Browsing category

સમાચાર

ધારાસભ્ય ધારે એ જ કરી શકે, બાકી તો બધા છક્કા છે: મધુ શ્રીવાસ્તવ, સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે અથવા તો પોલીસ ખાતું આવે કોઈની પણ તાકાત નથી દબાણ દૂર કરવાની

વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત પોતાના આંકરા તેવર બતાવ્યા છે. મધુ શ્રીવાસ્તવને ભાજપના દબંગ ધારાસભ્ય કહેવામાં આવે છે. તેઓ અલગ-અલગ મુદ્દે અને ક્યારેક તો પક્ષની સામે પણ બાંયો ચઢાવે છે. જરોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક દબાણોને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી આ વેપારીઓ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવા માટે ગયા […]

ગુજરાતમાં સોમવારથી ખુલશે સ્કૂલ, શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી, કોવિડ ગાઈડલાઈન્સનું કરવું પડશે પાલન

કોરોનાની ત્રીજી લહેર ડાઉનફૉલ તરફ ઢળતા જ ગુજરાત સરકારે ધોરણ 1 થી 9 માટે સોમવારથી શાળાઓમાં પ્રત્યક્ષ એટલે કે ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને જાહેર કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શાળાઓમાં ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાની સાથે જ […]

રાજસ્થાનના ડોક્ટર દંપતિનો ખોવાયો પોપટ, શોધનારને 1 લાખનું ઇનામની કરી જાહેરાત

રાજસ્થાનના સીકરના ડોક્ટર દંપતીનો પોપટ ખોવાયો છે. આ પોપટને શોધી આપનારને એક લાખ રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત ડોક્ટર તરફથી કરવામાં આવી છે.આ મામલો સીકરનો છે. અને આ પોપટનું નામ ‘કોકો’ છે. નામની જેમ આ પોપટની કિંમત પણ એટલી જ મહત્વની છે. પરિવારના જણાવ્યા અનુસાર કોકોને 2 વર્ષ પહેલા 80 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. માત્ર […]

જેતપુરના મહિલા કોગી અગ્રણી સહિત 12 લોકોના ત્રાસના કારણે પ્રૌઢે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું ‘બધા ને રૂપિયા આપી દીધા છતાં ત્રાસ આપે છે આ લોકોને છોડતા નહીં’

વ્યાજખોરો સામે શિકંજો કસવાના સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેતપુરના ખજૂરી ગુંદાળાંના આધેડે રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને  આધેડે ઝેરી દવા પી આપઘાત (suicide) કરી લીધો હતો. તેમને મરવા મજબૂર કરવા સબબ સૂસાઈડ નોટનાં આધારે પોલીસમાં ફરિયાદ નોંધાતા જેતપુર  […]

શિક્ષણમંત્રી પર શાળા સંચાલકોનું દબાણ: વિધાર્થીઓના જીવના જોખમે શાળા શરૂ કરવા માંગ, ફી માટે વાલીઓને સ્કૂલમાં બોલાવી મિટિંગ કરી

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સ્વ નિર્ભર શાળા સંચાલકો દબાણ કરી રહ્યાં છે. જેમાં સૌ પહેલાં રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ શાળાઓ વહેલી તકે શરૂ કરવા રજુઆતો કરી પછી વાલીઓને બોલાવી શાળાઓ શરૂ કરવાના સંમતિ પત્રક આપવાના દબાણ કરવાની સાથે ચોથા ક્વાટરની ફી આપવા માટે પણ શાળા સંચાલકો ઉતાવળા બન્યાં છે. તે જોતાં […]

નવસારીના શિક્ષકને ટ્રેનમાં TTEએ દંડના પૈસા લઈને રસીદ ન આપતા ચાલું ટ્રેને રેલવે મંત્રાલયને ટ્વિટના માધ્યમથી જાણ કરી, ત્વરિત રીપ્લાય મળતા TTE વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

રેલવેમાં ટિકિટ વગરના યાત્રીઓ પાસે મોટી રકમ વસૂલી રસીદ ન આપી રેલવે મંત્રાલયને લાખોનો ચૂનો ચોપડતા ભ્રષ્ટાચારી TTE વિરુદ્ધ નવસારીમાં રહેતા એક શિક્ષકે રેલવે મંત્રાલયને ટ્વીટના માધ્યમથી જાણ કરી હતી. શિક્ષકે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને રેલવે કર્મચારીને સસ્પેન્ડ કરાવ્યો છે. ટ્વિટરના માધ્યમથી રેલવે મિનિસ્ટ્રીને હરકત અંગે જાણ કરતાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરતા જ કર્મચારીને […]

કપાઈ ગયેલા હાથનું સફળ ઓપરેશન, પાલનપુર જનરલ હોસ્પિટલના સર્જને જટિલ સર્જરી કરીને આપ્યું જીવનદાન

બનાસકાંઠાની સૌથી મોટી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ સલંગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વિવિધ દર્દીઓની નિ:શુલ્ક સફળ સારવાર આપવામા આવી રહી છે. વિગતે વાત કરવામાં આવે તો તાજેતરમા જ ખસા ગામના વતની 26 વર્ષીય વિનોદભાઈ મકવાણા નામનુ પેશન્ટ ગત 25 ડિસેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયુ હતુ. દર્દી સાથે […]

સુરતમાં પોલીસને પડકાર: સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો આપતા વૃદ્ધને 20 ઘા મારી પશુની જેમ કાપી નાંખ્યા, પુત્ર વચ્ચે પડ્યો તો તેને પણ અનેક ઘા માર્યા, સ્થિતિ ગંભીર

સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને 20થી વધુ ઘા મારી પતાવી દીધા હતા. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત […]

હવેથી પુનઃલગ્નમાં પણ સરકાર કુંવરબાઈનું મામેરું ભરશે, મકાન બાંધવા રૂપિયા મળશે, 10 મોટી યોજનામાંથી 70 શરતો હટાવાઈ

રાજ્યમાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓના વિકાસ માટે અમલમાં રહેલી કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પુનઃ લગ્નના કિસ્સામાં પણ રૂ.10 હજારની સહાય મળી શકશે. અત્યાર સુધી જો કોઈ કન્યાના ફરીથી લગ્ન થાય તો આ પ્રકારની સહાય આપવામાં આવતી નહોતી. આ ઉપરાંત ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ સહાય માટેની ટોચ મર્યાદા ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા પાંચ લાખથી […]

ભાજપમાં જોડાઈ જવા લાલચ આપવામાં આવી હોવાનો આક્ષેપ: સુરતમાં AAPના કોર્પોરેટરને કહેવાયું ભાજપમાં આવી જાવ અનેક લોન ચાલું છે એ પૂરી કરીશું

સુરત આમ આદમી પાર્ટી તરફથી ભાજપ પર મસમોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી- વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી તરફથી એક પત્રકાર પરિષદનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના પક્ષના કોર્પોરેટરને બોલાવીને ખરીદવા માટે ભાજપ લાલચ આપે છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર અને બે મહિલા કોર્પોરેટર પર […]