Browsing category

સમાચાર

ગુજરાતનું ગૌરવ: ગુજરાતી મૂળના પ્રીતિ પટેલ સૌ પ્રથમવાર બન્યા બ્રિટેનની નવી સરકારમાં ગૃહમંત્રી

બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટેરીઝા મેની બ્રેગિટ સ્ટ્રેટેજીના મુખ્ય આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રીતે બ્રિટેનમાં ભારતીય મૂળની આ પ્રથમ ગૃહમંત્રી બન્યા છે. પ્રીતિ કંઝરવેટિવ પાર્ટી નેતૃત્વ માટે બેક બોરિસ અભિયાનની મુખ્ય સભ્ય હતી અને પહેલેથી જ સંભાવના હતી કે તેમને કેબિનેટમાં કોઈ મોટી જવાબદારી આપવામચાં […]

ઉમરપાડાના દેવઘાટ ધોધમાં સેલ્ફી લેવાના ચક્કરમાં PWDના યુવા કોન્ટ્રાક્ટરે ગુમાવ્યો જીવ

ઉમરપાડાના દેવઘાટ પ્રવાસન કેન્દ્ર ખાતે પરિવાર સાથે પિકનિકનો આનંદ માણવા આવેલા ભરૂચના 36 વર્ષીય પીડબલ્યુડીના સરકારી કોન્ટ્રાક્ટરનું દેવઘાટના ધોધ ઉપર સેલ્ફી લેવા જતાં પગ લપસી જતાં ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. પરિવારના સભ્યોની નજર સામે જ કરૂણ મોત થવાથી પત્ની, નાના બાળકો સહિતનો સમગ્ર પરિવાર હૈયાફાટ રૂદન આક્રંદથી શોકમાં ગરકાવ થયો છે. સૂચનાનો અનાદર કરી […]

જુઓ ભારતીય વાયુસેનાની મહિલા પાઇલટની દિલેરી, 17 હજાર ફૂટની ઊંચાઈએ દિલધડક રેસ્ક્યુ કરીને બચાવ્યા જીવ

જમ્મુ કશ્મીરના લદ્દાખ વિસ્તારમાં દરિયાની સપાટીથી 17 હજાર ફૂટ ઊંચે બરફથી છવાયેલા વિસ્તારમાં કરાયેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સામે આવતાં જ દેશવાસીઓ જાંબાઝ મહિલા પાઈલટની બહાદુરીના વખાણ કર્યા હતા. ભારતીય વાયુસેનાની જાંબાઝ પાઈલટ સુરભી સક્સેનાએ વિષમ વાતાવરણમાં પણ ઉડાન ભરીને બે અધિકારીઓના જીવ બચાવ્યા હતા. આ દિલધડક રેસ્ક્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો […]

અમદાવાદમાં ચોરીના સ્કૂટરનો ઈ-મેમો પોલીસ માલિકના ઘરે મોકલે છે પણ સ્કૂટર શોધી શકતી નથી

અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી 10 મહિના પહેલા ચોરી થયેલું સ્કૂટર વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહ્યું છે. બુકાનીધારી યુવક-યુવતી આ સ્કૂટર પર વસ્ત્રાપુરમાં ફરી રહ્યા છે અને 3 વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યુ હોવાથી માલિકના ઘરે ઈ-મેમો પણ આવી ચૂક્યા છે. સીસીટીવીમાં સતત દેખાતા આ યુવક-યુવતી વસ્ત્રાપુરમાં રહેતા હોવાની શંકાના આધારે પોલીસે […]

મંદીનો માહોલ છે પૈસા બચાવી ને રાખો, વેકેશનના મેસેજ ફરતા થતાં રત્નકલાકારોમાં ચિંતા

સુરત: ‘મંદીનો માહોલ છે, કારીગર ભાઈઓએ પૈસા ગમે ત્યાં વાપરવા નહીં અને આવનાર સમયમાં તૈયાર હીરાનું વેચાણ ન થવાથી મંદી રહેશે તો 2-3 મહિનાનું વેકેશન રાખવામાં આવશે’. આવા પ્રકારના મેસેજથી સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે, આગેવાનોના મતાનુસાર, આ ફક્ત અફવા છે. આવનારા દિવસમાં ખરીદી નીકળશે. મંદીની સ્થિતિ સુધરશે. હીરા ઉદ્યોગમાં ફરી ચિંતાનું […]

ભારત માટે ઐતિહાસિક ક્ષણ: ચંદ્રયાન-2નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું, 17 મિનિટ બાદ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું

ચંદ્રયાન-2 આજે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને સ્થિતિ સામાન્ય છે. આ પહેલાં ઈસરોએ શનિવારે ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કર્યું હતું.ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2:51 થવાનું હતું જે ટેકનિકલ ખરાબીને કારણે રદ કરાયું હતું. ઈસરોએ એક […]

રાજ્યમાં ફરી મેઘમહેર, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલી ઈસ્ટ વેસ્ટ શિઅર સિસ્ટમને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર સર્જાઈ હતી. તાપી જિલ્લામાં ગત રાત્રિથી શરૂ થયેલી વરસાદની મહેર વચ્ચે આજે સવારે છ વાગ્યા સુધીના વીતેલા ચોવીસ કલાક દરમિયાન કુકરમુંડામાં બે ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે નિઝર અને સોનગઢમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. અમરેલીના વડીયા, […]

ઇન્ડિયન એરફોર્સ PUBGને આપશે ટક્કર, લોન્ચ કરશે મોબાઇલ ગેમ

દુનિયામાં અત્યારે સૌથી લોકપ્રિય મનાતી પબજી ગેમને હવે ઇન્ડિયન એરફોર્સ આપશે ટક્કર. એરફોર્સ હવે નવી મોબાઇલ ગેમ લોન્ચ કરવા જઇ રહી છે. એરફોર્સે તેનો ટીઝર વિડીયો પણ લોન્ચ કર્યો છે. આ ગેમને એરફોર્સ દ્વારા 31 જુલાઇએ વિધિવત રીતે લોન્ચ કરાશે. આ ગેમમાં પાકિસ્તાનના વિમાનને તોડી પાડનાર એરફોર્સના કેપ્ટન અભિનંદનને હીરો બતાવવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ અને […]

રાજકોટમાં કારચાલકને હેલ્મેટ ન પહેર્યાનો ઇ-મેમો અપાયો, આડેધડ વાહનચાલકોને ઇ-મેમો મોકલાતા રોષની લાગણી ફેલાઇ રહી છે

શહેરમાં આઇ-વે પ્રોજેક્ટ શહેરની સુરક્ષા માટે મૂકવામાં આવેલા કેમેરાનો ઉપયોગ આજકાલ હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનમાલિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. પરંતુ આઇ-વે પ્રોજેક્ટ રોંગ-વે પર જઇ રહ્યો હોય તેમ કારચાલકને હેલ્મેટ ન પહેર્યાનો ઇ-મેમો મોકલી આપ્યો છે. આ ઉપરાંત એક સ્કૂટર માલિકના બદલે અન્ય સ્કૂટર માલિકને ઇ-મેમો મળ્યો છે. આડેધડ વાહનચાલકોને ઇ-મેમો […]

‘મા કાર્ડ’ હોવા છતાં પણ હોસ્પિટલ જો દર્દીઓ પાસે પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે : નીતિન પટેલ

સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો. આ ઉપરાંત મા કાર્ડ અંગે કડક શબ્દોમાં હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, સરકારી […]