Browsing category

સમાચાર

તમે નીચી જાતિના છો એટલે મારા યોગ સેન્ટરમાં હું એડમિશન આપતો નથીઃ બીરજુ

અમદાવાદમાં બીરજુ સામે પોલીસ સ્ટેશનમાં યુવકે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. આ યુવકે બીરજુની સામે આરોપ લગાવ્યો છે કે, યોગ સેન્ટરમાં તેને નીતિ જાતિનો હોવાના કારણે એડમિશન આપવામાં આવ્યું ન હતું અને યોગ સેન્ટર દ્વારા તેને ઓનલાઈન ભરેલી પરત આપવામાં આવતી ન હતી અને બીરજુએ તેને જાતિ વિષયક અપશબ્દો બોલીને યોગકેન્દ્રમાંથી કાઢી મૂકતા યુવકને ડૉક્ટરની સારવાર […]

માતા બનશે દીકરીની શિષ્યા! 9 વર્ષની વયે દીક્ષા લેનારી દીકરીની નિશ્રામાં 43 વર્ષની માતા પણ દીક્ષા લેશે

પાલડીની વિતરાગ સોસાયટીમાં દીકરી મહારાજ સાહેબના સાંનિધ્યમાં 43 વર્ષીય માતા 20 જાન્યુઆરીએ દીક્ષા લેશે. જવલ્લે જોવા મળતા કિસ્સામાં દીક્ષા લીધા બાદ દીકરી મહારાજની નિશ્રામાં માતા ધર્મનું જ્ઞાન મેળવશે. માતાની સાથે પિતા પણ તેમના ગુરુના સાંનિધ્યમાં દીક્ષા લઇ રહ્યા છે. 20 જાન્યુઆરીએ સુરત ખાતે દીક્ષાનો કાર્યક્રમ યોજાશે. હાલ અમદાવાદમાં વરસીદાન વરઘોડો અને મહાપૂજાનો કાર્યક્રમ યોજાશે. વિતરાગ […]

રસ્તાનાં કામમાં થાય ભ્રષ્ટાચાર તોય પાછા કહે અડીખમ ગુજરાત, અડતાની સાથે જ ઉખડી જાય છે આખે આખા પોપડાં

રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા એક એવાં રસ્તાની અહીં વાત કરીશું કે જે સતત બે વખત ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે. જેમાં પહેલી વખત આ રસ્તો સમય કરતા પહેલાં તૂટી ગયો હતો અને જ્યારે કોન્ટ્રાકટરે બીજી વાર રસ્તો બનાવ્યો તો તેમાં પણ લોટ પાણીને લાકડા કર્યા. રસ્તો ગેરેંટી પીરિયડ પૂર્ણ થાય એ પહેલાં જ તૂટી ગયો કેમ […]

શિક્ષકનો અનોખો સેવાયજ્ઞ: વડોદરાની વાયદપુરાની શાળામાં શાકવાડીનો ઉછેર કરી બાળકોને આપે છે પોષણયુક્ત આહાર, બે દાયકામાં 11 હજાર કિલો શાકભાજી ઉછેરી

આજથી ઘણાં વર્ષો પહેલા વડોદરાના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ પોષણને વેગ આપવાનો પ્રયોગ અમલી કરાવ્યો હતો. લગભગ તેનાથી પણ પહેલા અને એક સ્વયં પહેલના રૂપમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વાયદપુરા […]

ઊનામાં હિટ એન્ડ રન: ​પત્નીએ ના પાડી હોવા છત્તાં નશાખોર એન્જીનિયરે દારૂ પીને ગાડી ચલાવી અને 3ને ઉલાળ્યા

અમદાવાદ રહેતા અને ગાંધીનગરમાં નોકરી કરતા એક સોફ્ટવેર એન્જીનિયરે દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માત સર્જ્યો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, અમદાવાદમાં રહેતા અને ગાંધીનગરમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરતા પુલકિત કિરીટભાઇ કાપડિયા પત્ની અને બે સંતાનો સાથે થર્ટી ફર્સ્ટ ઉજવવા પોતાની જ કારમાં જાતેજ ડ્રાઇવ કરીને ગઇકાલે દીવ આવ્યા […]

માસ્ક ન પહેરેલા યુવકને સુરત પોલીસે એવો માર્યો કે 6 મહિનાથી કોમામાં છે, પરિવારે સારવારમાં કર્યો 40 લાખનો ખર્ચ, પોલીસે ફરિયાદ નકારી, તો કોર્ટનું શરણું લીધું

સુરતમાં છ મહિના પહેલાની ઘટનામાં એક યુવકને માસ્ક બાબતે માત્ર ઠપકો જ નહિ,માર મારવાથી એક યુવક કોમામાં સરી પડ્યો. પિતાની ફરિયાદ પોલીસે નકારી,તો કોર્ટનું શરણું લીધું. સુરતમાં છ મહિના પહેલાની ઘટનામાં એક યુવકને માસ્ક બાબતે માત્ર ઠપકો જ નહિ,માર મારવાથી એક યુવક કોમામાં સરી પડ્યો હતો.યુવકના પિતાએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી […]

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: અમદાવાદથી ગુમ થયેલ બાળક હારીજ માંથી મળ્યો, રડતા રડતા એવી વાત કરી કે પરિવાર હચમચી ગયો

અમદાવાદમાં સોલા વિસ્તારમાંથી ગુમ થયેલ સગીર મળી આવ્યું છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાંથી બાળકના અપહરણ થવાની ઘટના સામે આવી હતી. જે બાદ અપહરણકર્તા તેને પાટણ જિલ્લાના હારિજ ખાતે લઇ ગયો હતો અને ત્યાં તેની પાસે ભીખ મંગાવવાનું અને કચરો મેળવવાનું કામ કરતો હતો. અપહરણ કરનાર વ્યક્તિએ […]

ખેડા: માતાની ગેરહાજરીમાં સાવકા પિતાએ સગીર પુત્રીને બનાવી હવસનો શિકાર, ગર્ભવતી થતા પતિની કરતૂતનો ભાંડો ફૂટયો

ખેડા જિલ્લાના માતરમાં 11 વર્ષની સગીરા પર તેના જ સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સાવકા પિતા વિરુદ્ધ ફિટકારની લાગણી જોવા મળી રહી છે. આ બનાવની જાણ થતા પોલીસે સાવકા પિતા ભાગે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાધનપુરા, પાટણનો મુસ્તુફા હનિફમિયાં મીયાણા […]

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે PM મોદી 12 કરોડની કારમાં ફરે છે હવે ફકીર કહેવાનું બંધ કરવું જોઇએ

શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાફલામાં 12 કરોડ રૂપિયાની વિદેશમાં બનેલી કાર સામેલ કર્યા પછી પોતાને ફકીર હોવાનો દાવો નહીં કરી શકે. શિવસેનાના મુખપત્ર સામનાના સાપ્તાહિક સ્તંભ રોખઠોકમાં રાઉતે જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની પ્રસંશા કરતા કહ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દેશમાં બનેલી કારનો ઉપયોગ કરવાનો […]

હું માતાજીના સોગંદ ખાઈને જનતાને કહું છું કે, મેં ક્યારેય દારૂ પીધો નથીઃ ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ કમલમનો ઘેરાવ કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેઓ […]