Browsing category

સમાચાર

ખેરાલુનો જવાન કાશ્મીરમાં શહીદ, ગામમાં છવાયો માતમ, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું. શહીદ જવાનના પાર્થિવ દેહને કૂડા ગામે લાવવામાં આવ્યો હતો. આર્મીના જવાનોએ સન્માન સાથે શહીદની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ શહીદને નમન કરવા માટે આવ્યાં હતાં. સમગ્ર ખેરાલુ પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃતકનાં શહીદીનાં […]

અક્ષયકુમારે આસામના પૂરગ્રસ્તો માટે રૂ. બે કરોડની સહાયતાની કરી જાહેરાત

ભારતના રાજ્ય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના 33માંથી 30 જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. અક્ષય કુમાર પૂરની સ્થિતિ સામે લડી રહેલા આસામના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આસામમાં પૂરના કારણે આશરે 52 લાખ […]

ગ્રામ્ય વિસ્તારોમાં વાડાની જમીન કાયદેસર કરી કબજેદારને સોંપી દેવાશેઃ જાહેરાત

ગ્રામ્ય વિસ્તારમાં સરકારી માલિકીની વાડાની જમીનમાં વર્ષોથી રહેતા પરિવારને તે જમીન કાયદેસર કરીને કબજો સોંપવામાં આવનાર હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું. રેવન્યુ કાયદામાં ફેરફાર કરાયો મુખ્યમંત્રીએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) […]

400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા વિશ્વભરમાં પ્રસિદ્ધ ડૉ. ત્રિવેદી વેન્ટિલેટર પર, તબિયત સુધારા પર હોવાનો ડોક્ટરનો દાવો

400થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટનો રેકોર્ડ બનાવી ચુકેલા છે નેફ્રોલોજિસ્ટ ડૉ. એચ.એલ. ત્રિવેદીનું બીપી ઘટી જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે. તેમની તબિયત સુધારા પર હોવાનો તબીબોનો દાવો છે. બ્લડપ્રેશર કંટ્રોલ થતાં હાલ તબિયત સુધારા પર કિડની ઇન્સ્ટિટટ્યૂટનાં નેફ્રોલોજી વિભાગના વડા અને ડો. એચ.એલ. ત્રિવેદીની સારવાર કરતાં ડો. હિમાંશુ પટેલે કહ્યું કે, છેલ્લાં ઘણાં […]

અમદાવાદમાં રાઈડ તૂટતાં ઈજાગ્રસ્ત થયેલા 15 વર્ષના કિશોરનો કાપવો પડ્યો પગ, હજુ નાજુક સ્થિતિ છે

શોભિત ગુપ્તા (27 વર્ષ), બિજલ ભાવસાર (23 વર્ષ) અને તેના ભાઈ તીર્થ (15 વર્ષ) માટે રવિવાર ભયાનક સાબિત થયો. હાલમાં જ શોભિત અને બિજલને તેમના પરિવારો તરફથી સગાઈની મંજૂરી મળી. ગુપ્તા અને ભાવસાર પરિવારે તેમનો સંબંધ મંજૂર કરી દેતાં તેઓ પ્રેમની ઉજવણી કરવા કાંકરિયા આવ્યા હતા. જો કે, કાંકરિયા લેકફ્રંટ પર આનંદની પળો વિતાવવા આવેલા […]

ઘરમાં ન હતું ટોઇલેટ અને ગામની આ પરેશાની જોઈને ખેડૂતના દીકરાએ 5 ગામમાં બનાવડાવ્યાં 484 શૌચાલય

મહારાષ્ટ્ર: દેશમાં આજે પણ અનેક એવા ગામ છે, જ્યાંના લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે. અનેક જગ્યાએ શૌચાલયનો અભાવ છે તેવામાં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના રહેવાસી ગણેશ દેશમુખે પોતાના ખર્ચે પાંચ ગામમાં 484 શૌચાલય બનાવડાવ્યાં છે. 34 વર્ષીય ગણેશ દેશમુખનો જન્મ ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. ગામલોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરતા જોઈને ગણેશે આ કામ કર્યું છે. […]

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી, 12ના મોત; 40થી 50 લોકો ફસાયા, માનવસાંકળથી બચાવ કામગીરી થઈ રહી છે

મુંબઈના ડોંગરીમાં ટંડેલ ગલીમાં આવેલી 4 માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે.ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. જોકે મૃતક આંક વધવાની શક્યતા છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે […]

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયું નામ

ગુજરાતના રાજ્યપાલ પદે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મૂળ હરિયાણાના પાણીપત જિલ્લાના વતની છે. આચાર્ય દેવવ્રત સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોને અનુસરવાથી લઈ યોગ અને ઝીરો બજેટ કૃષિમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેઓ લભગ 35 વર્ષ સુધી આર્યસમાજ અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ […]

કચ્છમાં ટ્રક, રીક્ષા અને બાઈકનો ત્રિપલ એક્સિડન્ટ થતા 10 લોકોના મોત

આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. ટ્રક માતાના મઢ તરફ જઈ રહ્યો હતો જ્યારે સામેથી આવતી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાનો પડીકું વળી ગઈ હતી. ટ્રાફિક જામ જેવા દ્રશ્યો અકસ્માતને […]

અમદાવાદ રાઇડ્સ દુર્ઘટનામાં ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

કાંકરિયા તળાવમાં બાલવાટિકા પાસે બનેલી રાઇડ્સ દુર્ઘટનાના કારણે બે લોકોના મોત થયા છે. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. જોકે, આ દુર્ઘટનાએ દાણીલીમડા રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઇનો ભોગ લીધો છે. રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે દાણીલીમડા […]