Browsing category

સમાચાર

સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઇનડેડ થયેલ મહિલાના હ્રદય અને ફેંફસાને મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા, છ લોકોને મળશે નવું જીવન

ટેક્સટાઈલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફેસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઈની 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં નવું જીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિરણબેનના કિડની […]

‘પોલીસમાં હોવા છતા પણ પરિવારને હેરાન કરનારને સજા આપી ના શકી’, મહિલા કોન્સ્ટેબલની હ્યદય કંપાવતી સ્યૂસાઇડ નોટ

2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો […]

છત્રપતિ શિવાજી મહારાજને આપી અનોખી રીતે ટ્રીબ્યૂટ, આકાશમાંથી દેખાય છે શિવાજી મહારાજનો ફોટો

મહારાષ્ટ્રનું એક ગામ સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થઇ ગયું. આ ગામને હાલમાં ગૂગલ મેપ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેની પાછળનું એક ચોક્કસ કારણ છે, હકીકતમાં મહારાષ્ટ્ર નાં એક ગામ નિલંગાને ગુગલ મેપ પર જોવા પર અહીં એક ખેતરમાં શિવાજી મહારાજનું ચિત્ર નજર આવ્યું. આ ચિત્રને કલાકાર મહેશ નિપાનિકરે શિવાજીની જન્મજયંતિ માટે બનાવ્યુ […]

બાઈકિંગ ક્વીન્સ: બાઈક પર એવરેસ્ટ બેઝકેમ્પ સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની

બાઇકિંગ કરવું એ હંમેશાં પુરુષોનો ગઢ રહ્યો છે. પણ હવે આમાં મહિલાઓ પણ એન્ટ્રી લઈ રહી છે અને નિતનવાં રેકોર્ડ બનાવી રહી છે. સુરતની બાઇકિંગ ક્વીન્સ તરીકે ઓળખાતી ત્રણ લેડી બાઇકર્સ ડો. સારિકા મહેતા, જિનલ શાહ અને રુતાલી પટેલે તારેજતરમાં એવરેસ્ટ બેઝકેમ્પ પર બાઇક ચલાવી ઈતિહાસ રચ્યો છે. આ જગ્યાએ બાઇક લઈને રાઇડ કરનારી તેઓ […]

હિમાચલ પ્રદેશના કુલ્લુ માં 500 ફુટ ઊંડી ખીણમાં બસ પડી જતા 42 યાત્રિકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 42 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે 37થી વધુ લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે. કુલ્લુ એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે બસમાં લગભગ […]

અડધી રાત્રે બાથરૂમમાં જતી રહી ત્રણ વર્ષની બાળકી, જ્યારે મા-બાપની ઉંઘ ઉડી પછી જે જોયુ તે ચોંકાવનારુ હતું

મધ્યપ્રદેશના રાયસેનમાં ત્રણ વર્ષની બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જવાથી મોત થયું છે. જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે બાળકીના માતા-પિતા ઘરમાં સૂતા હતા અને તેમને આ ઘટનાની જાણકારી સવારે ઉઠ્યા બાદ ત્યારે મળી જ્યારે બાળકીને બેડ પર જોઇ નહીં. પોલીસનું કહેવું છે કે સુરેન્દ્ર રઘુવંશી સફાઇ સામગ્રીના જથ્થાબંધ વેપારી છે. તેઓ પોતાની પત્ની અને ત્રણ […]

હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે

નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યુ છે, ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં બોર્ડની પરીક્ષાને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર વિદ્યાર્થીઓ જાતે બદલી શક્શે. આ મહત્વના નિર્ણય બાદ અનિવાર્ય સંજોગોમાં વિદ્યાર્થીઓને રાહત મળી શકે […]

સંગીત સાંભળવાથી કેન્સરના દર્દીઓની પીડા અને થાક ઓછો થય જાય છે : રિસર્ચ

દરરોજ 30 મિનિટ સંગીત સાંભળવું કેન્સરના દર્દીઓની પીડા ઓછી કરે છે. આ દાવો તાઇવાનના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધકો અનુસાર, જ્યારે કેન્સરના દર્દીઓ સંગીત સાંભળે છે ત્યારે તેમનાં મગજમાં એવા રસાયણો રિલીઝ થાય છે જે તેમનામાં ખુશી અને હકારાત્મક લાગણી જગાડે છે. મગજમાં હર્ષનાં રસાયણો બને છે તાઇવાનની યુઆન્સ જનરલ હોસ્પિટલમાં હાથ ધરાયેલા […]

રાજકોટથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઈનડેડ યુવાનના હ્રદય, લીવર, કિડની અમદાવાદ પહોંચ્યા, 8 લોકોને મળશે નવુ જીવન

રાજકોટ શહેર આજે અનોખી અને ઐતિહાસિક ધટનાનું સાક્ષી બની ગયું છે. શહેરની બીટી સવાણી હોસ્પિટલમાંથી 15 વર્ષીય બ્રેઈનડેડ કિશોરનું હ્રદય વહેલી સવારે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હવાઈ માર્ગ થકી લઈ જવામાં આવ્યું છે. માત્ર 6 મિનિટમાં કિશોરના હ્રદયને હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતુ. આ માટે 60 જેટલા પોલીસ જવાનોને પણ ખડે પગે રાખવામાં આવ્યા હતા. આ […]

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના દિવસે જન્મેલા બાળકના લાડવા પ્રસંગે પરિવારે દ્રારા ફાયર સેફ્ટીનો પ્રચાર કર્યો

તક્ષશિલા અગ્નિ કાંડ બાદ સરકારી તંત્ર તો રીતસર ધંધે લાગ્યું જ છે પણ બીજી બાજુ સમાજ મારે સારા સંકેત જાણવા મળતાં હોય તેમ લોકો પણ જાગૃત થવા લાગ્યા છે. આવો એક અનુકરણીય કિસ્સો તાજેતરમાં મોટા વરાછા વિસ્તારમાં બન્યો. જેમાં એક યુવાન ઉદ્યોપતિને ત્યાં પુત્રના જન્મ બાદ લાડવાની વિધિ વખતે ફાયર સેફ્ટીનાં સાધનો બતાવી લોકોને જાગૃત […]