Browsing category

સમાચાર

લગ્નનાં છ મહિના બાદ દિકરાનું મોત થતાં સાસુએ વિધવા વહુને ભણાવીને પછી તેના બીજા લગ્ન કરાવી સમાજને ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું

રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં રહેતા એક સરકારી શિક્ષિકાએ પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવી સમાજને એક ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે. સાસુએ વહુને દીકરીની જેમ વિદાઈ આપી હતી. શિક્ષિકા કમલાદેવીના નાના દિકરા શુભમના લગ્ન 25 મે 2016 માં થયા હતા. લગ્ન થયા પછી શુભમ MBBS ના અભ્યાસ માટે કિર્ગિસ્તાન ગયો હતો. જ્યાં નવેંબર 2016 માં બ્રેન […]

પંચમહાલ જિલ્લામાં લગ્નનાં ફેરાનાં ગણત્રીની કલાક પહેલા જ દીકરીની ડોલી નહીં અર્થી ઉઠી, ગામ અને સમાજમાં શોકની કાલિમા છવાઈ

જેનો જન્મ તેનું મૃત્યુ એ સત્ય બાબત છે પરંતુ અકાળે કોઈ સ્વજન ચાલ્યું જાય એ કુદરતની કદાચ ક્રૂર મજાક પણ કહીં શકાય !! આવી જ એક દુઃખદ અને કાળજું કંપાવી દે એવી ઘટના પંચમહાલ જિલ્લામાં બની છે. ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં લગ્ન દિવસે જાનના આગમન પૂર્વે જ કન્યાનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં દુઃખદ […]

ભેંસાણમાં યુવાનનું મોં કાળુ કરી સરઘસ કાઢવુ પોલીસ અધિકારીને ભારે પડ્યું, કોર્ટે કરી આટલા વર્ષની સજા

જુનાગઢના ભેંસાણના તત્કાલીન પીએસઆઈ બી.પી.સોનારાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં અન્ય 3 પોલીસ કર્મીને એક એક વર્ષની સજા ફટકારાઇ છે. તેમાં ભેસાણ કોર્ટે પોલીસ અધિકારી અને કર્મચારીઓને સજા ફટકારતા ચકચાર મચી છે. ત્રણ વર્ષ પહેલા ભેંસાણની કોર્ટે સજા આપી હતી ઉલ્લેખનિય છે કે યુવાનનું મોં કાળું કરી, ટકો કરાવી, સરઘસ કાઢવાના ગુનામાં સજા […]

‘હું અમર છું, નહીં મરું’, શિષ્યએ ખરાઈ કરવા દાતરડું ઝીંક્યું તો મહારાજ ઊકલી ગયા

ધુણો ધખાવીને બેઠેલાં મહંતે તેમના માનીતા સેવકને કહ્યું કે, મેં વિધિવિધાન કર્યા છે. હું અમર થઈ ગયો છું, તું ખરાઈ કરી જો, મને જો કંઈ થશે નહીં. મહંતની આજ્ઞાને લઈ સેવકે તેમના દાતરડા વડે હુમલો કરતાં મહંત સ્થળ પર જ લોહીથી લથબથ હાલતે ઢળી પડયા હતા. જો કે,મહંતનું મોત થયાની જાણ થતાં જ સેવકે તેમના […]

વલસાડ પોલીસનું અમાનવીય વર્તન: રાત્રિ કરફ્યૂના ભંગ બદલ વર-કન્યાએ પ્રથમ રાત પોલીસ ચોકીમાં વીતાવી, પોલીસના વર્તનથી કન્યાને તાવ ચડ્યો

ગુજરાતમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ લાગૂ કરાયો છે. રાજ્યના મહાનગરો સહિત 19 શહેરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની કડક અમલવારી શરૂ થઈ ચૂકી છે. એવામાં રાત્રિ કરફ્યૂના પાલન માટે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ત્યારે વલસાડ પોલીસનું એક અમાનવીય વર્તન સામે આવ્યું છે. જેમાં રાત્રિ […]

