Browsing category

સમાચાર

સુરત: આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ આવ્યું છે ત્યારે નિકળી તેમની અંતિમયાત્રા

સુરતના અગ્નિકાંડમાં23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાના 5 વિદ્યાર્થીઓએ ચાલુવર્ષે 12માં ધોરણ( સાયન્સના બે અને કોમર્સના ત્રણ)ની પરીક્ષા આપી હતી. આ પાંચ મૃતક વિદ્યાર્થીઓમાંથી 3નું 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે. પરંતુ કમનસીબે તેઓ તેમનું જ પરિણામ જોવા માટે જીવિત રહ્યા નથી. એક તરફ આજે પરિણામ જાહેર થયું હતું, તો બીજી તરફ આ જ સમયે […]

સુરતીઓ હિબકે ચડ્યાં, એક સાથે 19 બાળકોની અર્થીઓ ઉઠી, અગ્નિ સંસ્કારમાં શહેર ઉમટ્યું

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યારસુધીમાં 23ના મોત થયા છે. આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખોદેશ સ્તબ્ધ છે. 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે મૃતકબાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે […]

સંચાલકો રૂ. ૨૦૦૦ માં મળતાં ફાયર સેફ્ટીનાં સાધનો પણ વસાવતા નથી, રાજકોટનાં ૫ ક્લાસીસમાં મનપા એ માર્યા તાળાં

સુરતમાં 19 વિદ્યાર્થીઓનાં મોત બાદ રાજકોટ મહાનગરપાલિકા ફફડી ગયું છે અને ચેકિંગ કરવા આદેશ કર્યો છે. ચેકિંગ દરમિયાન પાંચ ટ્યુશન કલાસીસ સીલ કરાયા છે. ફાયરની ટીમે સેલર, ટેરસ પર ચાલતા કલાસીસમાં ચેકિંગ કર્યું છે અને હવે રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાશે. મનપા અત્યાર સુધી માત્ર નોટિસ આપીને સંતોષ વ્યકત કરતું હતું પરંતુ સુરતની ઘટના બાદ સફાળું […]

સુરતમાં સળગતી બિલ્ડીંગ પરથી કુદકો લગાવનાર રામ વાઘાણીને લેશમાત્ર ઈજા ન થઈ

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશીલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યા હતાં. જેમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં રામ વાઘણીએ પણ કુદકો લગાવ્યો હતો. જો કે સદનસીબે રામને જરા સરખી પણ ઈજા થઈ નહોતી. છ મહિનાથી ક્લાસમાં આવતો 15 વર્ષિય રામ વાઘાણીએ જણાવ્યું હતું કે, તે છ મહિનાથી ક્લાસમાં આવતો હતો. […]

સુરતના 21 બાળકોના મોત માટે આગ જ નહીં કોર્પોરેશન, ફાયર અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર!

સુરતમાં મોટા પ્રમાણમાં સ્થાનિક તંત્રની મિલિભગતથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. સુરતના 7 ઝોનમાં 5000થી વધારે નાના મોટા ટ્યૂશન કલાસીસ ચાલી રહ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ ફાયર સેફટી વિનાના અનેક કલાસીસમાં અભ્યાસ કરે છે. તેમાં પણ નાના મોટા ક્લાસીસ તો ફાયર સેફટી વગર જ ચલાવવામાં માને છે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે ફાયર સેફ્ટી અને […]

સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનરે તમામ ટયુશન ક્લાસિસ બંધ કરવા આદેશ આપ્યા

સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોના મોતની ઘટના બની છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ શહેરમાં આવેલાં તમામ ટ્યુશન ક્લાસિસ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ અપાયા છે. વિજય નહેરાએ ટ્વિટ કરી કહ્યું કે આપણે આવનાર સમયમાં કોઈ અન્ય અકસ્માત ના થાય એવા હેતુંથી તમામ ટ્યુશન ક્લાસિસ […]

આ છે સુરતનો અસલી ‘હીરો’ જેણે જીવ જોખમમાં મુકી બચાવ્યા બાળકોને

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા સમયે આ વ્યક્તિ અસલી હિરો બન્યો હતો. જેણે બે વિદ્યાર્થીનીઓના જીવ બચાવ્યા હતા. સુરતના આ અસલી […]

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગી ભીષણ આગ, 17થી વધુના મોત, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદકા લગાવ્યા

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડનાબીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી અનેક વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યાં હતાં. જેમાં 13ના મોત થયા છે. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું આ દુર્ઘટના […]

પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો

ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં એક પછી એક બેઠકો ઉપર ભાજપની જીત થતી જાય છે. સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર, જુનાગઢ બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે પોરબંદર બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો છે. આમ કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર થઇ છે. ઉલ્લેખનીય છેકે 1991થી ભાજપનો ગઢ ગણાતી આ પોરબંદર બેઠક પર આ વખતે […]

સુરતની બે સગી બહેનોએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને સર કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સુરતની બે બહેનોએ સર કરીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ઉદ્યોગ સિવાય એડવેન્ચરમાં ગુજરાતી સાહસી ન હોવાની વાતને અનુજા અદિતી વૈદ્યએ તોડીને નવો કિર્તીમાન સર કર્યો છે. વિશ્વભરના 14 પર્વતારોહકો અને 25 શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે. 30 માર્ચથી શરૂઆત […]