Browsing category

સમાચાર

લંડનમાં કચ્છના જશુબેન વેકરીયાને પ્રિન્સ ચાર્લ્સના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

કચ્છના દહીંસરામાં જન્મેલા અને હાલે લંડનની શાળામાં ઉપઆચાર્યા તરીકે સેવા બજાવતા જશુબેન વેકરીયાને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના હસ્તે મોસ્ટ એક્સેલન્સ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતા જશુબેને કહ્યું હતું કે “ખૂબ જ જોરદાર અનુભવ રહ્યો. બંકીંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સને મળવું અને તેમના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ […]

લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા હરબટીયાળી ખાતે સમુહ લગ્ન આયોજન

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા સમુહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમુહ લગ્ન હરબટીયાળી ખાતે તા. 7-૫-૧૯ના રોજ અખાત્રીજ મંગળવારે યોજાશે. શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ ખવત જ સમુહ લગ્નનું આયોજન કરાયેલ છે. સમુહ લગ્ન યોજવા માટેની પ્રેરણા સમયાંતરે પરિવતર્નની હાકલ કરનાર યુવાન નરેન્દ્રભાઇ પરસોતમભાઇ સંધાતે પુરી પાડી જવાબદારી પણ લીધેલ. સમુહ લગ્ન […]

સૌરાષ્ટ્રની ઓળખ સમો ‘છકડો’ 50માં વર્ષે રિટાયર થાય છે, અતુલ ઓટો છકડો રિક્ષાનું ઉત્પાદન કરશે બંધ

રિક્ષા બનાવતી ભારતની ત્રીજી મોટી કંપની રાજકોટ સ્થિત અતુલ ઓટો લિમિટેડનું નામ પડે એટલે સૌથી પહેલા જે યાદ આવે તે છે ‘છકડો’. ગ્રામીણ વિસ્તારોમાં અને એમાંય ખાસ કરી ને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આજે પણ પરિવહન માટે છકડો એ મુખ્ય સાધન છે. જ્યાં સરકારી બસ પણ ના મળતી હોય તેવા વિસ્તારોમાં હજુ પણ છકડા પર સવારી કરીને […]

પાટીદાર ગ્લોબલ સમિટ એટલે માત્ર વિકાસવાદ

સરથાણા સરદારધામ પબ્લીક ટ્રસ્ટના ઉદ્દેશોને સુસંગત રીતે સમસ્ત પાટીદાર સમાજની સામાજીક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્રમાં રાખીને થઈ રહેલી કામગીરી ખાસ કરીને લક્ષ્યબિંદુઓ સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજસેતુ યોજના, અતિથી ભવન અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને થઈ રહી છે. સરદારધામ દ્વારા વર્ષ 2018થી શરૂ કરીને પ્રતિ 2 વર્ષે 2026 સુધી ગ્લોબલ […]

ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા ૨૧મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન

ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જેતપુર રોડ ખાતે ૨૧ મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો જેમાં ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ પ્રસંગે ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળના પ્રમુખ રામજીભાઈ માથુકિયા મંત્રી પોપટભાઈ વૈષ્ણવ ખજાનચી નરસિંહભાઇ પાદ્યડાર વિઠ્ઠલભાઈ બાબરીયા ધીરુભાઈ કોયાણી ખીમજીભાઈ પાદરિયા ડી.કે અંટાળા મનસુખભાઈ […]

‘સરદારધામ’ના નેતૃત્વમાં દસ હજાર પાટીદાર ઉદ્યોગકારો ટેક્નોલોજીના સહારે વિશ્વ સાથે જોડાશે

3થી 5 જાન્યુઆરી 2020માં ગાંધીનગરમાં યોજનારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રમોશનલ માટે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં 10 હજાર લોકો હાજર રહ્યાં હતાં. પાટીદાર સમાજના આગેવાનોની સંસ્થા ‘સરદારધામ’ થકી વિવિધ શહેરોમાં વિવિધ પ્રોજેક્ટો શરૂ કરાઇ રહ્યા છે. રવિવારે સરથાણા ખાતે યોજાયેલા પ્રમોશનલ કાર્યક્રમમાં હાજર વકતાઓએ 10 હજાર પાટીદાર ઉદ્યોગપતિઓને ટેક્નોલોજીના સહારે વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવાની હાકલ […]

સાપુતારા ઘાટમાર્ગ પર ખાનગી બસ ખીણમાં ઉતરી, વૃક્ષ વચ્ચે આવી જતા થયો ચમત્કારિક બચાવ

સાપુતારામાં અકસ્માત માટે કુખ્યાત ઘાટમાર્ગ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. અને ઘાટ ચડી ન શકતા રિર્વસ થઈ ખીણમાં ઉતરવા લાગી હતી. હતી. દરમિયાન વચ્ચે એક વૃક્ષ આવી જતા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, આ અકસ્માતમાં 20 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી. વૃક્ષ એ […]

રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકનારાઓ સાવધાન, અમદાવાદમાં ઈ-મેમોની નોંધાઈ પહેલી ઘટના.

નારાણપુરામાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કુમાર નામના વ્યક્તિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રૂ 100નો દંડ ફટકાર્યો છે. AMCએ જાહેરમાં થુકવા બદલ કોઈને ઈ-મેમોથી દંડ ફટકાર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ગાડીનંબર પરથી AMCએ ઈ-મેમો ઘરે મોકલ્યોઃ મહેશ કુમાર જ્યારે બાઈક પર નારણપુરાના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી પસાર […]

ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ મોડાસામાં 48-વાવમાં 47 ડિગ્રી, હજી 4 દિવસ એલર્ટ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. આજે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન મોડાસામાં નોંધાયું છે. ત્યારબાદ વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં […]

એક હજાર કિલો ફળનો અમે નાશ કર્યો: સરકારે કેમિકલથી પાકતાં ફળ રોકવા શું કર્યું? : હાઇકોર્ટ

રાજ્યમાં કેરી સહિતના ફળો પકવવા ઉપયોગમાં લેવાતા હાનિકારક કેમિકલ સામે કાર્યવાહી કરવા ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ટકોર કરી કે, તેઓ હાઇકોર્ટના આદેશ સિવાય પણ કામ કરે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ફળોનો નાશ કર્યો તે જાણવામાં રસ નથી પણ આવા કેમિકલનાં ઉપયોગ પર રોક લગાવવા માટે શું કર્યું તે સ્પષ્ટ કરે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી […]