Browsing category

સમાચાર

અમદાવાદ- કાંકરિયામાં રાઇડ તૂટતા 3નાં મોત, 27 લોકો ઇજાગ્રસ્ત, રાઇડ સંચાલકની અટકાયત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-યુવકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાંઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી […]

ભાવનગરના વલ્લભીપુરનો જવાન જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ

ભાવનગરના વલ્લભીપુરના કાનપર ગામના દિલીપસિંહ ડોડિયા જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કોઇ કારણોસર વાન પલ્ટી મારી ગઇ હતી. જેમાં દિલીપસિંહ શહીદ થતા પરિવારમાં શોકનું પ્રસરી ગયું છે. દિલીપસિંહ, તેની પત્ની અને પુત્રી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતા. જવાનના શહીદ થવાના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો. તો સાથે સાથે જવાન દિલીપસિંહનાં […]

આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓને કીમોથેરપી નહીં, પણ આ 3 દવાઓનું મિશ્રણ આપશે લાંબુ જીવન: રિસર્ચ

સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં કેન્સરની સારવાર માટે ‘કીમોથેરપી’ અપાતી હોય છે. પરંતુ BRAF જીન્સમાં ફેરફાર ધરાવતા દર્દીઓ માટે એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબ નામની દવાઓ કિમોથેરપી કરતા ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઇ છે. એડવાન્સ સ્ટેજનાં આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓ પર દવાની સારવાર કરવાથી 9 મહિના વધુ જીવન મળે છે. યુકેમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પ્રોફેસર […]

ઉત્તર પ્રદેશ: લખનઉથી દિલ્હી જતી બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોના ગંભીર રીતે ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ મળતી માહિતી પ્રમાણે અવધ ડેપોની બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે યમુના એક્સપ્રેસ હાઉવે પાસે એક નાળામાં ખાબકી હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. જેમાંથી29 લોકોના મોત […]

સુરત: તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની નિકળી અસ્થિયાત્રા, અનેક લોકો જોડાયા,

સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ […]

સુરતની એવી શાળા જ્યાં નથી લેવાતી ફી, અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જમીન પર બેસીને બાળકો કરે છે અભ્યાસ

સુરત શહેરના વેસુમાં આવેલી ગુરૂકુલમ્ શાળામાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુરૂપ બાળકોને અભ્યાસ કરાવામાં આવે છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં આ શાળામાં અબજોપતિના સંતાનો પણ અભ્યાસ કરે છે. જેમાં 175 બાળકોને ભણાવવા માટે 45 શિક્ષકો છે. વિદ્યાર્થીઓ લિંપણવાળી જમીન પર બેસીને અભ્યાસ કરે છે. બૌદ્ધિક અને શારીરિક રીતે […]

અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનના લીધે પહાડ પરથી પડી રહ્યા હતા પથ્થર, ત્યારે ITBPના જાંબાઝ જવાનોએ યાત્રીકોની ઢાલ બનીને રોક્યા પથ્થરો

પહેલી જુલાઈથી 45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક કુદરતી આફતો વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. બમબમ ભોલેના નારા સાથે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આગળ વધતા આસ્થાળુઓના રક્ષણ માટે ઠેરઠેર ITBPના જવાનો પણ ખડેપગે છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાઈરલ થયો છે જેમાં જોઈ […]

ભારે વરસાદથી મુંબઈ બેહાલ, 48 કલાકમાં 21 ઈંચ વરસાદ, ત્રણ શહેરોમાં દીવાલ પડવાથી 27ના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે […]

મૂળ વડોદરા શહેરની 7 વર્ષીય દિયા પટેલ યુકેમાં ચેસની રમતમાં બની ચેમ્પિયન

મૂળ વડોદરાની 7 વર્ષીય દિયા પટેલને યુકેમાં તેના વયજૂથ માટે ગ્લોસ્ટેશર સ્ટેટ ચેમ્પિયનશિપનો અવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ સ્ટેટ ચેમ્પિયનશિપ મેગા ફાઇનલ્સમાં સૌથી વધુ પોઇન્ટસ મેળવવા બદલ તેને સુપ્રેમા એવોર્ડ એનાયત કરાયો હતો. દિયા પટેલની માતા દિપલ પટેલ મૂળ વડોદરાનાં છે. દિયાને તેની માતા પાસેથી ગણિત અને વિશ્લેષણાત્મક વિચારસરણીમાં રૂચી લેવાનો વારસો મળ્યો છે. તેની […]

જમ્મુ-કાશ્મીરમાં બસ ઊંડી ખાઈમાં ખાબકી પડતા 33 યાત્રીઓના કરુણ મોત, 22 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. એક્સિડન્ટમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ડેપ્યૂટી કમિશ્નર અંગ્રેજ સિંહ રાણાએ જણાવ્યું કે, ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ કેશવાનથી કિશ્તવાડ […]