Browsing category

સમાચાર

અમેરિકા મોકલવા કરોડો ખંખેરતા એજન્ટો: કેનેડા બોર્ડર પર મોતને ભેટેલા પરિવારે એજન્ટ સાથે કર્યું હતું 1.65 કરોડનું સેટિંગ

અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમવર્ષાને કારણે બરફના મોતની ચાદરમાં પોઢી ગયેલા ગાંધીનગર કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના અકાળે મોતના સમાચાર વહેતા થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગામમાં વહેતી થયેલી વાતો મુજબ પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં એન્ટ્રી કર્યા પછી સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું, એટલે […]

જામનગરમાં અમેરિકાના વરરાજાનું સાસુએ નાક ખેંચ્યું તો બંને પરિવાર બાખડ્યા, આખરે યુવતીએ લગ્નની ના પાડતાં જાન લીલાં તોરણે પાછી ગઈ

જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતા એક અમેરિકાસ્થિત યુવક અને શહેરમાં જ રહેતી એક યુવતી, જે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી બન્ને પરિવારોની સંમતિથી બે દિવસ પહેલાં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યાં હતાં, અને લગ્નવિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા પછી આખરે પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો […]

અમદાવાદમાં વિધર્મી પરિણીત યુવકે જે મહિલાને બહેન બનાવી તેની જ સગીર દીકરીને લગ્નની લાલચ આપી અને બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ ચોપડે એક બળાત્કારની ઘટના નોંધાઈ છે. જેમાં એક સગીરાએ તેના પરિણીત વિધર્મી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી અનેક વાર આ સગીરાને ગેરેજ અને ફ્લેટમાં લઈ જઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. આટલું જ નહીં, આરોપીએ શરૂઆતમાં સગીરાની માતાને બહેન બનાવી હતી અને બાદમાં તે સગીરાના પ્રેમમાં પડ્યો હતો. […]

સુરતમાં ભાજપના ધારાસભ્યએ મનપાની મંજૂરી વગર રસ્તા પર મંડપની આડમાં દિવાલ ઉભી કરી દીધી, શું હવે કોઈ કાર્યવાહી થશે?

સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મનમાની કરીને સુરત મહાનગરપાલિકાની મંજૂરી લીધા વગર જ રોડ પર જ એક દિવાલ બનાવી દીધી હતી. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કોટસફીલ રોડ પર DKM હોસ્પિટલની બાજુમાં ધારાસભ્ય દ્વારા મંડપની આડમાં દિવાલ બનાવી દેવામાં આવી હતી. આ બાબતે શાસક પક્ષના નેતા અમિત રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વાત મને […]

સુરતના વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, પોલીસકર્મીને નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો 2000 દંડ ભરાડાવ્યો

દેશમાં અને રાજ્યમાં નિયમો બધા લોકો માટે એક સરખા છે તેવું એક વકીલે પોલીસકર્મીને શીખવાડ્યું છે. પોલીસ દ્વારા પોતાની કારને નો-પાર્કીંગમાં ઉભી રાખવામાં આવી હતી અને કારમાં બ્લેક ફિલ્મ પણ લગાવવામાં આવી હતી. તેથી વકીલ દ્વારા જ આ પોલીસકર્મીને પણ ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડ ભરાવવામાં આવ્યો હતો. સ્થળ પર જ દંડની કાર્યવાહી વકીલે […]

US બોર્ડર પર ગુજરાતીના મોત બાદ નીતિન પટેલે સ્વીકાર્યુ- અહીં યોગ્ય તક ના મળવાથી યુવાનોમાં વિદેશ જવાની હોડ લાગી છે

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અમદાવાદ ખાતે આવેલા સરદારધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થી દત્તક યોજના નામકરણનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સરદારધામના કાર્યક્રમમાં હાજર રહેલા નીતિન પટેલે લોકોને સંબોધન કરતા સમયે કેનેડા અમેરિકાની બોર્ડર પર મૃત્યુ પામેલા ચાર […]

મહીસાગર જિલ્લામાં ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈ સહિત ત્રણના મોત થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે મહિસાગર જિલ્લામાં એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના બની હતી. અહીં સંતરામપુર પાસે (santrampur) ગુજરાત સરકાર પરિવહન નિગમની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરેરાટી ભરેલા આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક યુવક સહિત કુલ ત્રણના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હડકંપ […]

અમદાવાદમાં ભીખારીઓએ ભીખ માંગવા પણ આપવો પડતો હતો હપ્તો, આપવાની ના પાડી તો આરોપીએ છરી હૂલાવી દીધી, ભાંડો ફૂટતા ઝબ્બે

અમદાવાદમાં પોલીસની તપાસમાં હપ્તા નેટવર્ક ખુલ્યું, ભીખારીઓએ ભીખ માંગવા પણ આપવો પડતો હતો હપ્તો દાણીલીમડામાં ભીખ માંગવા માટેના હપ્તાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે હપ્તો માગનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. ભિખારી પર છરીથી હુમલો કરતા સમગ્ર હપ્તાકાંડ બહાર આવ્યું હતું. દરરોજ રૂ 200નો હપ્તો આપો તો જ ફૂટપાથ પર ભીખ માંગી શકો પોલીસ કસ્ટડીમાં […]

લ્યો બોલો! પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે ખુલ્યો આશ્રમ, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે

પતિ-પત્ની પર સોશિયલ મીડિયામાં કેટલાય મિમ્સ બનતા હોય છે. દરરોજ નવા નવા જોક સાંભળવા પણ મળે છે. કહેવાય છે કે, દુનિયા એવું કોઈ નથી, જે પત્નીથી પરેશાન ન હોય. પણ કેટલાય લોકો એવા પણ હોય છે. જે એટલા બધાં હેરાન થઈ જાય છે કે, છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. જો કે, લગ્નને એક પવિત્ર […]

વડોદરામાં ગરીબ અને ભીક્ષુકોને હોટલ જેવું ભોજન જમાડનાર યુવકનો અનોખો સેવાયજ્ઞ, પ્રતિદિન 50 નિરાધાર ભીક્ષુકોને કરાવે ભોજન

જલારોટલો !! આ નામ સંભાળી તમને કોઇ આશ્રમનો ભોજન પ્રસાદ યાદ આવી જશે, પણ એવું નથી. જલારોટલો હોટલોમાંથી મળતા પેકેજ્ડ ફૂડ જેવો છે. પણ, તેની પાછળની કથા રોચક છે. બે એક વર્ષ પહેલાની વાત છે. કોરોના વાયરસની અસરો ટાળવા માટે લોકડાઉન ચાલતું હતું. આ આપદાના કારણે ફસાયેલા લોકો માટે સમગ્ર વડોદરૂ (Vadodara) એક થયેલું. પ્રવાસી […]