Browsing category

સમાચાર

પાકિસ્તાનીઓના 50-100ના ટોળા સામે એકલો ભારતીય ભડવીર ઉભો રહી ગયો અને ભારતના સમર્થનમાં લગાવ્યા નારા

કાશ્મીર મામલે દંભી પાકિસ્તાનીઓના પેટમાં એવી ફાળ પડી છે કે આઇએસઆઇ હવે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ રહેતા અને ત્યાનું ખાઇને ત્યાં જ થૂંકતા પાકિસ્તાનીઓને પૈસા આપીને વિરોધ પ્રદર્શન કરાવી રહી છે. લંડનથી લઇને અમુક કહેવાતા મોટા શહેરોમાં પ્રદર્શનો કરાવીને ઈમરાન લોકોનું ધ્યાન ખેંચવા માગે છે. આવા જ એક ભારત વિરોધી પ્રદર્શનની ઝલક કેનેડાના ટોરન્ટો શહેરમાં […]

મંદીનો માર દેખાય રહ્યો છે. દેશની જાણીતી બિસ્કિટ કંપની પાર્લે-જી 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે તેવી શકયતા

દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પાર્લે પ્રોડકટ્સ( Parle Products) પણ તેના 8 થી 10 હજાર કર્મચારીઓની છટણી કરે તેવી શકયતા છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ રીતે જ વપરાશમાં મંદી યથાવત રહેશે તો તેને કર્મચારીઓને કાઢવા પડશે. કંપનીએ કહ્યું કે આ મંદી એ વાતનો સંકેત આપી રહી છે કે અર્થ વ્યવસ્થા […]

વીર શહીદ સંજય સાધુની પત્નીએ સોળે શણગાર સજીને પતિને આપી અંતિમ વિદાય, હજારો લોકો અંતિમ દર્શન માટે ઉમટ્યા

આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. ગોરવા સ્થિત ઘરે હાલ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં […]

સુરતના 26 વર્ષીય ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈને અર્જુન અવોર્ડ મળશે, કહ્યું-મારું સપનું પૂરું થયું

વર્ષ 2019ના અર્જુન અવોર્ડ માટે દેશભરમાંથી કુલ 19 ટેલેન્ટેડ ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં સુરતના 26 વર્ષીય હરમીત દેસાઈનું નામ પણ સામેલ છે. ટેબલ ટેનિસ પ્લેયર હરમીતને અર્જુન અવોર્ડ તો મળવાનો જ છે પણ સાથે જતેમણેસાઉથ ઝોનની નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ગેમમાં પણ સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ‘મારું સપનું પૂરું થયું’ અર્જુન […]

અમદાવાદ: ટ્રેનમાંથી મળેલી અનાથ બાળકી ક્રાંતિને મળ્યા નવા માતા-પિતા, હવે જશે અમેરિકા

કાલુપુર રેલવે સ્ટેશન પર મળેલી બાળકી હવે તેના નવા માતા-પિતા સાથે અમેરિકા જશે. જૂન 2018માં કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળેલી બાળકીને RPFના જવાને પાલડી શિશુગૃહમાં મોકલી હતી. જ્યાંથી અમેરિકાના એક દંપતીએ દત્તક લીધી હતી. હવે આ બાળકી દોઢ વર્ષની થઈ ગઈ છે ત્યારે તેના નવા માતા-પિતા અને બહેન સાથે અમેરિકા જઈ રહી છે. પોતાના બાળક […]

શિક્ષકે માતાના બેસણામાં પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં 450 રોપાનું વિતરણ કરીને નવો ચીલો ચિતર્યો

હિંમતનગર રહેતા શિક્ષક દ્વારા પ્રકૃતિની ચિંતા સાથે માતાના નિધન બાદ યોજાયેલ બેસણામાં 450 જેટલા રોપાનું પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં વિતરણ કરાયું હતું. હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં રહેતા અને વકતાપુર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ ભાઈ રાવલના માતા ચંપાબેન કાન્તિલાલ રાવલનું 80 વર્ષની વયે નિધન થયા બાદ સોમવારે બેસણું રાખવામાં આવ્યું હતું. યોગેશભાઇએ જણાવ્યું કે […]

સતાધારની જગ્યાના મહંત જીવરાજબાપુના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા. આજે જીવરાજબાપુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે. સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે. અંતિમ દર્શન બાદ પાલખીયાત્રા નીકળશે. જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર […]

સતાધારના મહંત શ્રી જીવરાજબાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયેસોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મંગળવારે સવારે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે. આ પાલખીયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જોડાશે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ અપાશે. ગત રવિવારે મુખ્યમંત્રી […]

ગુજરાતનો વધુ એક જવાન સરહદે માં ભોમનું રક્ષણ કરતા શહીદ, પરિવાર શોકમાં ગરકાવ

વડોદરા શહેરના બીએસએફના જવાને આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન જીવ ગુમાવ્યો છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જોકે સંજય સાધુએ કેવી રીતે જીવ ગુમાવ્યો તે અંગે હજુ પરિવાર પણ અજાણ છે. પશુ […]

નેશનલ હાઈવે પરના ખાડાથી SUVની હાલત ખટારા જેવી થતા કાર ચાલકે ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દીધો જુઓ વિડિઓ

ચિલોડા-હિંમતનગર વચ્ચે પસાર થતાં નેશનલ હાઈવેનું સિક્સ લેન કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં કામગીરી ચાલે છે તે ટોલ રોડ છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે એક કાર ચાલકે કંટાળીને ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દઈ ટોલ ઉઘરાવનારને ચાવી સુધ્ધા આપવાની તૈયાર દર્શાવતો એક વીડિયો સોશિયલ […]