસે આખા વિસ્તારની કરી ઘેરાબંધી

જમ્મુની એક બસમાં આજે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ ધડાકો એક બસની અંદર થયો છે. ધડાકાની માહિતી મળતાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને આખા વિસ્તારની નાકાબંધી કરી લીધી છે. જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે તે ભીડભાડવાળો વિસ્તાર છે. એવામાં પોલીસ તરત ત્યાં પહોંચી લોકોને ત્યાંથી હટાવી રહ્યાં છે. હાઈ એલર્ટ પર […]

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો રેલને કેન્દ્રની મંજુરી, જાણો મેટ્રો કયાં કયાંથી પસાર થશે

આજરોજ નવી દિલ્લી ખાતે પબ્લીક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં સુરત મેટ્રો રેલ માટે રૂ.12144 કરોડનો ડીપીઆર મંજુર કરવામાં આવ્યો છે. આ મિટીગમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીગ ડાયરેકટર ડો.આઇ.પી.ગૌતમ દ્રારા સુરત મેટ્રો રેલનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ફિલ્ડ સ્ટડીઝ અને ડીટેઇલ ટ્રાફિક સ્ટડી તથા ડીમાન્ડ એસેસમેન્ટના આધારે […]

ભાવનગરના પટેલ પરિવારનું પ્રેરણા દાયક પગલું, વડીલનું બ્રેઈન ડેડ થતા અંગદાનથી ત્રણ દર્દીઓને આપશે નવજીવન

કણબીવાડના લેઉવા પટેલ પરીવાર નુ પ્રેરણા દાયક ઉદાહરણ ભાવનગરમાં વાહન અકસ્માતે ઘાયલ થતાં એક વૃદ્ધ સારવાર દરમ્યાન બ્રેઇન ડેડ થઇ જતાં તેમના પરિવારે અંગદાન કર્યું છે. આ અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપશે. ભાવનગર રહીશ ગુણવંતભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ. 69)ને તા-27/2 ના સવારે 8 વાગ્યે રૂપાણી સર્કલ પાસે વાહન પર જતાં હતાં ત્યારે ડિવાઈડર સાથે સ્કુટર […]

જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાને ગર્વનરના હસ્તે અહિંસા એવોર્ડ એનાયત

જાણીતા હીરા ઉદ્યોગપતિ વસંત ગજેરાને તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓમાં યોગદાન બદલ અહિંસા વિશ્વ ભારતી ટ્રસ્ટ દ્વારા અહિંસા એવોર્ડ એનાયત કરાયો છે. 2 માર્ચે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા સમારંભમાં ગર્વનર ઓ.પી. કોહલી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા અને અહિંસા વિશ્વભારતી ટ્રસ્ટના પ્રણેતા આચાર્ય લોકેશ મુનિ અને જાણીતા લેખક કુમારપાળ દેસાઇની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો […]

જન્મથી બ્લાઇન્ડ આ મુસ્લિમ સાયન્ટિસ્ટ શહીદોના પરિવારને આપવા માંગે છે 110 કરોડ રૂપિયા

રાજસ્થાનના કોટામાં રહેતા અને મુંબઈમાં સાયન્ટિસ્ટ તરીકેનું કામ કરી રહેલા મુર્તજા અલીએ શહીદોના પરિવાર માટે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી છે. આ માટે તેમણે PMOમાં ઈ-મેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માંગ્યો છે. PMOએ તેમને બે-ત્રણ દિવસમાં મીટિંગ ફિક્સ કરવાનો જવાબ મોકલ્યો છે. આ રકમ તે તેમની ટેક્સેબલ […]

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત

ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે કલેક્ટર અચાનક જ પેટ્રોલપંપ પર પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ફ્રીમાં હવા પૂરવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરે છે. ત્યારબાદ જાતે જ ટોઇલેટમાં તપાસ કરવા જાય છે. ત્યારબાદ જે પેટ્રોલ-ડીઝલ પૂરવામાં આવે છે તેમાં કોઈ ગોટાળા થાય છે […]

પ્રમુખસ્વામી મહારાજના બહેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આણંદ ખાતેના તેમના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેન મોતીભાઈ પટેલનું 97 વર્ષની વયે ગઈ કાલે વહેલી સવારે ૩.20 વાગ્યે નિધન થયું હતું. ગંગાબેન પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાં એક માત્ર હયાત હતા. […]

PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું. અન્નાપૂર્ણા ધામમાં છાત્રાલય, લાયબ્રેરી, આર્ટ ગેલેરી સહિતના ભવનોની પણ શરૂઆત થઈ છે. આ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ પણ શરૂ થઈ […]

પશુ અને મનુષ્ય વચ્ચેની દોસ્તીનું અનોખું ઉદાહરણ: જેમના હાથે ઊંટ દરરોજ ખાવાનું ખાતું હતું તે પોલીસકર્મીનું મોત થતાં અન્નજળનો ત્યાગ કર્યો

માણસ અને પશુ વચ્ચેની દોસ્તી નિસ્વાર્થ અને પવિત્ર હોય છે. કૂતરાને હંમેશા માણસનો બેસ્ટ ફ્રેંડ ગણવામાં આવે છે. તમે અવારનાવર સાંભળ્યું હશે કે કૂતરાનો માલિક અથવા તેને ઘરમાં સૌથી વધુ ગમતી વ્યક્તિ ના હોય ત્યારે તે ઉદાસ રહે છે, ખાતો-પીતો નથી. પાળેલા પશુ અને તેના માલિક વચ્ચે પ્રેમ હોય તે સ્વાભાવિક છે પરંતુ ફરજ બજાવતા […]