Browsing category

સમાચાર

પુત્રએ ચૂકવ્યું દૂધનું ઋણ: માતાને બચાવવા કૂવામાં કૂદીને આપ્યો જીવ, માતા અને પુત્ર બંનેના મોત

જયપુર જિલ્લામાં એક પુત્રએ માતાના દૂધનું ઋણ ચૂકવવા માટે પોતાનો જીવ આપી દીધો. તે અલગ વાત છે કે તે તેની માતાને બચાવી શક્યો નહીં. જયપુરના ચક્સુ વિસ્તારમાં બનેલી આ દર્દનાક દુર્ઘટનામાં માતા અને પુત્ર બંનેના મોત થયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી માતા-પુત્રના મૃતદેહ પરિજનોને સોંપ્યા છે. માતા માટે પોતાનો જીવ આપનાર પુત્ર જ હતો. અકસ્માત […]

વડોદરામાં મંદિર બહાર નોનવેજ ફેંકતા વિવાદ: 147 વર્ષ જૂના મંદિરના ગેટ પાસે ઈંડા-ડુંગળી, દારૂની બોટલો મૂકી જતા ભક્તોની લાગણી દુભાઈ, કાર્યવાહીની માંગ

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામિનાયારણ મંદિરના ગેટ પર કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓ મુકી જતાં સંતો અને ભક્તોની લાગણી દુભાઇ છે. આ મામલે મંદિર દ્વારા વાડી પાલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. ઇંડા, બ્રેડ અને રસોડાનો કચરો ચાર થેલીમાં ભરીને નાખ્યા વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રસાદીના […]

‘મારી પત્ની શારીરિક સુખ નથી આપી શકતી, તું સબંધ બાંધે તો હું લગ્ન કરીશ’- કહીં મંત્રીએ ભાજપની મહિલા કાર્યકર્તાને ફસાવી, દુષ્કર્મ પીડિતાએ ઑલઆઉટ પીધુ

ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પર લગ્નની લાલચ આપીને ભાજપની મહિલા કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચવા માટે મંત્રી સતત દબાણ કરતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કંટાળેયી મહિલાએ ઝેરી દવા પી (All Out)ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આ અંગે પ્રાપ્ત વિગતો […]

ભાવવધારાએ તેલ કાઢ્યું! સીંગતેલના ભાવમાં 164, કપાસિયામાં 210, સૂર્યમુખીમાં 505, પામતેલમાં 380નો વધારો ઝીંકાયો

જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકોના બજેટ પર રોજ રૂ. 11.60 લાખનો બોજો પડશે. પહેલાં સીંગતેલના ભાવ વધતાં લોકો કપાસિયા તેલ તરફ વળ્યા. ત્યારે હવે કપાસિયા તેલના ભાવ પણ વધતાં મધ્યમવર્ગના પરિવારોની મુશ્કેલી વધી ગઈ […]

વતન પહોંચતાં જ આંસુ છલકાયાં: ભારતીય વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો, છોકરીઓ સાથે દુર્વ્યવહાર થયો હતો, સરકાર માત્ર પ્રચારમાં જ વ્યસ્ત રહી

“24 ફેબ્રુઆરીથી યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થઈ ગયું હતું, અમે બધા ડરી ગયા હતા કે હવે શું થશે. અમે 2 દિવસ સુધી ભારતીય એમ્બેસીને ફોન કરતા રહ્યા. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. અમારો બધો સામાન લઈને 15 કિમી પગપાળા ચાલ્યા. અમે માઈનસ 10 અને માઈનસ 20 ડીગ્રીમાં ખુલ્લા આકાશ નીચે ચાર રાત વિતાવી. અમને કચડવામાં પણ આવ્યા. […]

ગુજરાતમાંથી બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું: અમદાવાદમાં 21 દિવસથી ગુમ 4 માસની બાળકીનું અપહરણ કરી 2 લાખમાં સોદો કરાયો, 9 આરોપીઓ ઝડપાયા

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી હતી. આ સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ બાળકીનો 2 લાખમાં સોદો પણ કર્યો હતો, જોકે પોલીસે 21 દિવસમાં જ બાળકીને શોધી કાઢી હતી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 17 ફેબ્રુઆરીએ શ્રમિક પરિવારની […]

ઘરવાળીને કહ્યું બાજૂમાં આંટો મારીને આવું! પછી ફ્લાઈટ પકડીને યુક્રેનમાં યુદ્ધ લડવા પહોંચી ગયો, ઘરમાં થયા ડખ્ખા

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે અગિયારમો દિવસ છે, જો કે, યુક્રેનની સેના રશિયાને જવાબ આપવામાં બરાબરની ટક્કર આપી રહ્યા છે. યુક્રેન પર રશિયાના આક્રમણને 11 દિવસ થઈ ગયા છે. રશિયાના સરકારી મીડિયાએ માહિતી આપી છે કે, સેના યુક્રેનના બે વિસ્તારમા અસ્થાયી સંઘર્ષ વિરામનું પાલન કરી રહી છે, જેથી સામાન્ય નાગરિકોને ત્યાંથી બહાર કાઢી શકાય. […]

ACBના હાથે લાંચ લેતી પકડાયેલી ઇન્સ્પેક્ટર બોલી- મારા એકલા માટે નથી, ઉપર સુધી આપવાના છે

જયપુર: મેડિકલ સ્ટોરની તપાસ ન કરવા માટે લાંચ લેનારી ડ્રગ ઇન્સ્પેક્ટર સિંધુ કુમારીને એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ રંગે હાથ પકડી છે. આરોપી ડ્રગ ઇન્સ્પેક્ટરે પૂછપરછમાં જણાવ્યું કે પૈસા ઉપર સુધી આપવા પડે છે નહીં તો બદલી થઈ જાય છે. આ ખુલાસા બાદ ACBના અધિકારી લાંચ લેવામાં સામેલ ડિપાર્ટમેન્ટના અન્ય અધિકારીઓના નામ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા […]

આજથી હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારાઓની ખેર નથી, આખા રાજ્યમાં ચાલશે ડ્રાઇવ

આજથી એટલે કે 6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ (Gujarat Police) તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ ડ્રાઇવ (Traffic drive) શરૂ કરવામાં આવનારા છે. આ વિશેષ ડ્રાઇવ 15મી માર્ચ સુધી ચાલશે. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને દંડવામાં આવશે. ખાસ કરીને હેલ્મેટ પહેર્યાં વગર ટુ-વ્હીલર ચલાવનારા અને સીટ બેલ્ટ બાંધ્યા વગર ફોર વ્હીલર […]

સુરતમાં અંધશ્રદ્ધામાં મહિલાનો ભોગ લેવાયો, ભુવાએ છેતરપિંડી કરતા મહિલાએ આપઘાત કર્યો. ભુવાએ રૂપિયા ડબલ કરી આપવાની લાલચે 6 લાખ પડાવ્યા

ભુવાના ચક્કરમાં કતારગામની મહિલા જીવ ખોવાનો વારો આવ્યો છે. ભુવાએ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને વિધિ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જોકે, મહિલાએ આ વિધિ માટે દીકરી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. પોલોસે આ સમગ્ર મામલે મહિલાની દીકરી અને ભૂવા વિરુદ્ધ આપઘાત દુસપ્રેરણાનો ગુનો દાખલ કરી ચોકબજાર પોલીસે ભુવા ખુશાલ નિમજેની […]