મોડાસામાં ચાલુ ક્લાસમાંથી ‘તારે બહાર જવાનું હોવાથી તારા ઘરેથી અમને લેવા મોકલ્યા છે’, કહી 15 વર્ષની સગીરાને ઉઠાવી ગયા, એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું ષડયંત્ર
ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ ગુજરાતમાં એકતરફી પ્રેમીના એક બાદ એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં તાજેતરમાં અરવલ્લીના મોડાસા (Modasa) તાલુકામાંથી એકતરફી પ્રેમીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીનો પીછો કરી રહેલાં યુવકે પોતાના બે સાથીઓની મદદથી ચાલુ ક્લાસમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. યુવકના બે મિત્રોએ સ્કૂલે જઈને સગીરાને કહ્યું હતું […]