Browsing category

સમાચાર

અમરેલીમાં ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા 1.5 લાખથી વધુ મતોથી વિજેતા

અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો છે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીને જ મેદાનમાં ઉતારીને અમરેલીની બેઠકને ‘સ્ટાર’ બેઠક બનાવી હતી. લોકોને યાદ હશે કે, ભાજપની લહેર વચ્ચે ભાજપના કદ્દાવર નેતા પુરુષોત્તમ રૂપાલાને 2002માં પરેશ ધાનાણીએ હરાવ્યા હતા. ત્યાર બાદ, […]

જામનગર ગ્રામ્યની વિધાન સભા બેઠક પર રાઘવજીભાઈ પટેલ ૩૩,૦૦૦ થી વધુ મતોથી જીત્યા

જામનગર-77 ગ્રામ્ય વિધાનસભાની પેટા ચુંટણીની મત ગણતરી ઓશવાળ સ્કુલ ખાતે ત્રણ રૂમમાં રાખાયેલા 14-14 ટેબલ પર હાથ ધરવામાં આવી હતી. શાંતિપૂર્ણ વાતવારણ વચ્ચે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરી હતી. જેમાં પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના જેન્તીભાઇ સભાયાને લીડ મળ્યા બાદ ભાજપના રાઘવજી પટેલની લીડ સતત વધતી ગઇ હતી અને 18માં રાઉન્ડના અંતે આ લીડ […]

પવિત્ર અમરનાથ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પ્રથમ તસવીર આવી સામે, 46 દિવસ ચાલશે યાત્રા

જમ્મુ-કાશ્મીર આવેલા પવિત્ર અમરનાખ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગ પૂર્ણ આકારમાં છે. અમરનાથ યાત્રા એક જૂલાઈથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ 46 દિવસ સુધી ભોલેનાથના દર્શન કરી શકશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીઅનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ માર્ગ પર અંદાજે પાંચ હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત […]

રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્રને 99.45 PR, પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, મજુરી કરતા પિતાની પુત્રીને 99.75 PR, ખેડૂતના પુત્રને 99.14 PR

ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ શહેરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્ર મિહિરે ધોરણ 10માં 99.45 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે જ પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, છુટક મજુરી કરતા પિતાની પુત્રીને 99.75 PR, ખેડૂતના પુત્રને 99.14 PR અને સુથારી કામ કરનારના […]

આણંદના આંકલાવ નજીક પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10ના મોત, 10થી વધુ ઘાયલ

આંકલાવના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નોકરીથી પરત આવતા અકસ્માત સર્જાયો:  મળતી માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમય ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. […]

સુરતમાં પિતાને કિડનીની બીમારી વચ્ચે આયુષી ઢોલરીયાએ ધોરણ 10માં 99.99 PR મેળવ્યા

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સારું પરિણામ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓએ પિતાની ગંભીર બીમારી વચ્ચે પણ અભ્યાસ કરીને સારું પરિણામ મેળવ્યું છે. વરાછાની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી આયુષી ભીમજીભાઈ ઢોલરીયાએ પિતાની કિડનીની બીમારી વચ્ચે અભ્યાસ કરીને 99.99 PR અને 96.50 ટકા મેળવ્યા છે. માતા હાઉસ […]

અમદાવાદની નવી SVP હોસ્પિ.માં ગરીબ દર્દીઓ સાથે ડિપોઝિટના નામે રૂ.5000ની ઉઘાડી લૂંટ

ગુજરાતમાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રી સારવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્ર દ્વારા નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલના નામની એસવીપી હોસ્પિટલમાં ખુલ્લેઆમ દર્દીઓ અને તેના સગાઓ સાથે લૂંટફાટ કરવામાં આવતી હોવાની ફરિયાદો દર્દીના સગાઓ, વિરોધપક્ષના સભ્યો અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે. એક તરફ […]

અપૂરતા વરસાદના કારણે કચ્છના ખેડૂતો – પશુપાલકોની દયનીય સ્થિતિ સામે સુરતના ખેડૂતોનો સેવાયજ્ઞ, દરરોજ મોકલશે 2 હજાર કિલો ઘાસ

અપૂરતા વરસાદના કારણે જગતનો તાત લાચાર છે. તેમાં પણ કચ્છના ખેડૂતો-પશુપાલકોની સ્થિતિ ખૂબ દયનીય છે. પાણી અને ઘાસની તંગી સર્જાતાં કચ્છમાંથી પશુપાલકો 7 હજાર પશુઓને લઈ અમદાવાદ નજીક સાણંદ ખાતે પહોંચ્યા છે. ત્યાં ઘાસની તંગી હોવાની જાણ દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓને થઈ હતી. આથી ખેડૂત સમાજના એક પ્રતિનિધિ મંડળે ત્યાં જઈ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. બાદ […]

સૌરાષ્ટ્રના અનેક પંથકમાં કમોસમી વરસાદ, સાવરકુંડલા, રાજુલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ

વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં […]

રાજકોટમાં હવે રસ્તા પર પિચકારી મારનાર લોકોના ઘરે ઈ – મેમો આવશે

મહાનગરપાલિકાએ જાહેરમાં થૂંકવા તેમજ કચરો ફેંકતા બંધ કરવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાનું નક્કી કર્યું છે. પોલીસ તંત્રની જેમ મનપા એ ચાલુ વાહને પિચકારી મારનાર કે કચરો ફેંકનારનો આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં ફોટો પડશે અને આરટીઓ કચેરીની મદદથી વાહનની નંબર પ્લેટના આધારે ઘરે ઇ–ચલણ મોકલવામાં આવશે. પ્રથમ વખત રૂ.250, બીજી વખત રૂ.500 તથા બેથી વધારે […]