Browsing category

સમાચાર

ધામપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવતો – મુક્તિનો મહામંત્ર

લેખક: શ્રી વિમલશંકર શાસ્ત્રી (સાહિત્યાચાર્ય, સાહિત્યરત્ન) गुणातीतोऽक्षरंब्रह्म, भगवान्‌पुरुषोतमः। जनो जानन्‌ इदं सत्यं, मुत्व्यते भवबन्घनात्‌॥ ‘સ્વામિનારાયણ પ્રકાશ’ના પહેલે જ પાને કાયમ ઉપરોક્ત મુક્તિમંત્ર એટલે કે ધામપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવતો એક શ્લોક આપણે વાંચીએ છીએ. થોડુંક સંસ્કૃત જાણનાર વ્યક્તિ કદાચ એનો શબ્દાર્થ સમજતો હશે. પરંતુ સંભવ છે કે એમાં છુંપાયેલા ભાવાર્થનો ભવ્ય ભંડાર એના મનમાં કે મગજમાં […]

શું તમને ખબર છે? ATM કાર્ડની સાથે મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો, જાણો વિગતે

તમે હંમેશાં તમારા એટીએમ કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડવા અથવા ખરીદી કરવા માટે કરો છો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બેંકો દ્વારા જાહેર કરાયેલા રૂપે કાર્ડ પર તમને 10 લાખ રૂપિયાનો નિશુલ્ક વીમો પણ મળે છે. તમે દેશની કોઈપણ બેંકમાં બેંક ખાતું ખોલાવ્યા પછી પણ તમને આ મફતમાં મળે છે. કેન્દ્રની મોદી સરકારે દેશમાં કેશલેસ […]

સરદાર સરોવર નર્મદા ડેમ 132.61 મીટર, ફરી 11 દરવાજા ખોલાતાં નદી બે કાંઠે, ગામોની અવર-જવર બંધ

ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરતાં તેમાંથી 1.79 લાખ ક્યૂસેક પાણીનો આવરો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની સપાટી તેના […]

માં વગરની નિરાધાર બાળકીને સરકારી અધિકારી દંપતિએ દત્તક લઈ સમાજને આપ્યું અનોખું ઉદાહરણ

આણંદ જિલ્લાના વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયુ હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિત્રા રત્નુએ આ બાળકીને દત્તક લીધી છે. આમ આ આણંદના શિક્ષિત દંપતીએ બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યુ છે. જ્યારે બીજી બાજુ જન્મ બાદ માતા […]

સરકારે રોકડની લેવડ-દેવડ માટે બનાવ્યાં છે નિયમ, જો તેની અવગણના કરશો તો તમારે ચુકવવો પડી શકે છે મોટો દંડ.

73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું બોર્ડ લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર. હું […]

સ્વતંત્રતા દિને ગામના યુવાનોએ ગરીબીમાં રહેતા શહીદના પરિવારને આપી અવિસ્મરણીય ભેટ

મધ્યપ્રદેશના દેપાલપુરમાં એક ગામ છે પીર પીપળિયા. અહીં એક શહીદનો પરિવાર ઝૂંપડીમાં જિંદગી વિતાવતો હતો. પીર પીપળિયાના હવલદાર મોહન સિંહ સુનેર BSFમાં હતા. તેઓ ત્રિપુરામાં આતંકીઓનો મુકાબલો કરતી વખતે શહીદ થયા હતા. સરકારે આ શહીદના પરિવારની જરા સરખી મદદ પણ ના કરી! પરંતુ કેટલાક યુવાનોએ ભેગા મળીને 11 લાખ રૂપિયા એકત્ર કર્યા અને શહીદની વિધવા […]

સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનાર પ્રથમ મહિલા બની.

73મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ બહાદુરી દાખવનાર વાયુસેનાના 7 અધિકારીઓ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. તે સિવાય પાંચ અન્ય વાયુસેનાના અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે ‘યુદ્ધ સેવા મેડલ’ દેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. યુદ્ધ સેવા મેળવનારમાં એક નામ સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલનું છે જે 27 ફેબ્રુઆરીના પાકિસ્તાની વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઇટર પ્લેન […]

વડોદરાના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા નડાબેટ બોર્ડર પર આર્મી મેન સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી

વડોદરા શહેરના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા કચ્છની નડાબેટ બોર્ડર ખાતે દેશના 200 જેટલા આર્મી જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સમયે દેશની રક્ષા કરતા આર્મી જવાનોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. સ્કૂલોમાંથી 4500 રાખડીઓ ભેગી કરી વડોદરા શહેરમાં ચાલતુ એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ સ્ટુડન્ટને ભણવા માટે મદદ કરે છે. આ ઉપરાંત ગરીબ બાળકોને […]

હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે વિદ્યાર્થીના મોતને પગલે પરિવારજનો અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાઇસ્કૂલની બેદરકારીને કારણે બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. […]

પ્રમુખ સ્વામીની પુણ્યતિથિઃ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા શાંતિ પટેલ બન્યા હતા સાધુ

સ્વામીનારાયણ સંપ્રદાયના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ આજે ત્રીજી પૂણ્યતિથિ છે. બાપાએ 95ની વયે 13 ઓગસ્ટ 2016ની સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં હતા. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું […]