Browsing category

સમાચાર

શિક્ષણ જગત માથે લાગ્યું કલંક, સ્કૂલ બસમાં ખુલ્લેઆમ દારૂ ઢીંચી રહી છે છોકરીઓ, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુક શાળાની વિદ્યાર્થિનીઓ બસમાં પિયર પી રહી છે. માતા-પિતા એવું વિચારીએ પોતાના બાળકોને સ્કૂલે મોકલે છે, જેથી તે જીવનમાં કંઈક જ્ઞાન મેળવી શકે, જેનાથી તેમનું જીવન સખમયી બને, પણ બાળકો માતા-પિતાના સપના ચકનાચૂર કરીને અય્યાશી કરવા લાગે તો, વાલીઓ બાળકોને શાળાએ મોકલતા પહેલા જરૂરથી ડરશે. […]

માનવતા મરી પરવારી: પિતાના ખભે નીકળી દિકરીની અર્થી, સરકારી હોસ્પિટલમાં બાળકીનું મોત થતાં એમ્બ્યુલન્સ પણ ના મળી તો 10 કિમી ચાલીને લઈ ગયા મૃતદેહ

છત્તીસગઢના અંબિકાપુરમાં અત્યંત દયાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના લખનપુર પબ્લિક હેલ્થ સેન્ટરમાં એક છોકરીના મૃત્યુ પછી, જે સ્થિતિ સર્જાઈ તે ખરેખર શરમજનક છે. દિકરીના મૃત્યુ પછી પિતાએ શબવાહિનીની માંગણી કરી તો ડોક્ટરે ના કહી દીધુ. પછીથી લાચાર પિતા પોતાની દિકરીના મૃતદેહને ખભે ઉચકીને લઈ ગયા હતા. Surguja: Chhattisgarh Health Min TS Singh Deo orders […]

સુરતમાં પોલીસના વચેટિયાઓનું રાજ! હપ્તા ઉઘરાવવા બનાવ્યું ટોલનાકુ! APMCમાં આવનારા વાહનનો 50, 100 અને 200 ભાવ, વિડીયો વાયરલ થયો

સુરતમાં પોલીસના વચેટીયાનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયો છે. હપ્તા લેતો વચેટીયો પોલીસ ચોકીમાંથી ભાગતો વીડિયોમાં નજરે પડ્યો છે. ગુજરાતમાં એકય વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં ભ્રષ્ટાચાર ન થયો હોય. સરકારી વિભાગમાં લાંચ અને ભ્રષ્ટાચાર લૂણાની માફક પેસી ગયો છે. ત્યારે હવે પોલીસ વિભાગ પર સવાલોનો મારો શરૂ થયો છે. કારણ કે સુરત ટ્રાફિક પોલીસનો […]

રાજકોટના યુવકનું અંતિમ પગલું, શેર માર્કેટમાં રૂ. 67 લાખ ગુમાવતા યુવકનો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ

શેર બજારમાં રૂ. 67 લાખ જેટલી માતબર રકમ ગુમાવતા રાજકોટના આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસે પરિવારજનોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના મોરબી રોડ પરના સેટેલાઈટ ચોક નજીક બ્રહ્માણી પાર્કમાં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી (ઉ.25)નામના યુવકે […]

‘કોમન મેન’ની જેમ ભુપેન્દ્ર પટેલે વડોદરાની ઝુપડપટ્ટીની મુલાકાત લીધી, સ્થાનિકોએ કહ્યું: ‘સાહેબ, તમે CM છો છતાં અહીં આવ્યા, બાકી કોઇ આવવા રાજી નથી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર ઝુપડપટ્ટીની ઓચિંતી મુલાકાત લીધી હતી. CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા […]

‘મને ભાજપે 50 કરોડમાં આવવા કહ્યું પણ હું ગાડી-બંગલા માટે જતી રહું એવી નથી’: કોંગ્રેસના મહિલા ધારાસભ્ય

હાલ આગામી ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ગાંધીનગર ખાતે આદિવાસી સત્યાગ્રહ સભામાં દરમિયાન ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હું આદિવાસી હક માટે મને યોગ્ય લાગે એ બોલું છુંઃ ચંદ્રિકાબેન એક તરફ વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યુ ઉપરાંત ચૂંટણી પણ નજીક આવી રહી છે એવામાં કોંગ્રેસ સક્રિય થતી નજરે […]

ધારાસભ્યોના પેન્શનને લઈને ભગવંત માને લીધો મોટો નિર્ણય, હવે એક વખતના કાર્યકાળનું જ પેન્શન મળશે

સત્તા સંભાળ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક બાદ એક કેટલાક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે ધારાસભ્યોની પેન્શન ફોર્મ્યૂલામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. હવે ધારાસભ્યોને એક વખતના કાર્યકાળની જ પેન્શન મળશે. અત્યાર સુધી જેટલી વખત ધારાસભ્ય બનતા હતા પેન્શનની રકમ એટલી જ જોડાઈ જતી હતી. ભગવંત માને કહ્યું કે બેરોજગારીનો […]

અઢી વર્ષના વિલંબ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ માળખું જાહેર કર્યું, ‘રીંગણા લઉં બે ચાર, અરે લ્યોને દસ-બાર’ની જેમ જમ્બો માળખું

કોંગ્રેસ હાઈકમાન્ડે અઢી વર્ષના લાંબા વિલંબ બાદ ગુજરાત કોંગ્રેસનું અધૂરું માળખું જાહેર કર્યું છે. જેમાં 25 ઉપપ્રમુખ અને 75 જનરલ સેક્રેટરી અને પાંચ પ્રોટોકોલ સભ્યના નામો જાહેર કરવામાં આવ્યા છે. “રિંગણા લઉ બે ચાર, અરે લ્યો ને દસ-બાર”ની નીતિ અપનાવી કોંગ્રેસે ફરી એક વાર જમ્બો માળખું જાહેર કર્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે રાતે વિધિવત્ સંગઠન […]

અમેરિકન એરફોર્સમાં તિલક લગાવીને ડ્યૂટી કરી શકશે ભારતીય મૂળનો વ્યક્તિ, અમેરિકી એરફોર્સે આપી ખાસ છૂટ, જાણો સમગ્ર કિસ્સો

એફઈ વૉરેન એરફોર્સ બેસ પર ફરજ બજાવતા અમેરિકી વાયુ સેનામાં એરમેન દર્શન શાહને યૂનિફોર્મમાં તિલક લગાવવાની ધાર્મિક છૂટ આપવામાં આવી છે. જ્યારે શાહને તિલક લગાવવાની ધાર્મિક છૂટની માંગ કરવાના સમાચાર સામે આવ્યા છે. આ પછી દુનિયાભરથી ઓનલાઈન ચેટ ગ્રૂપ પર તેમને ભરપૂર સમર્થન મળી રહ્યું હતું. હાલમાં જ્યારે શાહને વર્દી સાથે તિલક લગાવવાની છૂટ મળવાથી તમામ […]

લખતર નજીક કડું કેનાલ પાસે પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો, પિતા-પુત્ર, બહેન અને ભાણીનું ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે અમદાવાદથી આવતા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. પરિવાર દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો. તે સમયે હુન્ડાઈ કંપનીની વર્ના કાર પલટી ખાઈ જતા ઘટનાસ્થળે જ ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતકમાં બાપ દીકરો અને બહેન-ભાણીનો […]