Browsing category

સમાચાર

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી / રિવરફ્રન્ટ પર 7 માળની ઊંચાઈ પર રાઇડ બંધ થતાં 29 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા

આશ્રમ રોડ ખાતે વલ્લભસદનની પાછળ રિવરફ્રન્ટને કાંઠે આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં 14 બાળકો સહિત 29ને 21 મીટરની હાઈટ પર ફસાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે અનુભવના આધારે તાત્કાલિક 55 મીટરની હાઈટથી રેસ્કયુ કરી શકાય તેવું ટર્ન ટેબલ લેડર મોકલ્યું હતું […]

બોન કેન્સરથી પીડાઈ રહેલી દીકરીને પોતાના પગે ચાલતી કરવા પિતાએ પોતાના પગનું હાડકું આપી દીધું

8 વર્ષની શ્રીયાએ બોન ટ્યૂમરની સફળ સર્જરી બાદ પટ્ટી બાંધેલા ડાબા પગ સાથે પોતાના પિતાનો હાથ પકડીને સ્વતંત્ર રીતે જિંદગી જીવવા તરફ એક ડગલું માંડ્યું હતું. શ્રીયાની જાંઘના હાડકા જે ભાગમાં કેન્સર હતું તે કાપીને તેની જગ્યાએ પિતાના પગના હાડકાનો ભાગ ત્યાં લગાવાયો હતો. દીકરીને બોન કેન્સર હતું શ્રીયાના પગમાં સર્જરી કરનારા ડો. મંદિપ શાહ […]

અમેરિકાની ધરતી પર સૌ પ્રથમ વખત 20 એકર સરોવરમાં 12 જ્યોર્તિલિંગની સ્થાપના કરાશે

સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિર ખાતે 20 એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વિપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની સ્થાપના કરાશે, જેમાં પ્રથમ પાટોત્સવ પ્રસંગે સોમનાથ મહાદેવ, રામેશ્વર, કાશી વિશ્વનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, ત્રંબકેશ્વર મહાદેવ, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર, અમરનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પધરાવવામાં આવશે. અમેરિકા જેવા દેશમાં ઇતિહાસમાં પહેલીવાર બાર જ્યોતિર્લિંગની સ્થાપના થશે. […]

સુરતના કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં 3ને બચાવ્યા બાદ ઉપરથી કૂદતી વિદ્યાર્થિનીને ઝીલી તો ખભે આંચકો આવતાં ફેકચર થયું

સુરતમાં બનેલ આગના બનાવમાં મૂળ લખતરના વણા ગામનાં વતની અને હાલ સુરત અગ્નિશામક દળમા ફરજ બજાવતા યુવાને ચાર વિધાર્થીઓને બચાવ્યા હતા. પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવી વતનની યશકલગીમાં યુવાને છોગુ ઉમેર્યુ હતું. જો કે, ત્રણ વિદ્યાર્થીઓે બચાવ્યા બાદ ઉપરથી કૂદેલી વિદ્યાર્થીનીને પકડતા તેને ખભાના ભાગે આંચકો આવતાં ફેકચર થયું હતું. સુરતના તક્ષશિલા આર્કેડમાં ભયંકર આગ લાગવાનો […]

હવે નાના-મોટા તમામ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સમ્માન નિધિનો લાભ મળશે, 14.5 કરોડ પરિવારોને ફાયદો

મોદી કેબિનેટની પ્રથમ બેઠક શુક્રવારે સાંજે થઈ હતી. તેમાં પ્રથમ નિર્ણય કિસાન સમ્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવાનો લેવામાં આવ્યો હતો. વચગાળાના બજેટમાં થયેલી જાહેરાત મુજબ, અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. 2 હેકટર જમીનની સીમા […]

સેવા સંગઠનના 100 વકીલોએ ભેગા મળીને પહેલા 22 મૃતકોને ન્યાય અપાવવાનું કામ શરૂ કર્યુ

