Browsing category

સમાચાર

અમદાવાદમાં બૂટલેગરો બન્યા બેફામ, પોલીસ કર્મીને દોડાવી-દોડાવીને ફટકાર્યા, જીવલેણ હુમલાનો વીડિયો વાયરલ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા બુટલેગરનો દારૂની બિન્દાસ્ત હેરાફેરીનો વીડિયો વાયરલ થયો હતો. હવે વૉન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો થયો હોવાનો બનાવ બન્યો છે. જેને લઇને નરોડા પોલીસે 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ […]

ધંધુકામાં જાહેરમાં કિશન ભરવાડની હત્યા બાદ ભારેલા અગ્ની જેવી સ્થિતિ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા નીકળી

અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. આ વાતની જાણકારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું કે, ‘હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.’ હત્યાના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ […]

ગુજરાતમાં Dolo 650નું ધૂમ વેચાણ, લોકો આડેધડ લઈ રહ્યાં છે ટેબલેટ, ચણા-મમરાની જેમ વેચાઈ રહી છે ડોલો-650

કોરોના મહામારી દરમિયાન અનેક દવાઓના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે DOLO 650ની ટેબલેટ આ મહામારી દરમિયાન સૌથી વધુ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી દવા બની ગઈ છે. આ સાથે જ ગુજરાતમાં પણ DOLO 650 ટેબલેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ અંગે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં […]

દીકરાની ફરજ દીકરીઓએ નિભાવી: 95 વર્ષની ઉંમરે પિતાનું મોત થતાં 7 દીકરીઓએ નનામીને કાંધ આપી સ્મશાન પહોંચાડી અંતિમ સંસ્કાર કર્યાં

જે પિતાનો હાથ પકડીને દીકરીઓ ચાલતા શીખી, પ્રેમથી તે દીકરીઓને મોટી કરી. સમાજમાં પોતાના પગ પર ઊભા રહેતા શિખવાડ્યું. તે જ પિતાની અર્થીને જ્યારે 7 દીકરીઓએ કાંધ આપીને વિદાય કર્યા તો લોકોની આંખો ભીની થઈ ગઈ. દીકરીઓએ પિતાના મૃતદેહને કાંધ તો આપી સાથે જ સ્મશાનમાં મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર પણ કર્યા. આ સમગ્ર ઘટના રાજસ્થાનના […]

પ્રજાસત્તાક દિવસે જ કરુણ ઘટના! શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત થતાં મોતને ભેટ્યા

બુધવારે સમગ્ર દેશ 73મો ગણતંત્ર દિવસ (republic day) ઉજવી રહ્યા હતા. ત્યારે આ દિવસ એક શિક્ષિકા માટે કાળમુખો સાબિત થયો હતો. અરવલ્લી જિલ્લામાં સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત થતાં મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની […]

આનંદ મહિન્દ્રાએ પુરો કર્યો વાયદો: સ્ક્રેપમાંથી બનેલી જીપના બદલામાં આપી નવી બોલેરો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશાં જુગાડ કરીને બનાવેલ વસ્તુઓનાં વીડિયો શેર કરે છે સાથે જ જુગાડ કરીને બનાવેલ વસ્તુઓના નિર્માતાઓની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કરે છે. પણ આ વખતે આનંદ મહિન્દ્રા એક વ્યક્તિના જુગાડથી આટલા બધા ખુશ થયા કે એમણે વ્યક્તિને જુગાડનાં બદલામાં એક નવી ગાડી ગિફ્ટ […]

બનાસકાંઠાના નડાબેટ ખાતે BSFના જવાને પોતાની જ સર્વિસ રાઈફલથી આત્મહત્યા કરી લેતા ચકચાર, અનેક તર્ક-વિતર્ક ઊભા થયા

બનાસકાંઠાના નડાબેટ નજીક BSFના જવાને અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે. BSFના જવાને કર્યો આપઘાત બનાસકાંઠાના નડાબેટ નજીક BSF જવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. BSF જવાને પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે. મૃતક જવાન નડાબેટથી ઝીરો પોઈંટ તરફની ચેકપોસ્ટ ઉપર સંતરી તરીકેની ફરજ […]

હર્ષ સંઘવીનો નીતિનભાઈને જાહેરમાં જવાબ:નીતિન પટેલે કહ્યું હતું કે અહીં તકો નથી, ગૃહ રાજ્યમંત્રી બોલ્યા- સૌથી વધુ રોજગારી ગુજરાત આપે છે

કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજી જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યનાં મોત થઈ ગયાં હતાં. આ મામલે ઉત્તર ગુજરાતના ભાજપના પીઢ રાજનેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપી પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. 1995થી લઈ અત્યારસુધીમાં સત્તામાં રહ્યા […]

શિક્ષકની કાળી કરતૂતનો ચેતવણીરૂપ કિસ્સો: અમદાવાદમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર બે વર્ષ દુષ્કર્મ આચર્યું, લગ્ન નક્કી થતાં બ્લેકમેઇલ કરવા લાગ્યો

અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. એ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી […]

સરકારે દોઢ માસમાં પલટી મારી! સોલાર પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્રના 6000 કરોડનું રોકાણ પાણીમાં; સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા નાના ઉદ્યોગકારો મતદાન નહીં કરે, ગામડે ગામડે સત્યાગ્રહ કરશે

ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ યુનિટ દીઠ રૂ. 2.83ના ભાવે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ ) કરી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો ઉદ્યોગકારો સાથે અન્યાય થયો હોવાનું ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું. સબસિડી મુદ્દે નિકાલ ન આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં સોલાર તેમજ તેની સાથે જોડાયેલા અન્ય નાના ઉદ્યોગકારો, રોકાણકારો, ખેડૂતો ગાંધી […]