Browsing category

સમાચાર

નર્મદામાં ભરતીના પાણીએ જુના દિવા ગામના ત્રણ યુવાનોનો ભોગ લીધો

અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી. જોકે હજુ સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી. ભરૂચના કાંઠે સુકીભઠ બનેલી નર્મદા નદીમાં ભરતીના પાણીએ જુના દિવાના ત્રણ યુવાનોનો ભોગ લીધો હતો . […]

આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2 વ્યક્તિના મોત

પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રોંગ સાઈડ આવતા આઈશર સાથે અકસ્માત ડો. તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતા ગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજા […]

સુરતની જય જવાન નાગરિક સમિતી દ્વારા પુલવામાના 44 શહીદ પરિવારોને 1 લાખની સહાય અપાઈ

જ્યારે કોઇ મોટી ઘટના બને અને જવાનો શહીદ થાય ત્યારે દેશની જનતામાં દેશ ભક્તિનો વંટોળ આવે છે. ચાના ઉભરાની માફક સમયાંતરે તે શમી ગયા બાદ કોઇ કોઇની ખબર પુછનાર હોતું નથી. પરંતુ સુરતની જનતાએ કર્યુ છે તેવુ હજુ સુધીમાં અમે સાભળ્યું નથી કે જોયું નથી. આ શબ્દો સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ ત્યારે ઉચ્ચાર્યા હતા જ્યારે પુલવામા […]

હવે જન્મતાની સાથે બહેરા બાળકનું નિદાન 10 મિનિટના ટેસ્ટથી શક્ય, સર્જરીથી એક જ વર્ષમાં બાળક બોલી-સાંભળી શકશે

જન્મેલું બાળક મૂક-બધિર હોવાની માતાપિતાને બેથી ત્રણ વર્ષ બાદ જાણ થતી હોય છે. જોકે હવે બાળકમાં જન્મની સાથે જ બહેરાશનું નિદાન થઈ શકે તેવી ટેક્નોલોજી અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવાઈ છે. સોલા સિવિલમાં ઉપલબ્ધ થયેલાં બે અદ્યતન મશીનથી થતાં 5થી 10 મિનિટના ટેસ્ટથી જન્મતાની સાથે બાળકમાં બહેરાશનું નિદાન કરી શકાય છે તથા તાત્કાલિક […]

બર્થડે બંપ્સ વાળા લોકો માટે આંખ ઉઘાડતી ધટના: IIM વિદ્યાર્થીને જન્મદિવસની પાર્ટી પડી ભારે, મિત્રોની મજાએ લીધો બર્થડે બોયનો જીવ

બર્થડે બંપ્સ…. અમને નથી ખબર તમે આના વિશે સાંભળ્યુ છેકે નહી. પરંતુ બર્થડે બંપ્સે એક છોકરાનો જીવ લીધો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેને ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે એક ફેસબુક ટ્વીટ દ્વારા શેર કર્યો છે. તો આ ઘટના પર અનેક લોકોએ ટ્વીટ પણ કરી છે. આ વીડિયોમાં બર્થડે મનાવી રહેલા એક વિદ્યાર્થીને તેના […]

ફેની વાવાઝોડું પુરી કાંઠે અથડાયું; નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી, પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાક

ચક્રવાતી વાવાઝોડું ફેની પુરી તટને અથડાયુ છે. તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં 175 કિમીની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફેની બંગાળથી થઈને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. આ સંજોગોમાં પશ્ચિમ બંગાળના દરિયા કિનારાના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરિસ્સામાં હાલ ચેતવણીના ભાગરૂપે 15 જિલ્લામાંથી 11 લાખ લોકોનું સુરક્ષીત […]

ફેની ચક્રવાતી વાવાઝોડાને લઈને ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરાઈ, સેના અને NDRF હાઈ એલર્ટ પર

ચક્રવાતી વાવાઝોડું ફેનીને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટ રેલવેએ ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરી દીધી છે. ભીષણ ચક્રવાતી વાવાઝોડાના કારણે યાત્રીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને ટ્રેન કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કઈ ટ્રેનો રદ કરવામાં આવી: ઓરિસાના ભદ્રક અને આંઘ્ર પ્રદેશની વિજયનગરમ વચ્ચે રેલવે સેવા રોકી દેવામાં આવી છે. આ સિવાય ભુવનેશ્વરી અને પુરી તરફ જતી […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 7 કલાક સુધી સળગતું રહ્યું કેમિકલ ભરેલું કન્ટેનર, 25 કિમી સુધી ટ્રાફિક જામ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બેડવા ગામ નજીક કેમિકલ ભરેલા કન્ટેનરમાં લાગેલી આગને ઓલવવા આણંદ ફાયરવિભાગે એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો અને 200 લિટર કેમિકલ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કન્ટેરમાં આગને કારણે ધડાકા થતા હતા જે બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયા હતા. કન્ટેનરનુ વેગન પેક હોવાના કારણે તેને કાપવા માટે જેસીબીનો ઉપયોગ કરવાની ફરજ […]

ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં વસતો દર ત્રીજો ભારતીય છે ગુજરાતી, યુએસ-યુકેમાં પોપ્યુલર સરનેમ છે ‘પટેલ’

વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. વિશ્વ ગુજરાતી સમાજના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જેટલા ભારતીયો અન્ય દેશમાં જઈને વસે છે તેમાં સૌથી વધારે પ્રમાણ ગુજરાતીઓનું છે. આંકડાઓ મુજબ વિદેશમાં વસતાં કુલ ભારતીયોમાં 33 ટકા ગુજરાતી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં […]

25 વર્ષ જૂની સોસયટીઓને રીડેવલપ કરી શકાશે, ખરડો થયો મંજૂર, 75 ટકા મકાન માલિકોની સંમતિ જરૂરી

ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ બિલને આજે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂરી આપી દીધી છે. સરકારે વર્ષો જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ 1973માં સુધારો કરવામાં આવ્યો છે. હવે 75 ટકા મકાન માલિક સહમત થાય તો હવે સોસાયટીને રિડેવલપ કરી શકાશે. જોકે હાઉસિંગ કોલોની રિડેવલપ કરવા માટે સંબંધિત […]