શરદી-ખાંસીમાં તમે પણ ડોક્ટરને પૂછ્યા વગર જ Azithromycin ગળી લો છો? તો જાણો નિષ્ણાતોની ચેતવણી

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં હાલ ઉમેરો થઈ રહ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નજીવો તાવ કે શરદી ખાંસી (cold and cough) હોય તો પણ ઝડપથી સાજા થઈ જવાની લ્હાયમાં જાતે દવા લેવી નહિ. ડોકટરની સલાહ […]

આ છે UPના દબંગ IAS ઓફિસર: જેની પાસે આઝમ ખાન જૂતા સાફ કરાવવા માગતા હતા તે કલેક્ટર આન્જનેયે આઝમ અને તેની ગેંગનો દબદબો ધ્વસ્ત કરી નાખ્યો

IAS આન્જનેય કુમાર સિંહ. આ એ નામ છે જેનાથી રામપુરમાં આઝમ ખાનની ગેંગ આજકાલ સૌથી વધુ ભયભીત છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એક સમયે પ્રચાર માટે નીકળેલા આઝમ ખાને આ અધિકારીને પોતાના જૂતા સાફ કરવા કહ્યું હતું. આન્જનેય એ સમયે રામપુરના DM હતા. આઝમે કહ્યું હતું- “કલેક્ટર-ફલેક્ટરથી ડરશો નહીં, જો અલ્લાહ ચાહે તો હું ચૂંટણી પછી […]

વિદ્યાર્થીઓ અને ટીચર્સે મળીને બનાવ્યું રેડિયેશન ટેકનોલોજીવાળું વોશિંગ મશીન: માત્ર અડધા ગ્લાસ પાણીથી 5 જોડી કપડા 80 સેકન્ડમાં ધોવાઈ જશે, તે ગંધ અને સંક્રમણને પણ દૂર કરશે

માત્ર અડધા ગ્લાસ પાણીથી સાત કિલો સુધીના કપડાં (5 જોડી કપડાં અથવા 6 પેન્ટ-4 શર્ટ) એક જ વખતમાં ધોઈ શકાશે. ચિતકારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ટીચર્સે મળીને બે વર્ષની મહેનત પછી આવું વોશિંગ મશીન તૈયાર કર્યું છે. આ મશીનનો ઉપયોગ તેમની પોતાની હોસ્ટેલમાં જ નહીં પરંતુ કેટલીક હોસ્પિટલો અને બેકરીઓમાં પણ થઈ રહ્યો છે. તેને પેટન્ટ […]

સેલ્સમેને કપડા જોઈને કાર ખરીદવા આવેલા ખેડૂતનું કર્યું અપમાન, અડધો કલાકમાં ખેડૂત 10 લાખ રુપિયા રોકડા લઈ આવ્યો

કર્ણાટકના તુમકુરમાં એક ખેડૂત પોતાના મિત્રોની સાથે કારના શોરૂમમાં પહોંચ્યો. તે પોતાના માટે ડ્રીમ કાર ખરીદવા ગયો હતો. પરંતુ, કથિતરીતે તેના કપડાં જોઈને સેલ્મેને તેને અપમાનિત કરીને કાઢી મુક્યો. ત્યારબાદ, ખેડૂતે જે કર્યું તેને જોઈને સેલ્મનેનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તમે પણ જાણી લો શું છે આખો મામલો. રિપોર્ટ અનુસાર, આ ઘટના કર્ણાટકની છે. […]

રાજકોટમાં ખુશી માતમમાં ફેરવાઈ: દીકરાના લગ્નના દાંડિયા-રાસના પ્રસંગમાં માતાનું નિધન થયું

લગ્નની ખૂશીનો માહોલ એકાએક જ માતમમાં ફેરવાયો હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. દીકરાના લગ્નની ખૂશી માતાના મોતના કારણે માતમમાં પરિવર્તિત થઇ ગઈ. લગ્ન પહેલા યોજાયેલા દાંડિયા-રાસના કાર્યક્રમમાં વરરાજાની માતાને શ્વાસ ચઢવા લાગ્યો હતો. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વરરાજાની માતાનું મોત થયું હતું. તો બીજી તરફ સંબંધીઓએ […]