Browsing category

સમાચાર

આ માવાએ તો હદ કરી, યુકેમાં પણ વર્તાવ્યો કાળો કેર, UKમાં ગુજરાતી ભાષામાં પાન નહીં ખાવાના બોર્ડ લાગ્યા

ગુજરાતમાં પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોનો ત્રાસ તો છે જ પણ હવે વિદેશમાં પણ લોકો ગુજરાતીઓની આ આદતને કારણે ત્રાસી ગયા છે. ગુજરાતીઓએ વિદેશમાં પણ પાન-મસાલા ખાઇને બિલ્ડિંગ, ઝાડ, રસ્તા વગેરે જેવી જગ્યાઓ થૂંકી થૂંકીને ગંદી કરી છે. જેને કારણે ઇંગ્લેન્ડની સરકારે ગુજરાતીઓ સામે લાલ આંખ કરી છે. ઇંગ્લેન્ડમાં હેરો, લેટેસ્ટર, બ્રેન્ટ જેવી અલગ […]

જામનગરમાં અંગદાનની ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન, સાત લોકોને મળ્યુ નવજીવન

“છોટી કાશી” તરીકે પંકાયેલી જામનગરની પૂણ્ય ધરા પર વધુ એક વખત માનવતા મહેકી ઉઠી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતાવ કુરિયર પેઢીના સંચાલક વેપારી પર પેરેલીસીસનો એટેક આવ્યા પછી તેઓ બ્રેઈન ડેડ થઈ જતાં. તેઓના શરીરના લીવર-કિડની-આંખ વગેરે અવયવોનું દાન કરવામાં આવ્યું છે. અમદાવાદથી આવેલી નિષ્ણાંત તબિબોની એક ટુકડીએ શસ્ત્રક્રિયા સફળ રીતે પાર પાડી હતી. […]

જામનગર, મોરબી, પડધરી પંથકમાં તોફાની પવન, કરા સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ, ખેતરો પર સફેદ ચાદર પથરાઇ

આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોરબી અને ધ્રોલ પંથકમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. વરસાદથી રસ્તાઓ […]

ભેંસો દોહીએ, ગાડું હાંકીએ, અને વખત આવે મંજીરા પણ વગાડીએ વાલા! : પરેશ ધાનાણી

રાજકારણમાં તમે ચર્ચામાં ત્યારે જ રહો જ્યારે તમે લોકોની વચ્ચે જઇને થોડી ક્ષણોને માણો છો. આપણા ગુજરાતનાં રાજકારણમાં અનેક ચહેરોઓ આવી જ રીતે ચર્ચામાં રહે છે. પરંતુ કોંગ્રેસનાં પરેશ ધાનાણીને લોકો સાથે રહીને આકર્ષણનું કેન્દ્ર બનીને રહેવું બખૂબી આવડે છે. પરેશ ધાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ભજન […]

સૌરાષ્ટ્રનાં યુવાનોનું અનોખું સાહસ: જામનગર નજીક સૌ પ્રથમ બાયો-ડીઝલ પંપનું ઉદ્ઘાટન

જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર પડાણા ગામ પાસે સૌરાષ્ટ્રની શાન સમાન રીલાયન્સ અને એસ્સાર કેમ્પસની નજીક સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ ભારત સરકાર માન્ય ડેલ્ટા બાયોડીઝલ પંપનું ઉદ્ઘાટન ગઈકાલે શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનાં પુત્ર શિવરાજ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, હાલમાં દિવસેને દિવસે વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે ભારત સરકાર મહત્વના પગલાં […]

કેરી બેગના નામે ગ્રાહક પાસેથી ત્રણથી પાંચ રૂપિયા વસૂલી લેનારા સ્ટોર્સ માટે આંખ ઊઘાડનારો ચુકાદો

ગ્રાહક કોર્ટે બાટા ઇન્ડિયા લિમિટેડને પેપર બેગના રૂપિયા લેવાને કારણે 9000 રૂપિયાનો દંડ ફટાકાર્યો છે. ચંડીગઢમાં બાટા કંપનીમાં ખરીદી કરવા ગયેલા એક ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા લીધા હતા એટલે ગ્રાહકે બાટા કંપની વિરુદ્ધ ગ્રાહકસેવા મંડળમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કોર્ટે બાટાને દંડ ફટકારી ફ્રી બેગ આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે ફટકાર્યો દંડ […]

Alert : બાળકીએ 5 રૂપિયાની કુલ્ફી ખાધી, 1 કલાક બાદ આવ્યું ભયંકર રિએક્શન, શરીરની ચામડી બળી ગઈ

જો આપનું બાળક કુલ્ફી માટે જિદ્દ કરે તો સમજી વિચારીને તેની જિદ્દ પૂરી કરજો, પંજાબના તરનતારના મરહાણાની બાળકીને લારીની કુલ્ફી ખાવી બહુ ભારે પડી. કુલ્ફી ખાધા બાદ બાળકીના શરીરની ચામડી બળી ગઈ. કુલ્ફીનું આવું ભયંકર રિલેકશન? વાત ગળે ઉતરે તેવી નથી પરંતુ આ હકીકત છે. આ પાંચ રૂપિયાની કુલ્ફીના કારણે બાળકીના ઇલાજમાં અત્યાર સુધીમાં 4 […]

પાળેલા કૂતરાએ જીવ આપીને બચાવી 30 લોકોની જિંદગી,

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અતર્રા વિસ્તારમાં એક પાળેલા કૂતરાએ 30 લોકોની જિંદગી બચાવી. અહીં 11 એપ્રિલ ગુરૂવારે રાત્રે એક ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાતનો સમય હોવાથી ચાર માળની બિલ્ડિંગમાં બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. આગ લાગતાં જ કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું. કૂતરાના ભસવાથી બધા જ એલર્ટ થઇ ગયા અને બહાર આવી […]

ચોટીલામાં ચૈત્રીનોરતા પ્રસંગે ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન ભક્તોને દરરોજ થઈ રહ્યાં છે

ચોટીલામાં ડુંગર ઉપર માતા ચામુંડા હાજરાહજુર બીરાજમાન છે. ત્યારે સવારથી સંધ્યા આરતી સુધીમાં ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન થતાં હોવાંની ભાવિકો લાગણી અનુભવે છે. ચોટીલાની પંચાળની પવિત્ર ભૂમીમાં આવેલ માતા ચામુંડાના ડુંગર પર ચૈત્રીનોરતા પ્રસંગે ભક્તિ અને ધાર્મિકતાની સુવાસ ચોતરફ પ્રસરી છે. ચામુંડા માતાના વહેલી સવારની આરતીથી સંધ્યા આરતી સુધીમાં ત્રણ વિવિધ દેદીપ્યમાન સ્વરૂપ […]

નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાએ ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ જીતીને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું

રાજકોટ: સુરતમાં આયોજીત ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં શિલ્પા શેટ્ટીના હાથે ધોરાજીની નિપા અંટાળા અને ગોંડલની દેવાંગી ધોળકિયાને એવોર્ડ મળ્યો છે. નિરંકાર એક્ઝિબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. આ બ્યુટી પાર્લરની કોમ્પિટિશનમાં દેવાંગી ધોળકીયા દ્વારા એક અને નિપા અંટાળા દ્વારા એક દુલ્હન તૈયાર કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ નિપા અંટાળા […]