Browsing category

સમાચાર

આજથી અમદાવાદમાં દોડશે 18 ઈલેક્ટ્રિક બસ, ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યું હતું. શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું. લોકાર્પણ થતાં […]

પીવી સિંઘુ પછી માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું

ભારતની ખેલાડી માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 30 વર્ષની માનસીએ શનિવારે મહિલા સિંગલ્સમાં ફાઇનલમાં પારુલ પરમારને 21-12,21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. માનસીએ આ ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું કે, મારું સપનું સાચું થયું છે. ‘મોટાભાગનો સમય જીમમાં પસાર કરું છું’ માનસીને દેશના ખેલમંત્રી કિરણ રીજ્જુએ 20 લાખ […]

દાનવીર: 15 વર્ષના વિદ્યાર્થીએ પશુ મેળામાં કમાયેલા 10 લાખ રૂપિયા બાળકોની હોસ્પિટલને દાનમાં આપ્યા

અમેરિકાના ઓહાયો રાજ્યમાં 15 વર્ષના વિદ્યાર્થીએ બાળકોની હોસ્પિટલ માટે 10 લાખ રૂપિયા (15,000 ડોલર) દાન કરવાને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પશ્ચિમી રિઝર્વ સ્કૂલમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતો ડિઝેલ પિપર્ટ છેલ્લા કેટલાક દિવસોથી કાઉન્ટી મેળામાં પ્રાણીઓનું વેચાણ કર્યા પછી 10.74 લાખ રૂપિયા કમાયા હતા જે તેને સેન્ટ જ્યૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં દાન કરી દીધા. સ્કૂલે ડિઝેલના […]

યુવતીની ગાંધીગીરી જૂઓ: અમદાવાદમાં ટો કરેલા ટૂ-વ્હીલરનો દંડ રૂ.100 ભરવા યુવતી તૈયાર હતી, પોલીસે 350 માગતા 35 મિનિટ ક્રેનની આગળ ઊભી રહી

મંગળવારે બપોરે 1 વાગ્યે ટ્રાફિક અમદાવાદ પોલીસની ક્રેન ગુરુકુળ રોડ પર નીકળી હતી અને વિજ્યા બેન્કની નીચે રોડથી થોડુંક બહાર પાર્ક કરેલું યુવતીનું ટૂ-વ્હીલર ટો કરી લીધું હતું. જો કે તે જ સમયે યુવતી આવી જતાં તેણે રૂ.100 દંડ ભરવા તૈયારી બતાવી હતી. પરંતુ પોલીસે ટોઈંગના વધુ રૂ.250 માગતા યુવતીએ ગાંધીગીરી કરી હતી અને 35 […]

બહુચરાજીના ચડાસણા ગામનો ખેડૂતપુત્ર રોમીલ પટેલ અમેરિકામાં બન્યો પોલીસ ઓફિસર

બહુચરાજી તાલુકાના ચડાસણા ગામનો ખેડૂતપુત્ર રોમીલ રમેશભાઈ પટેલ અમેરિકામાં પોલીસ ઓફિસર બન્યો છે. જેની જાણ થતાં માદરે વતનમાં થતાં ગામલોકો તેમજ 72 કડવા પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઇ હતી. રોમીલે ધોરણ 10 સુધીનું શિક્ષણ વતન ચડાસણામાં જ લીધું હતું. છેલ્લા પાંચેક વર્ષથી તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી હોવાનું પિતરાઇ ભાઇ વિકાસ પટેલે જણાવ્યું હતું. એક લાઈક […]

રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ ચાલુ સ્કૂટર પર મોબાઇલમાં બિન્દાસ વાતો કરતી હોવાનો વીડિયો થયો વાઇરલ

શહેરમાં હેલ્મેટ વગર, મોબાઇલ પર વાતચીત કરતા ટુ વ્હિલર પર નીકળતા વાહનચાલકોને સીસીટીવી કેમેરામાં કેદ કરી પોલીસ દ્વારા ઇ-ચલણ ફટકારવામાં આવે છે, વિવિધ નિયમોના ભંગ બદલ ફટકારાતા ઇ ચલણથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે, પરંતુ કાયદાના દંડા સામે કોઇ અવાજ ઉઠાવી શકતું નથી, પરંતુ નિયમ તો તમામ માટે એક સમાન જ હોય, પોલીસને નિયમનો ભંગ […]

અંકલેશ્વર: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે વીજ તાર ઊંચો કરતા 7ને કરંટ લાગ્યો, 2ના મોત, 5 સારવાર હેઠળ…જુઓ વિડીયો

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વેળા કરંટ લાગતા 2 યુવાનના મોતના નિપજ્યા હતા. 1 યુવાનની હાલત ગંભીર છે. અન્ય 5 યુવાનો દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ જી.એચ.બી ગ્રુપના ગણેશની મૂર્તિ લાવી રહ્યા હતા. અંદાજિત 26 ફૂટ ઉંચી મૂર્તિ નડતર રૂપ હાઇટેનશન લાઈન વાયર […]

મા-કાર્ડથી આખા દેશની તમામ સરકારી હોસ્પિટલમાં સેવા લઇ શકાશે, મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ થઈ જશે એક

ગુજરાતીઓ ભારતભરમાં ફરતા હોવાને કારણે ગુજરાત સરકારે મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરીને એક જ કાર્ડમાં ગુજરાતના નાગરિકોને મા-કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્ય સેવા કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે મા-કાર્ડની પાછળ જ પ્રધાનમંત્રી કાર્ડની ઇમેજ અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરી દીધું છે. રાજ્યના નાગરિકોને એક જ કાર્ડથી […]

દેશના પ્રથમ મહિલા DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું નિધન, તેમના જીવન પરથી બની હતી ટીવી શ્રેણી ‘ઉડાન’

ઉત્તરાખંડ તથા દેશના પ્રથમ મહિલા DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું મુંબઇમાં ગત મોડી રાત્રે 72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં અને મુંબઇની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ વર્ષ 2007માં નિવૃત્ત થયા હતાં. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી લડ્યા હતાં 1973 બેચની મહિલા IPS અધિકારી કંચન […]

બે લાખ લોકો કહેશે ત્યારે જ ચુંદડી ઉતારીશ ઢબુડી ઉર્ફે ધનજી ઓડનો લૂલો બચાવ, બોટાદમાં થઈ છે પોલીસ ફરિયાદ

રાજ્યના અલગ અલગ શહેરોમાં અને રૂપાલમાં ઢબુડી માતાના નામે પૂજાતો ધનજી ઓડ ગઈકાલે પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી ફરાર થયા બાદ આજે એકાએક મીડિયા સામે આવ્યો છે. આજે તેણે જણાવ્યું હતું કે, મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને વડીલોની મર્યાદા રાખવી તેવું જણાવું છું, હું કોઈને ઢબુડી માતાનો દિવો કે અગરબત્તી […]