Browsing category

સમાચાર

1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, આપ સરકારની ભેટ

પંજાબમાં ભગવંત માનની સરકારને સત્તામાં આવ્યાને એક મહિનો વીતી ગયો છે. આ અવસર પર રાજ્ય સરકારે સામાન્ય લોકોને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. 1 જુલાઈથી રાજ્યના દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેના 30 દિવસના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ બહાર પાડ્યું. આ સાથે છાપાઓમાં જાહેરાતો દ્વારા દાવો […]

દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ, તોફાની ટોળાએ વાહનોમાં તોડફોડ કરી

દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકાળવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. જે બાદ બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરવા સાથે જ ગાડીઓમાં તોડફોડ કરી છે. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને બાબૂ જગજીવનરામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ […]

સુરતમાં AAPના નગરસેવકની કારમાંથી 100 કરોડના કૌભાંડના ડોક્યુમેન્ટ ભરેલી બેગની ચોરી, બેગ ભાજપના કોર્પોરેટરના ઘરની બહારથી મળી

સુરતના અડાજણ સ્ટાર બજારમાં સિને પોલિશમાં હોલમાં KGF પીક્ચર જાવા માટે ગયેલા આપના નગરસેવકની કારમાંથી ચોરી થઈ હતી. સ્ટાર બજારની સામેના બ્રીજની નીચે પાર્ક કરેલ હોન્ડા અમેજ ફોર વ્હીલ ગાડીનો કાચ તોડી કોઈ અજાણ્યો મનપાના હાજરી કૌભાંડ, રીંગરોડ એસટીઍમ માર્કેટના કૌભાંડની દસ્તાવેજાની ઝેરોક્ષ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ સાથેને બેગ ચોરાઈ હોવાની કનુભાઈએ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન […]

આણંદના ખંભાતમાં કોમી હિંસા બાદ મોટી કાર્યવાહી, તોફાનીઓનાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

આણંદના ખંભાતમાં કોમી હિંસા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શક્કરપુરમાં કોમી હિંસા બાદ બુલડોઝર ફર્યા છે. તેમજ ASP અને પ્રાંત અધિકારીની હાજરીમાં દબાણ હટાવાયા છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પ્રોટેકશન સાથે કાર્યવાહી કરાઇ છે. તથા માહોલ ખરાબ કરનારાઓ સામે કાર્યવાહીની શરૂઆત થઇ છે. હિંસાના આરોપીઓની સંપત્તિ તોડી પાડવામાં આવી ગુજરાતના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા […]

ખંભાત હિંસામાં વિદેશી ફંડિંગની આશંકા, મૌલવી સહિત 11 જણાની ધરપકડ. સોશિયલ મીડિયાના માધ્યમથી પથ્થરમારાનું પ્લાનિંગ

10 એપ્રિલે રામનવમીની શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો કરવાની ઘટનામાં ખંભાત પોલીસે મૌલવી સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ ઘટનામાં આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ કનેક્શન પણ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. રામનવમી દરમિયાન ભગવાન રામની શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. જેને લઈને ખંભાત પોલીસે 57 આરોપીઓ […]

સુરત ફરી શર્મસાર: 5 વર્ષીય માસૂમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ બાદ ખાડામાં દાટેલી ડેડબોડી મળી

સુરતમાં હવસખોરોને છૂટો દોર મળી ગયો હોય તેમ વધુ એક બાળકી હવસખોરોની બલી ચઢી ગઇ હતી. પૂણા ઓવરબ્રિજ નીચે માતાના પડખામાં સૂતેલી પાંચ વર્ષીય બાળકીનું 32 વર્ષીય હવસખોર અપહરણ કરી ગયો હતો. પૂણાગામ ભૈયાનગરમાં આવેલી સેવન સ્ટાર સ્કુલ સામે પાર્કિંગમાં લઇ જઇ બળાત્કાર કર્યા બાદ ગળે ટૂંપો આપી ત્યાં પડેલાં પથ્થર ઉપર બાળકીનું માથું ક્રૂરતાપૂર્વક […]

હિંમતનગરમાં વણઝારાવાસમાં પથ્થરમારો થતાં 8 હિન્દુ પરિવારોની હિજરત, ગૃહમંત્રીએ માત્ર અધિકારીઓ સાથે બેઠક યોજી સંતોષ માન્યો

હિંમતનગરમાં છેલ્લા 3 દિવસથી ફેલાયેલી અશાંતિની આગમાં સોમવારે રાત્રે વધુ બે વિસ્તારો લપેટાયા હતા, ત્યારે પોલીસ, RAF અને SRPના જવાનોએ તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને કોમ્બીંગ શરૂ કરી દીધું હતું. બીજી તરફ શહેરના વણઝારા વાસમાં થયેલો પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યાની વાતો વહેતી થયા બાદ એક તબક્કે હાથમતી નદીના બંને કિનારે લગભગ […]

મંત્રી રૂપાલાના મતે શાળાઓ શેડા લૂછવાના બે લાખ રૂપિયા લે છે, અમે ભણતા ત્યારે…

ગુજરાતના શિક્ષણજગત જાણે વિવાદનો વાયરલ લાગ્યો હોય એવી સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે. ખાસ કરીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ બફાટ કરતા મામલો રાજકીય રીતે ગરમાતો જોવા મળ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ વાત સ્વીકારી છે કે, ગુજરાતની શાળાઓમાં નાના બાળકોની સ્કૂલ ફી બે લાખ રૂપિયા હોય છે. નાના બાળકોની સાચવણીની ફી […]

ગોબરથી ચુલો સળગાવો, પછી ગેસનો ભાવ 2 હજાર થાય તો પણ વાંધો નહી: ભાજપ મહિલા સાંસદ

દેશમાં એકતરફ મોંઘવારીની બુમરાણ મચેલી છે, તેવા સમયે ભાજપના એક મહિલા સાંસદે ગેસના ભાવનો એવો ઉકેલ બતાવ્યો છે કે મગજ ચકરાવે ચઢી જાય. દુનિયા,ચુલામાંથી માંડ બહાર આવી છે ત્યારે ભાજપની આ મહિલા નેતા કહે છે કે, ગોબરથી ચુલો સળગાવો પછી ગેસનો ભાવ ગમે તેટલો વધે કોઇ ફરક પડશે નહી. મહિલા ભાજપ નેતાના નિવેદન પરથી એવું […]

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ, આણંદના ખંભાતમાં જૂથ અથડામણ, બે મૌલવી સહિત 7 શખ્સોની કરી અટકાયત

આણંદના ખંભાતમાં જૂથ અથડામણના મામલે પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થયુ છે. તેમજ મૃતકની સ્મશાન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસે બે મૌલવી સહિત 7 શખ્સોની અટકાયત કરી છે. તથા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ ખંભાતમાં સપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ […]