Browsing category

સમાચાર

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય મળશે

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી. 14 માર્ચથી અમલ આમ ગુજરાત સરકારે ‘મા’ અને […]

12 વર્ષ પૂર્વે પતિની થયું મૃત્યું, દિકરીની કીડની ફેલ થઇ અને દિકરો દૃષ્ટિહીન થયો આવી આફતો વચ્ચે એકલી ઝઝૂમતી એક માતા

એમ કહેવાય છે કે, આફત આવે તો ચારેય બાજુથી આવે. એવી જ કંઇક કહાની છે, અંજારના કૌશલ્યાબેનની. બાર વર્ષ અગાઉ પતિ કનૈયાલાલ ગાંધીધામથી આવતા હતા ત્યારે ધુળેટીના દિવસે આંખમાં કેમિકલયુક્ત રંગ જતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા, જે આખરે છ મહિના બાદ અમદાવાદ ખાતે મૃત્યુ પામ્યા. ત્રણ સંતાનને ઉછેરવાની જવાબદારી આવી પડી કૌશલ્યાબેન પર. અંજારની કે.જી.માણેક […]

યુકેના MP કહ્યું – આખા વિશ્વમાં ગુજરાતીઓનું મહત્વનું યોગદાન

‘જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને સાર્થક કરતી આ કહેવતનું લાઇવ ઉદાહરણ યુકેમાં જોવા મળી રહ્યું છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે યુકેના બેરોમાં વસતા ગુજરાતીઓએ પણ સેલિબ્રેશન કર્યુ હતું. યુકે પાર્લામેન્ટમાં એમપી બોબ બ્લેકમેન પણ આ સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા. ગત અઠવાડિયે એક ડિબેટ દરમિયાન બોબે પાર્લામેન્ટમાં ગુજરાતીઓના ભરપેટ […]

સૌરાષ્ટ્રમાં ગરીબ અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ, ખેડૂત પુત્રે મેળવ્યા 99.19 પીઆર

આજે ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું છે ત્યારે ગરીન અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં ખેડૂત પુત્રને 99.19 પીઆર, ટ્રકચાલકના પુત્રને 99.67 પીઆર અને સલૂનની દુકાન ધરાવનારના પુત્રને 99.51 પીઆર અને સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરનારના પુત્રને 99.22 પીઆર આવ્યા છે. 6 વીઘા જમીનમાં મહેનત કરી પુત્રને ભણાવ્યો જસદણના બજરંગનગર વિસ્તારમાં રહેતા ધનજીભાઇ […]

આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું આજે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 8 વાગ્યે મૂકવામાં આવશે. બંને પરિણામોની જાહેરાત ગાંધીનગરમાં શિક્ષણમંત્રી દ્વારા સવારે 9 વાગ્યે કરવામાં આવશે. આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ […]

પિતાને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટ અટેક તો બાજુમાં બેસેલા દીકરાએ આવી રીતે દેખાડી સમજદારી

કર્ણાટકના ટુમકારુમાં કંપનીથી દુકાનમાં પ્રેશર કૂકરની ડિલિવરી કરનારા શિવકુમારને લોડિંગ કાર ચલાવતી વખતે હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયું. આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. આ સમયે શિવકુમારની સાથે તેનો 10 વર્ષીય પુત્ર પુનીર્થ પણ તેની સાથે હતો. બાળકે દેખાડી સમજદારી 97 કિલોમીટર કાર ચલાવી ચૂકેલા શિવકુમારને ચાલુ કારે જ હાર્ટઅટેક આવ્યો, તે […]

એક કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે, દર્દીએ પૅમ્ફલેટ છપાવીને લખ્યું કે દારૂ, સિગારેટ તથા તમાકુની જાહેરાતો ખતરનાક

જયપુરના કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે. 40 વર્ષીય નાનકરામના પરિવારે કહ્યું હતું કે તે અજયનો ચાહક છે અને જેની જાહેરાત અજય દેવગન કરે છે તે જ બ્રાન્ડનું તમાકુ ખાતો હતો. જોકે, હવે, નાનકરામને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તમાકુએ તેનું જીવન […]

લ્યો બોલો, 5 વર્ષ પહેલા ટુ-વ્હીલર ચોરનારાને પોલીસ શોધી શકતી નથી પણ ચોરે કરેલા ટ્રાફિક ભંગનો ઈ મેમો માલિકના ઘરે મોકલ્યા કરે છે

શહેર પોલીસને ગુનાઈત પ્રવૃત્તિને ડામવાને બદલે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધુમાં વધુ ઇ મેમો જનરેટ કરવામાં રસ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં રહેતી એક મહિલાનું એક્સેસ 2014માં ચોરાઈ ગયું હતું. તેમણે ચોરીના એક જ કલાકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક્સેસ શોધી ગુનો ઉકેલવાના બદલે તેેમને છેલ્લા બે વર્ષથી આ ચોરીના એક્સેસ દ્વારા સિગ્નલ […]

રાજકોટમાં ઓનલાઈન કંપનીઓ સામે 900 મેડિકલ સ્ટોર માલિકો એક થયા, ઘરે આપી જશે સસ્તી દવાઓ

ઓનલાઈન દવાઓ વેચનારી કંપનીઓને ટક્કર આપવા માટે રાજકોટ શહેરના અંદાજિત 900 જેટલા મેડિકલ સ્ટોર્સ માલિકો અને દવાઓના વ્હોસેલર્સે ભેગા થઈને એક ખાસ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે, જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સાથે તેમના ઘર સુધી દવાઓ પહોંચાડી આપશે. રાજકોટ કેમિસ્ટ એસોસિયેશને મલ્ટી-પર્પઝ એપ તૈયાર કરી છે જેમાં 2.2 લાખ દવાઓનો ડેટા છે. ગ્રાહકોએ ઘરે બેઠા નજીકના […]

આધુનિકતાનું આધળું અનુકરણ સભ્ય સમાજ માટે કેટલું ઘાતક છે તે દર્શાવતો લાલબત્તી રૂપ કિસ્સો, નરસૈયાની નગરીમાં મંદિરે બોર્ડ મૂકવા પડે તે કેવી કમનસીબી?

જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે બોર્ડ મૂકવામાં આવ્યા છે કે, ટૂંકા વસ્ત્રો પહેરીને તેમજ મોઢે બુકાની બાંધીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. ધાર્મિક અને સંસ્કારી ગણાતી નરસૈયાની નગરી જૂનાગઢ શહેરમાં આવા બોર્ડ અને તે પણ મંદિરે મૂકવા પડે તે કેવી કમનસીબી ગણાય? સભ્ય સમાજ માટે આ બોર્ડ લાલબત્તી સમાન પૂરવાર થઇ […]