Browsing category

સમાચાર

1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો, તમારા જીવન પર પડશે તેની અસર. જાણો.

એક બે દિવસમાં નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઈ જશે. 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, ઘણાં મોટા ફેરફારો થવાના છે. તેની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડશે. અમે તમને એવા 10 નિયમો વિશે જણાવાના છે જે 1 એપ્રિલથી ચેન્જ થવા જઈ રહ્યાં છે. જેથી તમારી પાસે કેટલાક કામ પતાવવા માટે માત્ર 4 દિવસ […]

પોરબંદર બેઠકનું વાતાવરણ ગરમાયું, ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં’ પત્રિકા વાઇરલ થઇ

પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટિકિટ મળતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં પત્રિકા ફરતી થઇ છે જેમાં લખવામાં આવ્યું છે કે વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં. સિંહને મારવા માટે પહેલા ખોખલો કરવો પડે એ જ રીતે આજે રાદડિયા પરિવારને ટિકિટ ના આપી વિઠ્ઠલભાઇના મોભાને […]

ગાંધીનગરમાં એક કૂતરાએ પ્રાણના ભોગે માલિકનો જીવ બચાવી ઋણ અદા કર્યુ, માલિકને કરડવા આવતા સાપના કરી નાખ્યા બે કટકા

ખેતરમાં ખાટલા ઉપર બેસીને ભોજન કરતા માલિકને કરડવા આવેલા સાપના બે કટકા કરી નાખી પાલતુ શ્વાન માઇકલે માલિકનો જીવ બચાવ્યો હતો. જોકે સાપે માઇકલ (કુતરા)ને ડંખ મારી દેતા કુતરાનું મોત નિપજ્યું હતું. કુતરાએ જીવ આપીને માલિકનું ઋણ અદા કરી વફાદારી બતાવ્યાનો કિસ્સો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચંદ્રાલા ગામમાં ખેતીકામ કરતા અનિશ અશોકભાઇ પટેલ બપોરના […]

વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવી, કોર્ટની ગાઇડલાઇન

અમદાવાદ: વાલી મંડળોએ સરકારને પત્ર લખીને જવાબ માંગ્યો હતો કે, ઘણી સ્કૂલો એફઆરસીમાં તેમણે સૂચવેલી ફી માંગી રહી છે, જ્યારે એફઆરસીએ આ સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી છે. વાલીઓએ નવા સત્રમાં કઇ ફી ભરવી? સરકારે કોઇ ખુલાસો ન કરતાં વાલી મંડળોએ વાલીઓને જણાવ્યું છે કે, વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી […]

એકોન્કાગુઆ પર્વત સર કર્યાના 50 દિવસમાં જ સુરતની બે બહેનો એવરેસ્ટ સર કરશે

શહેરની બે બહેનોએ 15મી ફેબ્રુઆરીએ જ અમેરિકાનો એકોન્કાગુઆ પર્વત સર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાહસના 50 દિવસ પછી જ 21 વર્ષની અનુજા અને 25 વર્ષની અદિતી એવરેસ્ટ અભિયાન શરૂ કરશે. તેઓ 30મી માર્ચે સુરતથી માઉન્ટ એવરેસ્ટની ચઢાઇ કરવા માટે સુરતથી નીકળશે અને 4 એપ્રિલના રોજ બેઇઝ કેમ્પથી શરૂઆત કરશે. તેઓના અનુમાન પ્રમાણે મે મહિનાના […]

સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે વડોદરામાં 24 માર્ચે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન

વડોદરા: સરદાર ધામ અમદાવાદ મિશન-2026 અંતર્ગત મધ્ય ગુજરાત સરદાર ધામ દ્વારા તા.24-3-019ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે શુભારંભ સમારોહ અને ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના 25 હજાર જેટલા પાટીદારો ભાગ લેશે. સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે સરદાર ધામના ટ્રસ્ટી એચ.એસ.પટેલે જણાવ્યું […]

સુરતમાં મહેમાનો માટે બહાર પાર્કિંગ કરાવનાર બિલ્ડીંગો સામે કરાશે કાર્યવાહી: પોલિસ કમિશનર સતીશ શર્મા.

ફરિયાદ કરો ૧૦૦પર. સૂરત:- રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં પોલિસ કમિશનર કચેરીના સભાખંડમાં શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી. રોડ સેફટી કાઉન્સીલના સભ્યની એક રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ […]

રાજૌરીમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ; સોપોરમાં ગ્રેનેડ હુમલામાં 3 પોલીસકર્મી ઘાયલ

હોળીના પર્વ પર આખો દેશ જશ્ન મનાવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ખુશીના આ અવસર પર પણ પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. એક બાજુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પર પાકિસ્તાની જવાનો એ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં એક ભારતીય સેનાનો જવાન શહીદ થઇ ગયો છે. બીજીબાજુ બારામુલ્લા, સોપોર અને બાંદીપુરામાં આતંકવાદીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ […]

સુરતનો ઇજનેરીનો વિદ્યાર્થી કીમ પાસે ચાલુ ટ્રેને વીજ પોલ સાથે અથડાયો, માથું ટ્રેનમાં રહ્યું ને ધડ અડધો કિમી દૂર મળ્યું

સુરતઃકીમ-કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનના દરવાજે ઉભેલા ભરૂચ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું રેલવે વીજપોલ સાથે ભટકાતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક વિદ્યાર્થીનું ધડ કીમ કોસંબા વચ્ચે નદી નજીકથી મળી આવ્યું હતું. જ્યારે માથું ટ્રેનના ડબ્બામાં કીમ સુધી પહોંચતાં ડબ્બામાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, સદર ઘટના બનતા સુરત રેલવે ડીવાય એસપી, પીઆઈ, પીએસઆઇ, રેલવે […]

સુરત બેઠક માટે મહેશ સવાણીની પસંદગી કરાશે તો ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે

ચુંટણીના બદલાતા પ્રવાહમાં સુરત શહેરની બેઠક માટે ચર્ચાઈ રહેલા અનેક નામ વચ્ચે સુરતના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તથા ભાજપના ટોચના યુવા ઉદ્યોગ અગ્રણી અને સર્વજ્ઞાતિની લગભગ સાડાત્રણ હજાર જેટલી પિતા વિહોણી દીકરીઓના પિતા બનીને સાસરે વળાવનાર મહેશ સવાણીની પસંદગી સુરત ઉપરાંત સૌરાષ્ટ્રની બેઠકોમાં પ્રભાવિત કરી શકે હોદ્દેદારો, આગેવાનો સાથે ઘરેલો ધરાવતા મહેશ સવાણીનું નામ […]