Browsing category

સમાચાર

ટીવી ચેનલની ડિબેટમાં ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ અલ્પેશ કથિરીયાને આંદોલનકારી ગલુડિયું કહેતા વિવાદ, પાટીલે ખખડાવ્યા

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય લોબીમાં એક જ ચર્ચા છે કે, નરેશ પટેલની એન્ટ્રી ક્યા પક્ષથી રાજકારણમાં થશે? પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. શુક્રવારે સાંજે એક ટીવી ચેનલની ડિબેટમાં ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાને આંદલોનકારી ગલુડિયું કહેતા વિવાદ થયો છે. આ વાતને લઈને અલ્પેશ કથિરીયા […]

પોલીસના અમાનુષી ત્રાસની હૃદયદ્રાવક ઘટના, પોલીસ એટ્રોસિટી કેસમાં આઈજી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરે: હાઈકોર્ટ આપ્યો આદેશ

તાજેતરમાં જ આવેલી દક્ષિણ ભારતીય ફિલ્મ `જય ભીમ’માં દર્શાવવામાં આવેલુ કે સમાજના નીચલા વર્ગના સમુદાયના લોકોને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવીને કેવો અમાનુષી ત્રાસ અપાય છે. આ જ ફિલ્મની કથાવસ્તુ જેવી જ દર્દનાક ઘટના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં જોવા મળી છે. જેમાં, ધંધુકા પોલીસના અમાનુષી ત્રાસનો ભયાવહ ચહેરો નજરે પડ્યો  છે. આ કેસમાં, હાઈકોર્ટના સિંગલ […]

The Kashmir Files: અહીં થિયેટરમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા, ભારત વિરોધી સુત્રોચાર કરનારા લોકોને ભડકેલા પ્રેક્ષકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ VIDEO

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ “ધી કાશ્મીર ફાઈલ્સ” અત્યારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને કાશ્મીરમાંથી હિન્દુઓના થયેલા પલાયનને બખૂબી દર્શાવવામાં આવ્યું છે. જો કે તાજેતરમાં આ ફિલ્મને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં તેલંગાણામાં આ ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા લગાવવામાં આવતા થિયેટરમાં જ મારમારી થવા […]

ફિલ્મને કારણે રાજકારણ ગરમાયું: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રી ભારતમાં ગમે ત્યાં રહેશે અથવા પ્રવાસ કરશે ત્યારે તેમની જોડે CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતને પણ Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ફિલ્મને કારણે રાજકારણ ગરમાયું વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ કાશ્મીરી […]

સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી! નોકરે વેપારીની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ, ફોટો પાડીને પડાવ્યા લાખો રૂપિયા

સુરતના સરથાણા (surat News) વિસ્તારમાં કાપડ વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારીએ વેપારીની પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધના (trader wife rape) કૃત્ય સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ સમયે આ કર્મચારીએ વેપારીની પત્નીના પાડેલા ફોટા વાઈરલ (photo viral) કરવાની ધમકી આપી અવાર નવાર પૈસાની માંગણી કરી હેરાન કરતા કર્મચારી કંટાળેલી પરિણીતાએ પોતાના પતિને સમગ્ર ઘટના કહેતા મામલો […]

પંજાબમાં ફોટા પર શરૂ થયું રાજકારણ: CM ઓફિસમાં ડો. આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીર લગાવાઈ, ભાજપે કહ્યું- મહારાજા રણજીત સિંહની તસવીર હટાવી

પંજાબમાં હવે ફોટા પર રાજકારણ શરૂ થઈ ગયું છે. નવા સીએમ ભગવંત માનના કાર્યાલયમાં વચન મુજબ, તેમણે શહીદ-એ-આઝમ ભગતસિંહ અને ડૉ. બી.આર. આંબેડકરની તસવીરો લગાવી હતી. જ્યારે આ તસવીરો સામે આવી તો વિરોધીઓએ ટીકા કરવાનું શરૂ કરી દીધું. બીજેપીના મહાસચિવ સુભાષ શર્માએ કહ્યું કે પહેલા અહીં મહારાજા રણજીત સિંહનો ફોટો લગાવવામાં આવ્યો હતો. તેને દૂર […]

કાશ્મીરી પંડિતોની આપવીતિ: મસ્જિદોમાંથી નારા ગુંજ્યા અને છોકરીઓ ગાયબ થવા લાગી, રેપ બાદ તેમના મૃતદેહો નદીમાં વહેતા જોવા મળ્યાં

કાશ્મીરનો એક ખૂબ જ સુંદર ભાગ છે – સોપોર. અહીંની હવામાં પણ લાલ-રસીલા સફરજનની સુગંધ આવતી હતી, પરંતુ વર્ષ 1990 પછી દ્રશ્ય બદલાઈ ગયું. હવે સફરજનના બગીચા સુકાઈ ગયા છે. વાસી લોહીની ગંધ ગૂંગળામણનો અનુભવ કરાવે છે. હસતા ઘરોને બદલે સળગતા ખંડેર જોવા મળશે. એક એવી ઘટના બની કે કાશ્મીરી પંડિતોએ આવું સુંદર શહેર પણ […]

કોન્ટ્રાક્ટરનો અદ્ભૂત વિકાસ: રસ્તા વચ્ચેથી થાંભલો હટાવ્યા વિના રોડ બનાવી નાખ્યો, લોકોએ કહ્યું- એકાદો એવોર્ડ આપો

રાજસ્થાનના બાડમેરની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં નવા નવા બનેલા રસ્તાની વચ્ચોવચ એક વિજળીનો થાંભલો દેખાઈ રહ્યો છે. રાજસ્થાનના બાડમેરની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં નવા નવા બનેલા રસ્તાની વચ્ચોવચ એક વિજળીનો થાંભલો દેખાઈ રહ્યો છે. કહેવાય છે કે, તેને હટાવ્યા વિના PWDના […]

દિલ્હીમાં જૂની ગાડીઓ બની માથાનો દુઃખાવો, રી-રજીસ્ટ્રેશનના નિયમમાં આઠ ગણો ચાર્જ, પકડાય તો સીધા જંકમાં મોકલી દેવાનો આદેશ

દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. પકડાય તો સીધા જંકમાં મોકલી દેવાનો આદેશ છે. તેથી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા દિલ્હીવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ જાતે જ તેમના જૂના વાહનો ભંગારમાં આપી દે. જો કે આ સાથે તેમને એક વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. વાહન માલિકો […]

અમદાવાદમાં રોડ કપાતના વિરોધ માટે નાગરિકો દ્વારા અનોખો વિરોધ, કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય

નારણપુરા ગામથી નારણપુરા ક્રોસિંગ સુધી રોડ કપાતના વિરોધ માટે નાગરિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં નારણપુરાના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં વિવાદ ઉભો થતાં સ્થાનિક રહીશો મેદાને પડયા છે. કોર્પોરેટરો દ્વારા 80 ફુટનો રોડ 100 ફૂટ કરવાનો નિર્ણય રહીશોએ પોસ્ટરો અને બેનરો લગાવીને વિરોધ […]