Browsing category

સમાચાર

રાજકોટ: DySP જે.એમ ભરવાડ અને કોન્સ્ટેબલ 8 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી અને કોન્સ્ટેબલે રૂ.10 લાખની લાંચ માગી રૂ. 8 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. શનિવારે કોન્સ્ટેબલે ધોરાજી જઇ રૂ.8 લાખ સ્વીકારતાં જ અમદાવાદ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. ડીવાયએસપી ભૂગર્ભમાં ઉતરી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 8 લાખની લાંચ લેવાનું નક્કી […]

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ, ઓલપાડમાં 12, ખંભાતમાં 13.5 અને ઉમરપાડામાં 8 ઈંચ વરસાદ.

હાલ ઓલપાડ, ખંભાત, સુરત, ભરૂચ, ઉમરપાડામાં બારેમેઘ ખાંગા થયા છે. આ ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી 36 કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ આપી છે. આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓલપાડમાં 12, ખંભાતમાં […]

પોલીસે વિદ્યુત વિભાગના સુપરવાઇઝરને હેલ્મેટનો દંટ ફટકારતા, સુપરવાઇઝરે પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો જ કાપી નાખ્યો

ઉત્તર પ્રદેશના આગ્રામાં બે સરકારી કર્મચારી એકબીજા સાથે બાખડી પડ્યાનો અજીબ કિસ્સો બન્યો હતો. વીજળી વિભાગનો એક સુપરવાઇઝર મંગળવારે સાંજે પોતાના ટુ વ્હીલર પર નીકળ્યો હતો. એણે હેલ્મેટ પહેરી નહોતી એટલે ટ્રાફિક પોલીસે એને ઝડપી લીધો અને એના નામે દંડની રસીદ ફાડી. પેલાને એટલો બધો ગુસ્સો આવ્યો કે એણે એ વિસ્તારના સબ-સ્ટેશન પાસે જઇને પોલીસ […]

શું કલમ 370 હટાવવી શક્ય છે? જો ભારત સરકાર કલમ 370 હટાવી દે તો જમ્મુ કાશ્મીરમાં શું પરિવર્તન આવી શકે? જાણો.

ભાજપે તેના મેનિફેસ્ટોમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાની વાત કરી હતી. અત્યારની સ્થિતિ જોતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કલમ 370 17 નવેમ્બર 1952માં લાગૂ કરવામાં આવી હતી. આ કલમના કારણે જમ્મુ કાશ્મીરનું ભારત દેશથી અલગ બંધારણ બન્યું છે. જમ્મુ કાશ્મીરનું પ્રશાસન તે મુજબ જ ચાલે છે. જો જમ્મુ કાશ્મીરમાંથી […]

રાજકોટમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ, સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ

એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો અને 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદનાં કારણે ગરનાળા પણ બંધ થઈ ગયા છે. તેમજઅનેક વિસ્તારોમાં પાણી […]

શ્રાવણ માસમાં કેળા ખાતા પહેલા ચેતજો, આરોગ્ય વિભાગે રાજકોટમાં જંતુનાશક દવા વડે પકવેલા 500 કિલો કેળાનો નાશ કર્યો

રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે આરોગ્યના દરોડામાં 500 કિલો કેળા કેમિકલથી પકાવાતા હોવાનુ સામે આવ્યું હતું. જેથી આરોગ્યની ટીમે આ કેળા અખાધ હોવાનું જણાવી નાશ કર્યો હતો. શ્રાવણ માસમાં ફરાળમાં લોકો કેળા વધુ ખાતા હોય છે. પરંતુ તેમાં કેમિકલ નાખી પકવતા હોવાનું સામે આવ્યું છે. ચોમાસાને લઇ પાણીજન્ય રોગ અટકાવવા આજે દરોડાની કામગીરી હાથ […]

વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય સર્જાયું, દોઢ માસના બાળકને બચાવવા PSI ટોપલામાં લઈને નીકળ્યા

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની દેવપુરાવિસ્તારની એક સોસાયટીમાંથી પીએસઆઈ માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા. જેથી કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ કૃષ્ણને […]

હવે ખાણી પીણીના ધંધાર્થી અને રેકડીવાળાઓએ હાથમાં ફરજિયાત ગ્લોવ્ઝ પહેરવા પડશે

રાજ્યમાં ખાણી પીણી બજારના અનેક નાના દુકાનદારો અને લારીવાળા ફેરિયાઓ ખોરાક રાંધવા અને પીરસવા સમયે સ્ચ્છતા અને હાઇજીન પ્રત્યે ખુબ બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે નાના દુકાનદારો અને ફેરિયાઓએ પણ ખોરાક રાંધતા-પિરસતા સમયે સ્વચ્છ એપ્રોન અને હાથમાં મોજા-કેપ પહેરવા ફરજીયાત છે.રાજ્યના નાગરિકોના આરોગ્યને […]

સિદ્ધપુરમાં કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી: કૂતરાએ ઘોડિયામાં સૂતેલા દોઢ માસનાં બાળકને ફાડી ખાધું

સિદ્ધપુરમાં એક કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. દોઢ માસના બાળકને માલીશ કરી ઘરમાં નીચેના રૂમમાં ઘોડિયામાં સુવડાવી તેના માતા-પિતા અને દાદી પહેલા માળે ગયા તે દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો હોઇ મહોલ્લાનું કૂતરું ઘરમાં ઘૂસી આવ્યું હતું અને બાળકને મોંઢામાં ઉંચકી નાસી ગયું હતું. જેને કપાળ અને માથામાં બચકાં ભરી લેતાં મોટા મગજને […]

વિઠ્ઠલભાઈ રાદડિયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર […]