Browsing category

સમાચાર

ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદમાં સમાજની કેટલીક સત્ય બાબતો ઉજાગર કરતા અશ્વિનભાઈ સુદાણી

અમદાવાદ(તારીખ:૦૭/૦૪/૨૦૧૯) ખાતે ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદ મા ૩૫૦૦૦ યુવાનોના સમુહને સંબોધતા શ્રી અશ્વિન સુદાણી એ સમાજમાં રહેલી અયોગ્ય બાબતોને ઉજાગર કરતા કહ્યું કે યુવાનો માયકાંગલા બની ના રહે પણ પટેલ સમાજની દિકરીઓના રક્ષણ માટે તૈયાર રહેવાની સખ્ત ટકોર કરી હતી. નિરાશાથી ઘેરાયેલા યુવાનોને ખોડલધામની પ્રવ્રુતિમા સામેલ થઈ નવી શ્રેષ્ઠ વિચારધારા દ્વારા પોતાનો વિકાસ કરે. […]

નવસારી હાઈવે પર શ્રદ્ધાળુઓની પંચર પડેલી ગાડીને ટ્રકે ટક્કર મારતા સુરતના 6 લોકોના કમકમાટીભર્યા મોત

નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી ટેમ્પોટ્રેક્સને પૂરપાટ ઝડપે આવતાં ટ્રકે ટક્કર મારતાં અંદર બેઠેલા 6 લોકોના મોત થયા છે. જેમાં સુરતની મહિલાઓ સહિત 6નો સમાવેશ થાય છે. સુરત પરત ફરતા અકસ્માત નડ્યો શહેરના વેસુ વિસ્તારમાં આવેલી નંદીની શ્રી સોસાયટીમાં રહેતી મહિલાઓ દહાણું મહાલક્ષ્મીમાતાના દર્શને ગઈ હતી. આ માટે […]

ઝાડના સહારે અટકી ગઈ 500 ફૂટ ઊંડી ખીણમાં પડેલી બસ, મુસાફરોએ કહ્યું- જીવ બચી ગયો, હવે દર વર્ષે એક વૃક્ષ વાવીશું

રવિવારે મધ્યપ્રદેશમાં એક અનોખો અકસ્માત થયો. જેમાં બ્રેક ફેલ થવાને કારણે બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી, પરંતુ સદભાગ્યે બસ 140 ફૂટ નીચે એક વૃક્ષમાં ફસાઇ જવાને કારણે અટકી ગઇ. આ ઘટનાને નજરે જોનારાનુસાર, બસે લગભગ 23 પલટીઓ ખાધી, પરંતુ તેમાં છતાં બધા જ પેસેન્જર્સ બચી ગયા. અકસ્માત દરમિયાન ડ્રાઈવર બસમાંથી કૂદી ગયો 60 યાત્રાળુઓ […]

એરફોર્સે જાહેર કરી રડાર ઈમેજ, વાયુસેનાએ કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે છે મજબૂત પુરાવા

ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક JF 17 ફાઈટર પ્લેન જોવા મળે છે. એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે અમારી […]

ખોડલધામ અને ઉમિયાધામની અગ્રણીઓની મળી બેઠક, લોકસભા ચૂંટણી મુદ્દે રાજકીય નિર્ણય કરશે

7 એપ્રિલના રોજ કડવા અને લેઉવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ અને વિશ્વ ઉમિયાધામના આગેવાનોની એક મહત્ત્વની બેઠક અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. જ્યારે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પાટીદાર સમાજની આગળની વ્યૂહરચના શું હોવી જોઇએ તે અંગે આજે(8 એપ્રિલ) નિર્ણય લેવામાં આવશે. આમ લોકસભાની ચૂંટણી સમયે જ પાટીદારોની […]

જાણીતા અર્થશાસ્ત્રી અને પદ્મ પુરસ્કાર વિજેતા વિહારીદાસ પટેલનું નિધન

અમદાવાદ : જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ઉદ્યોગ સાહસિકતા મુવમેન્ટનાં પ્રણેતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટર વિહારીદાસ ગોપાલદાસ પટેલનું ગુરૂવારે ટૂંકી બિમારી બાદ 79 વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઇન્ડસ્ટ્રી પોલિસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી ધરાવતા ડોક્ટર પટેલે કારકિર્દી દરમિયાન અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર કામગીરી નિભાવી હતી. પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ […]

સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં બનશે મિની ખોડલધામ: નરેશ પટેલ

ખોડલધામ સમિતિ, અમદાવાદ દ્વારા રવિવારે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નિકોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે યુવાનોને જીવનની સફળતાનો મંત્ર આપતા કહ્યું હતું કે, બીજા શું કરે છે, તે જોવાના બદલે તમને ગમે તે કાર્ય કરો, તો જ સફળતા મળશે. કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ […]

106 વર્ષના નથુબા પરિવારની 5 પેઢી સાથે અડીખમ, રસોઇથી માંડીને ઘરનાં તમામ કામ કરે છે જાતે

શરીરની તંદુરસ્તી ખુદ વ્યકિત પર જ આધાર રાખે છે. નિરોગી કેમ રહેવું એ ઊનાનાં સનખડા ગામનાં 106 વર્ષની ઉંમરનાં નથુબા પાસેથી શીખવા જેવું છે. સદી વટાવી ચુકેલા વૃધ્ધા નથુબા જીવાભા ગોહીલ પરિવારની પાંચ પેઢી સાથે અડીખમ છે. 106 વર્ષની ઉંમર અને પાંચ દિકરા અને તેમના ઘરે પણ દિકરા-દિકરી સહિતનો વિશાળ પરિવાર હોવા છતાં વહેલી સવારે […]

ફીફા કાઉન્સિલમાં સ્થાન મેળવનારા પ્રફુલ પટેલ બન્યા પ્રથમ ભારતીય, 4 વર્ષનો રહેશે કાર્યકાળ

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન(એઆઈએફએફ)ના અધ્યક્ષ પ્રફુલ પટેલ ફીફા કાઉન્સિલમાં સામેલ થનારા પ્રથમ ભારતીય બની ગયા છે. ફીફા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી આજે શનિવારે 29મી એએફસી(એશિયન ફૂટબોલ કોન્ફરન્સ) કોંગ્રેસ કુઆલાલમ્પુર ખાતે યોજાયી હતી. જેમાં પ્રફુલ પટેલને 46માંથી 38 વોટ મળ્યા હતા. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ફીફાની સૌથી મોટી કમિટી છે. કાઉન્સિલમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ 2019થી 2023 સુધીનો રહેશે. ફીફા […]

અમેરિકામાં મોટેલ ચલાવતાં મૂળ વલસાડના ભીખુભાઈ પટેલની હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મૂળ વલસાડનાં કલવાડાનાં 60 વર્ષીય ભીખુભાઇ પટેલની તેમની જ મોટેલનાં રૂમમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. રૂમ નંબર 9માંથી તેમની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વલસાડ પંથકના પાટીદાર સમાજમાં ચિંતાનો મોજું ફરી વળ્યું હતું. ભીખુભાઈ પટેલનો પરિવાર પણ અમેરિકામાં જ રહે છે. […]