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ બાદ સેવા નામના સંગઠનની સ્થાપ્ના થઈ હતી. સેવાના 100 જેટલા વકીલોએ 30મી મેની રાત્રે મિતુલ ફાર્મ ખાતે મિટીંગ યોજી હતી. જેમાં વકીલોએ સંગઠનનું પહેલું જ કામ મૃતકોને ન્યાય અપાવવાનું સ્વિકાર્યું હતું. વકીલોએ તમામ મૃતકોને ન્યાય કેવી રીતે મળી શકે તે અંગેની ચર્ચા કરીને પાંચ વિભાગમાં જવાબદારી વહેંચી […]

ફીલીપાઈન્સમાં અનોખી પહેલ: વિદ્યાર્થીઓ 10 છોડ વાવશે તો જ મળશે તેમને ગ્રેજ્યુએશનની ડિગ્રી

પર્યાવરણને લઈને દુનિયાના દરેક દેશને ચિંતા છે. આધુનિક લાઇફસ્ટાઇલને પગલે હરિયાળી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે! ફીલીપાઈન્સ દેશમાં 20મી સદી દરમિયાન વન ક્ષેત્ર 70 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયો હતો. અહીંની સરકાર દેશમાં લીલોતરી વધારવા માટે પ્રયત્નો કરી રહી છે, તેમાં હાલ એક નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ પ્રમાણે એજ્યુકેશન પૂરું […]

30થી વધુ વિદ્યાર્થીઓ હોય તો ક્લાસ રૂમમાં બે દરવાજા ફરજિયાત

અમદાવાદઃ 30 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તે કલાસરૂમમાં બે દરવાજા રાખવા ફરજિયાત છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા યોજાયેલા ફાયર એનઓસી અંગેના સેમિનારમાં પૂછાયેલા સંચાલકોના પ્રશ્નના જવાબમાં ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તુરે જણાવ્યું હતું. 1100ની ક્ષમતાવાળા ટાઉનહોલમાં દસ્તુરનુ લેકચર સાંભળવા 3500થી વધુ સંચાલકો હાજર રહ્યાં હતા. દર 30 વિદ્યાર્થીએ અગ્નિશામકની એક બોટલ રાખવી પડશે સવાલઃ […]

સુરતમાં ફાયર સેફ્ટીની બોટલનું પરીક્ષણ કરતાં સામાન્ય આગ પણ નહીં બુઝાતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે

એક અગન તાંડવની દુ:ખદાયક ઘટના બનતાં સફાળા બેઠા થયેલા તંત્રએ એક પછી એક મિલ્કતોને નોટિસ આપવાનું અને સીલ મારવાનું શરૂ કરતા નાના નાના વેપારીઓ પોતાને ત્યાં સીલ મારી જવાની અને પોતાનો ધંધો બંધ રહેવાના ડરથી તાત્કાલિક ફાયર સેફ્ટીની બોટલો વસાવવા લાગ્યા છે.પરંતુ વેપારીઓ જાતે કરેલા ડેમોમાં આ બોટલ સેફ ન હોવાનું સામે આવ્યું છે. સોશિયલ […]

મૃતકના પિતાનું અલ્ટીમેટમ: ઉત્તરક્રિયા સુધીમાં પરિણામ આપો નહીંતર ફળ ભોગવવા તંત્ર તૈયાર રહે

‘અમે હાલ બાળકો ગુમાવવાના દુખમાં છીએ. ઉત્તરક્રિયા સુધી રાહ જોશું કે આ ઘટનાના બેજવાબદારને કડક સજા મળે છે કે નહીં.? જો આ માનવસર્જિત અપરાધમાં બદલીઓ અને શો-કોઝ નોટિસનો જ ખેલ ચાલ્યા કરશે અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે એફ. આર. આઇ. નહીં થાય અને ડીજીવીસીએલની બેદરકારીને ઉજાગર નહીં કરવામાં આવે તો અમે જ એક્શન લઇશું.’ વાતચીતમાં […]