Browsing category

સમાચાર

RPFના જવાને 8 શ્રમજીવીને બચાવવા જતા કહ્યું ‘વીડિયો ઉતારો, પાછો ન આવું તો પરિવારને કહેજો શહીદ થઈ ગયા’

ભચાઉ તાલુકામાં પડેલા અનરાધાર વરસાદને કારણે સામખિયાળી જળબંબાકાર બન્યું હતું, જેમાં રેલવે સ્ટેશન પર ભરાયેલા પાણીને કારણે કામ કરી રહેલા એક મહિલા સહિત આઠ શ્રમજીવી ફસાઇ ગયા હતા, જેને આરપીએફના જવાને 20 ફૂટ ઉંડા પાણીમાં ઉતરી એક એક કરીને હેમખેમ બહાર કાઢી બચાવી લઇ સરાહનીય કામગીરી કરી હતી. ભચાઉ તાલુકાના ઘરાણા ગામના તળાવના પાણી સામખિયાળી […]

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં બેનાં મોત, 6 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. બાજુમાં આવેલી કેટરિંગના રસોડા પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે 6થી વધુ લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા […]

રાજકોટમાં સમસ્ત પાટીદાર સમાજની અનોખી પહેલ, 550 પટેલ યુવક-યુવતીઓએ કુંડળીને બદલે ડિગ્રી જોઈ, સંપત્તિના બદલે નિર્વ્યસનને પ્રાથમિકતા આપી

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ મેરજા, ચેરમેન નાથાભાઇ કાલર્રીયા, મહામંત્રી ગીતાબેન પટેલ ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, એમ.ડી. શ્રીમતી વિભાબેન પટેલ, કન્વીનર ભાવનાબેન રાજપરા અને ૨૨૫૦ સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફકત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિશ્વભરમાં વસતા લેઉવા પટેલ અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે […]

108ની ટીમના કાર્યથી 7 માસની બાળકીનો બચ્યો જીવ, હ્રદયના ધબકારા ઘટી જતાં 108ની ટીમે 5 કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડી

તાત્કાલિક સેવા તરીકે કામ કરતી 108 એમ્બ્યુલન્સ દ્વારા 7 મહિનાની હ્રદય રોગની બાળકીને તાત્કાલિક સુરતથી અમદાવાદ પહોંચાડીને નવું જીવન આપવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ કલાકમાં 271 કિલોમીટરનું અંતર કાપીને એમ્બ્યુલન્સ અમદાવાદ પહોંચી હતી. રસ્તામાં બાળકીને એમ્બ્યુલન્સમાં ઈન્જેક્શન આપવાની સાથે બોટલ પણ ચડાવવામાં આવી હતી. 108ની સરાહનીય કામગીરીથી બાળકીનો જીવ બચી ગયાની લાગણી પરિવારે વ્યક્ત […]

મોરબીના ટંકારામાં પોલીસકર્મી પૃથ્વીરાજ સિંહે બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડી એક કિ.મી. કરતા વધુ ચાલીને બચાવી

રાજકોટ સાથે મોરબી અને ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે ટંકારા પોલીસ પૂર પીડિતોની મદદે આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા(કોયલી)એ ખભા પર બાળકોને બેસાડીને કેડસમા પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા. આ દરમિયાન પૃથ્વીરાજસિંહ લગભગ એક કિલોમીટરથી વધુ પાણીમાં ચાલ્યા હતા. માત્ર એટલું જ નહીં, જ્યાં જુઓ ત્યાં પાણી […]

ભારે વરસાદના પગલે અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં ફેરવાયું

શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મોડી રાતથી ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. રાતે ત્રણ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે શહેરના ઘમરોળી નાખ્યું છે. શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણીપ, ચાંદખેડા નવરંપુરા સહિતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાના કારણે સ્કૂલે મુકવા જતા વાલીઓ […]

સમગ્ર ગુજરાતમાં મેઘ મલ્હાર, રાજકોટમાં 17 ઇંચ, બરવાળામાં 15, મહુધા-ધંધુકામાં 13 અને કડીમાં 12 ઇંચ વરસાદ,

મેઘરાજાએ ગુજરાતમાં બરાબરની જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંઘાયો છે. જેમાં બરવાળા તાલુકામાં 15 ઇંચ, મહુધા અને ધંધુકામાં ૧૩ ઇંચ, રાજકોટ 17 ઇંચ, કડી અને ગઢડામાં 12 ઈચ, રાણપુર અને ગલતેશ્વરમાં 10 ઇંચ ઇંચ, કલોલમાં નવ ઈંચ, ધોલેરામાં સાડા નવ ઈંચ, મહેસાણાના જોટાણામાં સાડા આઠ ઈંચ, સુરતના ઉપરપાડામાં અને […]

રાજકોટમાં અનરાધાર 12 ઇંચ વરસાદ, અનેક સ્થળે ભરાયા પાણી, ન્યારી ડેમના નીચાણવાળા 16 ગામોને એલર્ટ

શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 12 ઇંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે. વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે. શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ફરિયાદો મળી છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે. ન્યારી ડેમના નીચાણવાળા […]

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પહેલીવાર 131.20 મીટરની જળ સપાટીએ ઓવર ફ્લો,

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ 24 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું […]

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન સાથે ઈ-ગેટ સિસ્ટમ શરૂ, પેસેન્જરે પાસપોર્ટ અને વિઝા સ્કેન કરીને ઈ-ગેટ માંથી પસાર થવું પડશે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2 પર પેસેન્જરોની સુવિધા માટે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. હવે પેસેન્જરોએે ડાયનેમિક સિગ્નેચર આપવાની સાથે ઈ-ગેટમાંથી પસાર થવું પડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદમાં આ નવી સુવિધા 1.25 કરોડના ખર્ચે શરૂ કરી છે. હાલ ઈ-ગેટની સુવિધા એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં છે. આગામી દિવસોમાં […]