Browsing category

સમાચાર

સુરતના ડિંડોલીમાં ધમધમતા દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસના દરોડા, 8 મહિલા અને 5 પુરુષોની ધરપકડ, ભાવનગરની મહિલા ચલાવતી હતી ગોરખધંધો

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન પોલીસે 8 મહિલા સહિત 5 પુરુષોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા માર્ક પોઈન્ટ કોમ્પલેક્સમાં છેલ્લા કેટલાક સમયથી દેહવ્યાપારનો ગોરખધંધો થતો હોવાની પોલીસને ફરિયાદ મળી રહી હતી. જો કે […]

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા, લીફ્ટની બાબતમાં યુવકે કર્યો હતો જીવલેણ હુમલો

સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના રાંદેરમાં રહેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા કરી દેવામાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કાંતિલાલ સંઘવીની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. મહેશભાઈ હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે.  મળતી માહિતી મુજબ, તેમના એપાર્ટમેન્ટમાં જ તેમની હત્યા કરવામાં આવી છે. એપાર્ટમેન્ટમાં લીફ્ટમાં નીચે જવાની બાબતમાં […]

ક્રિકેટર સુરેશ રૈનાના પિતાનું લાંબી માંદગી બાદ અવસાન, કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, ગાઝિયાબાદમાં અંતિમ શ્વાસ લીધા

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને IPLના સ્ટાર સુરેશ રૈનાના પિતા ત્રિલોકચંદ રૈનાનું 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. ભજ્જી સહીત અનેક ખેલાડીઓએ સોશિય મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. ત્રિલોકચંદ રૈનાનું નિધન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોકચંદ રૈનાનું લાંબી માંદગી બાદ 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. ત્રિલોકચંદ સેનામાં રહી ચૂક્યા છે. તે ઓર્ડનન્સ […]

વડોદરામાં પિતાએ લોહીના સંબંધો લજવ્યા: સગા બાપે 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, વર્ષ પહેલાં માતાનું મોત થયું હતું

માતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થતાં 17 વર્ષીય દીકરી પર નરાધમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતાં પાણીગેટ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. નરાધમ પિતાએ દુષ્કર્મ આચરતાં દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતાં તેને સરદાર માર્કેટ પાસે છોડીને બાપ ભાગી ગયો હતો. 2 ફોઈએ પણ દીકરીને ન રાખતાં માસી પાસે પહોંચેલી દીકરીની વ્યથા […]

શું સી.આર.ભાઈ ફરી કોંગ્રેસી ધારાસભ્યોને તોડશે? 19 સંપર્કમાં હોવાની વાત, ચૂંટણી પહેલાં આ સભ્યોને પ્રવેશ આપવાનો તખ્તો તૈયાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 પ્લસનો ટારગેટ પૂર્ણ કરવા માટે કોંગ્રેસના મજબૂત અને ચૂંટણી જીતી શકે તેવા નેતાઓની જરૂરીયાત છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે અમારા ધ્યાનમાં કોંગ્રેસના એવા 19 ધારાસભ્યો છે કે જેઓનો ભાજપમાં પ્રવેશ થાય તો અમારો ટારગેટ પૂર્ણ થઇ શકે છે. ચૂંટણી પહેલાં આ સભ્યોને પ્રવેશ આપવાનો તખ્તો ઘડાઇ રહ્યો […]

મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધી, અન્ના હજારે ફરી કરશે આંદોલન, સુપરમાર્કેટમાં વાઇન વેચવાના નિર્ણયનો અન્નાએ કર્યો વિરોધ

સમાજસેવક અન્ના હજારે ફરી એકવાર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ હડતાળ પર બેસવાના છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સુપરમાર્કેટ, મોલ અને ગ્રોસરી સ્ટોર્સમાં વાઇન વેચવાની પરવાનગી આપી છે. અન્ના હજારે આ નિર્ણયથી ખૂબ નારાજ છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે તેનાથી મહારાષ્ટ્રમાં દારૂબંધી […]

જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન, સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક, આવતીકાલે સમાધિ આપવામાં આવશે

આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ […]

બોલિવૂડમાં શોકની લહેર: લતા મંગેશકરનું નિધન.. 92 વર્ષે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ, આજે સાંજે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર

92 વર્ષની ઉમરે કોકિલ કંઠી લત્તાજીનું આજે અવસાન થયું છે..કોરોના અને ન્યુમોનિયા થતા તેમણે છેલ્લા 29 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.જો કે ગત રોજ તબિયત વધુ લથડતા આજે તેમનું નિધન થયું છે. સાંજે 6.30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે લતાજીના પાર્થિવ દેહને બપોરે 12.30 […]

ભાજપ MLAનો હર્ષ સંઘવીને પત્ર: રાજકોટના CP 15% કમિશને ડૂબેલાં નાણાં અપાવે છે, 15 કરોડની ઠગાઈમાં 75 લાખ પડાવ્યા

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્‍સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો […]

ચોટીલાના જૈન પરિવારની અનોખી પહેલ: લગ્નપ્રસંગે આવેલા ચાંદલાની રકમ પાંજરાપોળને અર્પણ કરી, ચાંદલો લખાવનાર મહેમાનોને પાંજરાપોળની પહોંચ અપાતી હતી

ચોટીલાના જૈન પરીવારમાં શનીવારે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો. જેમાં ચાંદલામાં આવેલી રકમ પાંજરાપોળમાં દાન કરવામાં આવી છે. ચાંદલો લખાવનાર મહેમાનોને પાંજરાપોળની પહોંચ આપવામાં આવતી હતી. જમણવારના અંતે 55,555 રૂપીયા પાંજરાપોળમાં અર્પણ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લગ્નની સીઝન પુરબહારમાં ખીલી છે. તેમાં પણ વણજોયા મૂર્હુત એવા વસંતપંચમીએ અનેક લગ્નો છે. ત્યારે ચોટીલાના જૈન […]