Browsing category

સમાચાર

ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ રાજકારણ કરે છે ભાજપ સેવાકરણ કરે છે: સી.આર.પાટીલ

અમરેલી જિલ્લા ભાજપ પરિવાર અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા આયોજિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો રક્તતુલા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સી.આર.પાટીલે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટી સિવાયની તમામ પાર્ટીઓ રાજકારણ કરે છે અને ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યને સેવાની સાથે જોડી સેવાકરણ કરે છે અને માટે જ ખેસ સાથે નીકળેલા કાર્યકર્તાને એક […]

અમેરિકાનું બેવડું વલણ, રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારતને ‘ધમકી’, જર્મની પર મૌન

યૂક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદીને લઈને અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધતો જણાઈ રહ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને અમેરિકન પ્રતિબંધોનું ઉલ્લંઘન ન કરે. સાથે જ અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે ભારતનું આ પગલું વિશ્વની સૌથી મોટી લોકશાહીને ‘ઈતિહાસની ખોટી બાજુએ’ મૂકી દેશે. અમેરિકાનું આ […]

અમદાવાદમાં બાપુનગરના મહિલા PSI પર કોર્ટમાં 100 લોકોએ હુમલો કર્યો, લોકોના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ મેટ્રો કોર્ટમાં ગુંડાગીરી કરીને વકિલોએ મહિલા PSI પર હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ આરોપીને લઇને કોર્ટમાં આવતા વકિલોએ તેઓને ફટકાર્યા હતા. જેમાં નવ દિવસ બાદ મહિલા PSIએ 10 વકિલ સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં બાપુનગરના મહિલા પીએસઆઇ જાદવ પર મેટ્રો કોર્ટમાં 100થી વધુ વકિલોએ તેમની પર હુમલો કર્યો હતો. 10 વકિલ […]

ફિલ્મને બદલે પેટ્રોલ ટેક્સ ફ્રી કરવાથી લોકોને વધારે ફાયદો થશેઃ જયંત ચૌધરી

1990માં કાશ્મીરી પંડિતોની હિજરતને લઈને દેશભરમાં ચર્ચા છેડાઈ છે. ચર્ચાનું એપિ સેન્ટર છે, ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મ. સોશિયલ મીડિયામાં આ ફિલ્મ વિશે ધમાસાણ મચેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ ટ્વીટ કરી છે કે ફિલ્મને બદલે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ […]

સુરતમાં અસમાજીક તત્વોનો આતંક: કાપોદ્રા વિસ્તારમાં ઘરમાં ઘૂસી મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા, સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ

સુરત (Surat news)માં એક પછી એક હત્યા (Murder case)નો બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સુરત પોલીસ (Surat Police) દોડતી થઈ ગઈ હતી. હત્યા, ચોરી, લૂટફાટની ઘટનાઓ ધોળા દિવસે બની રહી છે. સુરતમાં કાપોદ્રા (Kapodra area murder case)માં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું ગળું કાપી હત્યા […]

અમદાવાદના સાણંદનો કિસ્સો: પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને સરાજાહેરામાં રહેંસી નાખનાર ભાઈને અદાલતે ફાંસીની સજા ફટકારી

અમદાવાદના સાણંદ (Sanand Ahmedabad) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2018ની વર્ષમાં એક એવી ઘટના બની હતી જેમાં 2 લોકોની જાહેરમાં હત્યા (Murder) કરી દેવામાં આવી હતી.આરોપીએ છરીના ઘા મારીને 2 લોકોને મોતના (શહી્ાી) ઘાટ ઉતારી દીધેલ જેમાં આરોપીએ પોતાની સગી બહેન (Sister) અને બનેવીને (Brother in Law) હત્યા કરી નાખી હતી અને ત્યારથી ફરાર થઇ ગયો […]

ભાવનગરમાં વિધર્મીઓની દાદાગીરી: 15 ફ્લેટધારકોને ‘ફ્લેટ અમને વેચાણથી આપી દ્યો, નહીં તો જીવવું મુશ્કેલ બનાવી દેશું’ એમ કહી ધમકી આપી

ભાવનગર શહેરના ઘોઘારોડ, મોખડાજી સર્કલ ખાતે એક કોમ્પલેક્ષના 15 જેટલા ફલેટધારકોને વિધર્મીના ટોળાએ બળજબરી કરી તેમના ફલેટ વેંચી દેવા ધાક-ધમકી આપતા ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. આ વિસ્તારમાં ભાજપના હોદ્દેદારોએ હેતુફેરના નામે મોટી રકમ લઇ એક યોજનાને મંજુરી આપી હોવાનો આ વિસ્તારના લોકોએ આક્ષેપ કરી આ પ્રોજેકટમાં વિધર્મીઓ રહેવા આવવાના હોવાથી હવે આજુબાજુની જગ્યા પણ […]

The Kashmir Files ફિલ્મ પર ફારુક અબ્દુલાએ તોડ્યું મૌન, કહ્યું: કાશ્મીરમાં જે પણ થયું, તે કેવી રીતે થયું? આ કોણે કર્યું? તેની તપાસ થવી જોઈએ

કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ આ ફિલ્મ પર પોતાનું મૌન તોડ્યું છે. દરેક ફિલ્મ સાચી હોય, તે જરૂરી નથી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે દરેક ફિલ્મની પોતાની વાર્તા હોય છે અને જરૂરી નથી […]

રાજકોટના સિનેમા ઘરોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ રિલીઝ, સંચાલકોએ ટોકિઝની બહાર બેનર લગાવવાનું ટાળ્યું, છતાં લોકો ફિલ્મ જોવા ઉમટ્યા

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ સિનેમાઘરોના સંચાલકો દ્વારા ફિલ્મનું બેનર લગાવવામાં આવ્યું નથી. આથી ફિલ્મ રિલીઝ વચ્ચે બેનર ન લગાવતા ક્યાંક ડરનો માહોલ પણ હોય તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. તેમ છતાં મોટી સંખ્યામાં આ ફિલ્મ જોવા માટે ઉમટી […]

શરમજનક હાર બાદ કપિલ સિબ્બલે કહ્યું: હવે બહુ થયું, ગાંધી પરિવાર કોંગ્રેસ છોડો અને બીજા નેતાને તક આપો

પાંચ રાજ્યોમાં શરમજનક હાર અને નેતાઓના પલાયન સહિતના અનેક મુદ્દાઓ પર કોંગ્રેસના સિનિયર નેતાઓ દુઃખી થઇ રહ્યા છે. કોંગ્રેસના લગભગ 130 વર્ષના ઇતિહાસમાં આટલું પતન ક્યારેય જોવા મળ્યું નથી. કોંગ્રેસના પતનથી જુના નેતાઓ ચિંતિત છે અને નેતૃત્વ પરિવર્તનની માગ કરી રહ્યા છે. કોંગ્રેસમાં સુધારાની માંગ કરનારા ગ્રુપ 23ના નેતાઓમાં કપિલ સિબ્બલ પહેલા એવા નેતા છે […]