Browsing category

સમાચાર

સુરતમાં કંપનીના મેનેજરે મહિલાની માંગમાં સિંદૂર ભરી શરીરસંબંધ બાંધ્યા પછી ભાગી ગયો, મહિલાએ નોંધાવેલી ફરિયાદ

સુરત (Surat News)ના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને સચિન જીઆઇડીસી (Sachin GIDC)ની કંપનીના મેનેજરે મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા ઘણા સમયથી બળાત્કાર (Rape case in Surat) ગુજારતો હતો. જોકે આ મહિલાએ લગ્નની વાત કરતાં જ આ મેનેજર તેને છોડી ફરાર થઈ ગયો હતો. જેને લઇને અનેક વર્ષો સુધી સંબંધ બાંધીને પોતાનો ઉપયોગ કરનાર મેનેજર વિરુદ્ધ મહિલાએ […]

ઓછા ટકાએ સરળ પ્રવેશ અને ઓછી ફીના લીધે વિદેશ જવાનું ચલણ: ગુજરાતમાં MBBS માટે 5 વર્ષની ફી 1 કરોડ, યુક્રેનમાં હોસ્ટેલ ફી સહિત 22 લાખનો ખર્ચ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે કારણે ત્યાં એમબીબીએસ કરવા ગયેલા તમામ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ મેડિકલનું ભણવા શા માટે યુક્રેન જેવા દેશમાં જાય છે? એ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ યુક્રેનથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓ, મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વાત કરતા બહાર આવ્યું કે ગુજરાતમાં એમબીબીએસ કરવું ખુબ મોંઘુ છે […]

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIની ગુંડાગીરી, અરજદાર અને વકીલને ફટકાર્યા, આખો મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ સત્તાના મદમાં કેવા છાકટાં થઈ જાય છે અને હાઈકોર્ટ સુદ્ધાંના આદેશને ફંગોળી કોઈની પણ સાથે ક્રૂરતા આચરવામાં ખચકાતાં નથી તેનો વધુ એક પુરાવો ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દર્શનસિંહ બારડે આપ્યો હતો. છેતરપિંડીના એક કેસમાં પોતાના અરજદારનું પોલીસ નિવેદન લેવા વકીલને સાથે રાખવાના હાઈકોર્ટના હુકમ સાથે એક વકીલ યુવકને લઈ જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે […]

રાજકોટનાં જસદણમાં પિતા-પુત્રએ એક સાથે કર્યો આપઘાત, વ્યાજખોરના ત્રાસથી કંટાળી ભર્યું પગલું

જસદણમાં વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે. જસદણમાં વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા-પુત્રએ મોતને વહાલું કરી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે આપઘાત પહેલા તેમના ભત્રીજાને ફોનમાં કહ્યું હતું કે, ‘આપણા છેલ્લા રામ રામ છે’. ત્યારબાદ દવા પી મોતને વહાલું કરી લીધું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

તૃણમુલ કોંગ્રેસના યશવંત સિંહાએ કહ્યું કે, તમે 18000ને લાવી નથી શકતા, ગુજરાલે તો 1.7 લાખને બહાર કાઢ્યા હતા

રશિયા સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, તેવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને યોગ્ય સમયે ન કઢાતા અને હાલમાં પણ થઇ રહેલા વિલંબ પર વિપક્ષ પાર્ટી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે સરકાર પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર ‘પ્રભાવી પગલાંઓ ન ભરવાનો’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ ‘કાર્યવાહીમાં લાપતા’ હોવાનો આરોપ […]

રાજકોટ ભાજપમાં નવો જૂથવાદ: રૂપાણી બાદ રાદડિયા ટાર્ગેટ, જિલ્લા બેંકમાંથી દૂર કરવા ભાજપના જ નેતાઓ એક થયા

વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો છે, જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતીકૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી છે. આ અંગે વડાપ્રધાન સુધી રજઆત કર્યાની પણ ચર્ચા […]

રાજકોટ હનીટ્રેપ: યુવતીએ લીંબડીના યુવાનોનો સંપર્ક કરી મિત્રતા કેળવી, પછી કહ્યું: મારો પતિ ઘરે નથી હોટેલમાં રાત માણીએ…

રાજકોટમાં ફરી એક વખત હની ટ્રેપની ઘટના સામે આવી છે. લીંબડીના ખંભલાવના યુવાનને રાજકોટની યુવતીએ મારો પતિ ઘરે નથી હોટેલમાં રાત્રી રોકાણની લાલચ આપી ગ્રીનલેન્ડ ચોક બોલાવી બાદ ચોટીલા નજીક હોટેલ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી 3 યુવાનો આવી પોલીસની ઓળખ આપી બે મોબાઇલ સાથે રોકડ રકમ પડાવી લઇ ગુનો આચર્યો હતો. જો […]

સુરતનો કિસ્સો: બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને મળ્યો દગો, લીવ-ઇન પાર્ટનરે શારીરિક સંબંધ બાંધ્યો, લગ્નનું કહેતા ફરી ગયો

પ્રેમ સંબંધમાં વિશ્વાસઘાતની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી રહી છે. મોટભાગના પ્રેમ સંબંધમાં રહ્યા બાદ વાત જ્યારે લગ્ન (Marriage) સુધી પહોંચે છે ત્યારે સાથીને છોડી દેવાના બનાવો બનતા હોય છે. સુરતમાં લિંબાયતમાં બ્યુટી પાર્લર (Beauty Parlour) ચલાવતી એક યુવતી સાથે પણ કંઈક આવું જ બન્યું છે. યુવતીની આંખ એક યુવક સાથે મળી ગઈ હતી. જે […]

લીંબડીના વિપ્ર દંપતીની અનોખી ઉજવણી: લગ્નની 50મી વર્ષગાંઠે 50 બાળકના અભ્યાસનો ખર્ચ ઉપાડવાનો લીધો સંકલ્પ

ભાલના ગાંફ ગામના કિશોરભાઈ પંડયાના લગ્ન અમદાવાદના ભગવતીબેન સાથે તા.29 ફેબ્રુઆરી-1972ના રોજ થયા હતા. દંપતિ શિક્ષક હોવાથી બન્ને લીંબડી સેટલ થયા હતા. વિપ્ર દંપતી પુત્ર હિતેષ, પુત્રવધૂ છાયા અને પૌત્ર ધાર્મિક સાથે લીંબડી રેલવે સ્ટેશન રોડ પર માતૃછાયા મકાનમાં સુખેથી નિવૃત્ત જીવન ગાળે છે. ‘પ્રેમની કોઈ ઉંમર હોતી નથી’ એ સાબિત કરતો કિસ્સો પંડયા પરિવારની […]

સુરતીની અનોખી આસ્થા: કોરોનામાં 1 મહિનો ICU, 2 મહિના ઓક્સિજન પર, ફેફસાં ડેમેજ, શુગર અને બીપી છતાં 62 વર્ષની વયે 3200 કિમીની નર્મદા પરિક્રમા કરી

સુરતના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે ખડકી ફળિયામાં રહેતા બિપિનભાઈ રણજિતભાઈ દેસાઈ (62)ની જીવનમાં નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી. પરંતુ વર્ષ 2020માં 7મી ડિસેમ્બરના રોજ કોવિડ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમના ફેફસાં 75 ટકા ડેમેજ થઈ જવાથી 1 મહિનો અને 2 દિવસ આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી. આ સમયમાં ચારે તરફ મૃતદેહો પડ્યા જોયા હતા, […]