Browsing category

સમાચાર

માનવી પ્રકૃતિની વિરુદ્ધ ગયો ત્યારથી સુખ-શાંતિ નથી: આચાર્ય તિલકસૂરી મહારાજ

દરેક માનવી જીવનમાં દુઃખ અનુભવે છે. તેના કારણે માનસિક શાંતિ હણાઈ છે. એના કારણે માનસિક રોગોની દર વર્ષે સાડા ત્રણ લાખ કરોડની દવા વિશ્વમાં વેચાય છે. દરેકનો એક જ પ્રશ્ન છે કે સગવડો વધી છતાં સુખ-શાંતિ કેમ નથી. આચાર્ય જિનચંદ્રસૂરિ મહારાજની નિશ્રામાં આચાર્ય યોગતિલકસૂરિ મહારાજે રવિવારે પાલના ઉપાશ્રયમાં 150 તબીબો સાથે થયેલા સંવાદમાં કહ્યાં હતા. […]

સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસતા મેધરાજા, રાજકોટમાં 8 ઈંચ, ધરમપુરમાં 11.5 ઇંચ : જાણો ક્યા જીલ્લામાં કેટલો વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ આ તરફ રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. […]

ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન, આવતીકાલે અંતિમ દર્શન અને અંતિમયાત્રા

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે નિધન થયું છે. વિઠ્ઠલભાઈના નિધન બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા […]

20 વર્ષના રિસર્ચ બાદ વિકસાવવામાં આવ્યા ડાયાબીટિસમા ફાયદાકારક ‘જામવંત’ જાંબુ

20 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વૈજ્ઞાનિકોએ જાંબુની ‘જામવંત’ નામની નવી પ્રજાતિ વિકસાવી છે. આ ડાયાબીટિસ કન્ટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉપરાંત આ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સાથે સંબંધિત કેન્દ્રીય ઉપોષ્ણ બાગકામ સંસ્થા, લખનઉના વૈજ્ઞાનિકોએ લગભગ બે દશકના અનુસંધાન પછી જામવંત જાંબુ તૈયાર કર્યા છે. આ કડવા જરાય નથી અને તે […]

ઇજિપ્તના સમુદ્રમાંથી મળ્યું 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ, સાથે ચોથી શતાબ્દીના સિક્કા, ઘરેણાં પણ મળ્યા

ઇજિપ્તના હૈરાક્લિઓનમાં દરિયામાં 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ મળ્યું છે. અહીં ચોથી શતાબ્દીના સિક્કા અને ઘરેણાં પણ મળ્યા. ઇજિપ્ત અને યુરોપના પુરાતત્વવિદોએ ભેગા મળીને આ શોધ કરી છે. તેમના જણાવ્યાનુસાર, અંદાજે એક હજાર વર્ષ પૂર્વે અહીં એક હોડી ડૂબી ગઇ હતી. જેમાંથી સિક્કા મળ્યા છે. સિક્કા રાજા ક્લાડિયસ ટોલમી દ્વિતીયના કાર્યકાળના છે. ધાર્મિક સ્થળને સ્કેનિંગ […]

ગુજરાતમાં હવે ઘરે-ઘરે લાગશે પાણીના મીટર , પાણી વિતરણ સુવિધાને નુકસાન પહોંચાડનારને થશે 2 વર્ષની જેલ

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ગઇકાલે વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને થતુ નુકસાન અટકાવવા તૈયાર કરાયું છે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાત સિંચાઇ અને […]

ગુજરાતની 2000 મહિલાઓ દારૂ બંધ કરાવવા માટે 15 કિ.મી.ની પદયાત્રા કરીને પોલીસ સ્ટેશને આવી

તાપી જિલ્લાના છેવાડાના કુકરમુન્ડા તાલુકાના બહુરૂપા ગામની મહિલાઓ દ્વારા દારૂબંધી કરવામાં આવે તેમજ દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુરુવારના રોજ બહુરૂપા ગામની મહિલાઓ 15 કિમી પગપાળા ચાલીને નિઝર પોલીસ સ્ટેશને ચાલતી પહોંચી હતી અને લેખિતમાં દારૂબંધી પર કડક અમલ માટે રજૂઆત કરી હતી. લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં દારૂના લીધે […]

આ છે અમદાવાદ ગોતા અગ્નિકાંડના 6 રીયલ હીરો, જેમણે જીવના જોખમે બચાવ્યા લોકોને.

અમદાવાદમાં આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં સામાન્ય નાગરિકથી માંડી પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ અભૂતપૂર્વ હિંમત દાખવી લોકોને ઉગારવામાં મદદ કરી હતી. રેસ્ક્યૂ કાર્યમાં પોલીસનો એક એલઆરડી કોન્સ્ટેબલ નજીવું દાઝી ગયો હતો. તમામે જીવના જોખમે લોકોને બચાવ્યા હતા. આ 6 હીરોએ ફાયર બ્રિગેડ આવતાં પહેલા હિંમત દાખવી આ કામગીરી ન કરી હોત તો […]

અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ રેસિડેન્ટમાં ACનું કમ્પ્રેસર ફાટતાં ભીષણ આગ, એકનું મોત, લોકોને જીવના જોખમે નીચે ઉતાર્યાં

અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ […]

સુરતમાં રોડ અકસ્માતમાં ઘાયલ દર્દીના બંધ હૃદયને 108ની ટીમે CPR આપીને ફરી ધબકતું કરી નવુંજીવન આપ્યું

સુરતમાં 108ની ટીમે રોડ અકસ્માતમાં હૃદયના બંધ ધબકારાને CPR આપી દર્દીને નવું જીવન આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ અને રાહદારીઓએ નજરે જોઈ 108ની ટીમની પ્રસંસનીય કામગીરીના વખાણ કર્યા હતા. બુધવારની રાત્રે રાહદારીને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો મળતી માહિતી મુજબ પલસાણાથી 3 કિલો મીટરના અંતરે આવેલ માખિંન્ગા બ્રિજ નીચે […]