Browsing category

સમાચાર

લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન: ‘પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ, વિધર્મીઓ દ્વારા ઓળખ છુપાવીને દીકરીઓને ફસાવવામાં આવી રહી છે! આ ચલાવી લેવામાં નહીં આવે’

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. પરંતુ, આ મામલે ગુજરાત પોલીસ સતર્ક છે કોઈને પણ […]

અરવલ્લીમાં થર્ટીફર્સ્ટે દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદાર ઝડપાયા, બોલવાનું કે ચાલવાનું પણ ભાન નહોતું!

અરવલ્લીમાં થર્ટીફર્સ્ટની રાતે સરકારી બાબુઓની દારૂ પાર્ટી ઝડપાઈ હતી. જેમાં પોલીસે નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, થર્ટીફર્સ્ટની રાતે પોલીસ દ્વારા રાજ્યભરમાં વિવિધ જગ્યાએ નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. દરમિયાન અરવલ્લીમાં થર્ટીફર્સ્ટ પર દારૂની મહેફિલ માણતા સરકારી અધિકારીઓને પોલીસે ઝડપી લીધા […]

રાજકોટમાં બાળકો સાથે ટ્રિપલ સવારીનો દંડ માંગતા મહિલાનો આક્રોશ, કહ્યું: હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારે બાળકોને ક્યાં મૂકવા જવાં?

તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વોર્ડન દ્વારા લોકોને નહીં રોકવાના આદેશો આપ્યા બાદ પણ કોઈ ને કોઈ બાબતે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ થતું રહે છે. ત્યારે રાજકોટના કોઠારિયા નજીક આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા સાથે બાળક હોવાને કારણે પોલીસે તેમને અટકાવી ટ્રિપલ સવારીનો દંડ માગ્યો હતો. એને લઈ […]

પાટણમાં ખરાબ રોડના કારણે બાઈક પર જઈ રહેલ મહિલાનું અકસ્માતમાં મોત, પતિએ હાઇ-વે ઓથોરિટી સામે નોંધાવી ફરિયાદ

પાટણ જિલ્લાના રાધનપુરથી સાંતલપુર સુધીનો હાઇવે બિસ્માર બન્યો છે, જેને લઈ હાઇવે ઉપર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે રસ્તા પર ખાડાને કારણે એક મહિલા બાઈક પરથી પટકાઈ હતી, જેથી તેનું મોત થયું હતું. ત્યારે આ અકસ્માતના લઈ મહિલાના પતિ પાલાભાઈ મોહનભાઈએ વારાહી પોલીસ સ્ટેશનમાં હાઈવે ઓથોરિટી પર […]

સુરતમાં સિટી બસે કાકી ભત્રીજીને અડફેટે લેતા ધોરણ 9ની વિદ્યાર્થિનીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત

રાજ્યમાં બસ અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. રાજ્યના અલગ-અલગ શહેરમાં ક્યારેક સીટી બસ તો ક્યારેક એસ.ટી. બસ અકસ્માતની ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં જાણે સિટી બસ બેફામ બની હોય તેવું લાગે છે. કારણ કે સુરતમાં વધુ એક સિટી […]

બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજકનું સ્ફોટક નિવેદન, ‘સોમનાથ મંદિરની જમીન પર કબ્રસ્તાનના નામે કબજો કરવામાં આવી રહ્યો છે’

બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક સોહનસિંહ સોલંકી શુક્રવારે એક દિવસની અમદાવાદની મુલાકાતે હતા ત્યારે દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ જેવા કે રામ મંદિર, કાશી, સોમનાથ, દ્વારકા, કચ્છ ભુજ, દેશની સરહદ અને ઉત્તર પ્રદેશની ચુંટણી અંગે વાત કરી હતી. જેમાં ખાસ હિન્દુત્વ પર તેમને ભાર મુક્યો હતો. સોહનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં હમણાં જ સોમનાથ મંદિરની મુલાકાત […]

વડોદરામાં થર્ટીફર્સ્ટની રાતે દારૂના નશામાં દીકરાની ધરપકડ થતાં ભાજપની મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું

વડોદરા પોલીસે થર્ટીફર્સ્ટની નાઈટે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં મોડી રાત્રે વોર્ડ નં.14નાં ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાઉન્સિલર જેલમબેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી. એની જાણ ભાજપ કોર્પોરેટર માતાને જાણ થતાં તેમણે દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે […]

મૂળ બોટાદની અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતી 20 વર્ષની યુવતી પર તેના જ મિત્રએ અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને 18 દિવસ સુધી ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું

બોટાદ જિલ્લામાં એક 20 વર્ષીય યુવતી જે ડોક્ટર બનવાના સપના જોઈ રહી હતી અને મેડિકલનો અભ્યાસ કરવા માટે તૈયારી કરી રહી હતી તેના પર ત્રણ આરોપીઓ દ્વારા કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી છે. આ ત્રણેય વ્યક્તિએ બોટાદમાં એક ફાર્મ હાઉસમાં યુવતીને 18 દિવસ સુધી ગોંધી રાખી હતી અને તેના પર પાશવી અત્યાચાર […]

નાની-નાની વાતમાં ટોર્ચર કરતા પ્રિન્સીપાલના ત્રાસથી કંટાળીને શિક્ષકે પ્રિન્સીપાલની ચેમ્બરમાં ઝેરી દવા પીધી

બહુચરાજીના શંખલપુર રોડ પર આવેલી રત્નમણી સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સીપાલના ત્રાસથી કંટાળીને અંગ્રેજીના શિક્ષકે શુક્રવારે સવારે તેમની ચેમ્બરમાં જ ઝેરી દવા ગટગટાવી લેતા ગંબીર હાલતમાં મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાની જાણ થતા સ્કૂલના ટ્રસ્ટીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને શિક્ષકના પરિવારને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી. મુળ પાંચોટના રહીશ […]

અમદાવાદીઓને નવા વર્ષનું નજરાણું: હેલિકોપ્ટર સેવા શરૂ, રિવરફ્રંટથી ઉડાણ ભરી માણી શકાશે શહેરનો નજારો, જાણો કેટલા રૂપિયા ખર્ચવા પડશે?

1 જાન્યુઆરીથી અમદાવાદમાં હેલિકોપ્ટર જોયરાઈડ સર્વિસનો પ્રારંભ થશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી સાબરમતી રિવરફ્રંટથી આ સેવાનો પ્રારંભ કરાવશે, તેમ શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ સેવાનો પ્રારંભ થતાં અમદાવાદીઓ આકાશમાંથી શહેરનો નજારો માણી શકશે. નવા વર્ષે અમદાવાદીઓને નવું નજરાણું આપવામાં આવ્યું છે. કોરોનાના વધતાં કેસ અને નિયંત્રણોએ શહેરીજનોના નવા વર્ષની ઉજવણીના […]