Browsing category

સમાચાર

મારા ધબકારાની સાથે ઘડિયાળ પણ બંધ થઈ ગઈ : વંશવી કાનાણીની કહાની

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં.. તક્ષશિલા આર્કેડમાં એ દિવસે માત્ર આગ નહોતી લાગી, એક રેસ લાગી હતી. કોણ વહેલું બંધ થાય છે, હૃદયના ધબકારા કે મારી ઘડિયાળનો સેકન્ડ કાંટો, […]

સુરેન્દ્રનગરમાં વીજ વાયર તુટતા બાળકનો જીવ બચાવવા ગાયે પોતાના પ્રાણ આપી દીધા!

થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ આગળ જઈ રહેલ બાળકને ગોથુ મારીને દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો હતો. પરંતુ હેવી વીજ લાઈનના જીવતા વાયરે ગાયના પ્રાણ લઈ લીધા છે. આમ, […]

સુરતના અગ્નિકાંડમાં કૂદેલી આરજુ ખુંટની વાત સાંભળી કાળજુ કંપી જશે, કહ્યું- ભૂસકો માર્યો અને..!!

રામ રાખે તેને કોણ ચાખે? આ પ્રસિદ્ધ કહેવત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ દરમિયાન સાર્થક થઇ છે. જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરતી આરજુ કિશોરભાઇ ખુંટ ત્રીજા માળે ફસાઇ ગઇ હતી. નીચે ઉતરવાની સીડી આગની ઝપેટમાં આવી હતી. તેથી, અંતે ભગવાનનું નામ લઇ તેણે ત્રીજા માળેથી ભૂસકો માર્યો હતો. તે દરમિયાન નીચે ઊભેલા ટોળામાંથી એક વ્યક્તિએ નીચે પડતી આરજુને […]

સુરત અગ્નિકાંડમાં બાળકોનો જીવ બચાવનાર જાંબાઝ જુવાન જતીન જીવન મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યો છે

સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે જીવ બચાવવાની દોડાદોડી સાથે મદદના પોકાર વચ્ચે મોતની ચીસો સંભળાતી હતી. આ અંતિમ ક્ષણોમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ હતા જે આગમાં ફસાયેલાઓનો જીવ બચાવી રહ્યા હતા. જેમાં લસકાણામાં રહેતા જતીન નાકરાણીનો પણ સમાવેશ થાય છે. જતીને ત્રીજા માળે ફસાયેલાવિદ્યાર્થીઓનોજીવ બચાવ્યો હતો. જોકે, આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી […]

સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર જહાંનવીના છેલ્લા શબ્દો.. ‘પપ્પા, આગ લાગી છે, મને બચાવી લો, બધા રસ્તા બંધ છે’

અગ્નિકાંડમાં ફસાયેલા બાળકોએ તેમના પિતા-ભાઈ-સંબંધીઓને ફોન કરીને ઘટનાની જાણ કરીને મદદ માંગી હતી. તેમાં એક જહાંનવી મહેશભાઈ  વેકરિયા હતી. તેને પિતા મહેશભાઈ સાથે છેલ્લે રળતા-રળતા જે વાત કરી તેનો ઓડિયો વાઇરલ થયો છે. વાંચો અક્ષરશ:… જહાંનવી : પપ્પા…પપ્પા જલદી આવો, અહીં આગ લાગી છે અહીં જલદી આવો મહેશભાઈ : કેમ કાંઈ થયું તને? જહાંનવી: નહીં જલદી આવો, રૂમ […]

પરીવારની વ્હાલસોયી એક ની એક દિકરી રૂમીએ મરતાં મરતાં પણ બચાવ્યા બે ત્રણ બાળકોના જીવ

સુરત ના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ મા ખૂબજ ભયંકર આકસ્મિક આગ લાગવાના કારણે દુખઃદ ઘટના બની છે. આ દુખઃદ ઘટના મા અમારા ઘરની દિકરી સ્વઃ રૂમી(રાધી) રમેશભાઈ બલર (ઉંમર વર્ષ 17) નું અવસાન થયેલ છે. રૂમી એ ધોરણ 12 નો અભ્યાસ પી. પી. સવાણી સ્કૂલ માં પુરો કર્યો હતો. આગળ એને પેઇન્ટિંગ નો શોખ હોવાથી […]

સુરતની ઘટના પછી બાળકોની સુરક્ષા માટે એડમિશન પહેલાં જ ચોકસાઈ રાખવા માટે વાલી મંડળે ખાસ ફોર્મ તૈયાર કર્યું

અમદાવાદ: વાલીઓએ બાળકનું સ્કૂલ કે ટ્યૂશન ક્લાસમાં એડમિશન લેતાં પહેલાં કલાસીસ સંચાલક પાસેથી બાંયધરી પત્રક મેળવી લેવાની ભલામણ વાલી મંડળે કરી છે. આ માટે વાલી મંડળે 12 મુદ્દાનું ફોર્મ પણ જાહેર કર્યું છે. એડમિશન પહેલા આ ફોર્મ સ્કૂલ સંચાલક અથવા ક્લાસીસ સંચાલક પાસે ભરાવવાની સલાહ અપાઈ છે. તમામ માહિતી બાદ વાલીને લાગે તો જ એડમિશન […]

ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર સામસામે અથડાઈ, 5ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

ધોલેરા પીપળી હાઈવે પર ગોગલા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને જોઈ ત્યાથી પસાર થતા રાહદારીઓ બચાવ કાર્યમાં જોડાયા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ ભાવનગર શોર્ટ […]

કોણે, કેવી રીતે પૈસાની લાલચમાં ખિલવાડ કર્યો. પડદા પાછળ છુપાયેલા લોકો બચી ના જાય, શેહશરમ છોડી તપાસ કરો: કોર્ટ.

મહાનગર પાલિકા, ડીજીવીસીએલ અને બિલ્ડર સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં સર્જાયેલાં તંત્ર સર્જિત હત્યાકાંડમાં ધરપકડ કરાયેલાં ટયુશન સંચાલક એવા આરોપી ભાર્ગવ બુટાણીને આજે રવિવારે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી દસ દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી. દલીલોના અંતે કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરાયા ત્યારે ઇનચાર્જ કોર્ટે તપાસકર્તા અધિકારી એવા ક્રાઇમ […]

માસૂમ બાળકીએ 23 ભૂલકાંઓને શ્રદ્ધાંજલી આપી, જોનાર લોકોની આંખો ભરાઇ આવી

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી ઘટનાને સુરત ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે, આગની ઘટનાએ 23 પરિવારજનોના લાડકા અને લાડકીઓને છીનવી લીધા હતા અને પરિવારને રડાવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે અશ્વનીકુમાર સ્મશાન ગૃહમાં બાળકોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈન લાગી હતી. દરેક પરિવારજનોનું આખોમાંથી આંશુઓ વહી રહ્યા હતા, જે પણ આ કરુણ દૃશ્યો જોતા […]