Browsing category

સમાચાર

વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી-મારામારી, ‘ભાજપ સત્તાધારી પાર્ટી છે RTOમાં કામ નહીં કરવા દઉં’

ઇસનપુરમાં ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વિડીયો બહાર આવતા ભાજપની છબી ખરાડાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી અને મારામારી સામે આવી છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકે મારામારી કરી અને ભાજપ સત્તાધારી પાર્ટી છે અમારી સરકાર છે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બે બસોનો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત મહિલાને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લવાઈ

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 25થી વધુ બસ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જન્માષ્ટમીની રજાના પગલે પ્રવાસીઓના ઘસારા વચ્ચે રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી છે. એક […]

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષની ઉંમરે AIIMS હોસ્પિટલમાં નિધન, ઘણાં સમયથી બીમાર હતા

ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌ પ્રથમ વખત 1999માં અટલજીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. જેટલી નાણાં, કોર્પોરેટ અફેર્સ, સંરક્ષણ અને કાયદા એવમ્ ન્યાય મંત્રાલાય જેવા મહત્વના મંત્રાલાયો એકલા હાથે સંભાળેલાં છે. પૂર્વ નાણાપ્રધાન અરુણ […]

માતૃપ્રેમની હૃદયસ્પર્શી તસવીર: દુર્ગમ પહાડ અને પથરાળ રસ્તો ખૂંદી આદિવાસી માતા બીમાર બાળકને ઊંચકી 10 કિમી ચાલી પહોંચી હોસ્પિટલ.

નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકુવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. સાતપુડા વિસ્તારમાં પહાડ પર રહેતા ગ્રામજનો પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે. બુધવારે સવારે અક્કલકુવાના માલીઆંબા ગામની એક માતા પોતાના કાળજાના કટકો એવા બીમાર દિકરાને વરસાદમાં ખોળામાં ઊંચકી 10 કીમી પગપાળા […]

મા કાર્ડ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર નહીં થાય, સરકારી હોસ્પિટલમાં જ સારવાર મળેશે.

`મા’ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 11 પ્રકારની બીમારી માટેની 195 જેટલી વિવિધ સારવારની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે રિઝર્વ કરાતાં હવેથી આ યોજના અંતર્ગત લાભાર્થી આવી સારવાર માન્ય ખાનગી દવાખાનામાં હવેથી નહીં મેળવી શકે. `મા’ યોજના અને પીએમજેએવાય હેઠળ એનેક્ષર-1માં દર્શાવેલી 195 પ્રોસિઝરને હાલમાં સરકાર અનામત કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો […]

SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ. પૂ. દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. 22/08/2019 ના રોજ રાત્રે 10:10.વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી. આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઈ.સ. 1956, 3 ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી પ.પૂ.બાપજી […]

પુણેના વૈજ્ઞાનિકે વિકસાવી દેશી પદ્ધતિ જેનાથી પહેલાં જ કેન્સર સેલ્સને ડિટેક્ટ કરી શકાશે

કેન્સરની સારવાર કરવામાં સૌથી મોટો ભાર ખિસ્સા પર પડે છે. સાધારણ અને મધ્યમ વર્ગના લોકો પર કેન્સરની સારવાર કરવામાં અનેકગણું ભારણ વધી જાય છે. પરંતુ હોસ્પિટલના મસમોટા બિલથી હવે છૂટકારો મળશે. માત્ર 15 હજાર રૂપિયામાં જ ટેસ્ટ કરીને સમયસર કેન્સરની તપાસ કરી શકાશે. કેન્સરની સારવાર માટે વધારે પૈસા ખર્ચ ન થાય અને દર્દીને પીડા ન […]

જીવલેણ બીમારીથી પીડાતો વડોદરાનો 10 વર્ષનો બાળક બન્યો એક દિવસનો પીઆઇ, સંસ્થા અને પોલીસે મળીને ઇચ્છા પૂર્ણ કરી

વડોદરા શહેરનો 10 વર્ષનો લખન જીવલેણ બીમારીથી પીડાય છે. અને લખનની બાળપણની પીઆઇ બનવાની ઇચ્છા હતી. મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી લખનની પીઆઇ બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી. વડોદરા શહેરના જે.પી. પોલીસ મથકમાં લખન એક દિવસનો પી.આઇ. બન્યો હતો. સવારે ઓફિસમાં સમયસર આવી પહોંચેલા એક દિવસના પી.આઇ.ને પોલીસ જવાનોએ સલામી આપી હતી. બાળ […]

વડોદરાની પ્રજાએ અમને ખુબ જ સહકાર આપ્યો પણ બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે, હવે સરકાર કંઇક કરે તેવી આશાઃ શહીદની પત્ની

વડોદરાનો બીએસએફનો જવાન સંજય સાધુ આસામ બોર્ડર પર પશુ તસ્કરી દરમિયાન પાણીમાં પડી જતા શહીદ થતાં આજે તેના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની પત્ની અંજના સાધુ ચોધાર આંસુએ રડતી હતી. અંજનાને તેના પતિની શહીદી પર ગૌરવ છે, પણ બાળકોના ભવિષ્યની ચિંતા છે. અંજના સાધુએ જણાવ્યું હતું કે, દેશ માટે મારા […]

અમદાવાદની 18 વર્ષીય લીઝા દુધિયા 30 દેશોની બ્યુટી ગર્લ્સને પાછળ રાખીને ‘મિસ ટીન અર્થ ક્વીન’ બની

અમેરિકામાં લાસ વેગાસ ખાતે 16 વર્ષથી લઈને 18 વર્ષની એજ ધરાવતી ગર્લ્સ વચ્ચે ‘મિસ અર્થ કોમ્પિટિશન’નું આયોજન કરવામાં આવ્યું. ગર્વની વાત તો એ છે કે આ સ્પર્ધામાં અમદાવાદ શહેરની 18 વર્ષીય લીઝા દુધિયા એ 30 જેટલા દેશોની બ્યુટી ક્વીન ગર્લ્સને પાછળ રાખી ‘મિસ અર્થ ક્વીન’નું ટાઈટલ અને ક્રાઉન પોતાના નામે કર્યું છે. ‘પ્રેક્ટિસ માટે હું […]