વાસદ સ્થિત સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજનું ચાલુ પ્રવચન દરમિયાન અવસાન થયુ છે. આ આખી વિરલ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેથી સંત નિર્ભયદાસજી મહારાજનો છેલ્લો વીડિયો ઘણો જ જોવાઇ રહ્યો છે. નોંધનીય છે કે, કોઇ મહારાજના પ્રવચનનો વીડિયો કેમેરામાં લઇ રહ્યા હતા. દરમિયાન જ આ ઘટના બની હતી.
સોજીત્રા ખાતે સત્સંગ સભામાં જોગાનુજોગ સંત નિર્ભયદાસજી મહારાજ મૃત્યુના વિષય પર તેમના અનુયાયીઓને પ્રવચન આપી રહ્યા હતા. આ પ્રવચન દરમિયાન જ બોલતા બોલતા તે અચાનક ઢળી પડ્યા હતા. આ મોત એટલું જલ્દી થયું કે, તેમણે પડતા સમયે ફુલની લટકાવેલી માળાનો સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ માળાને અડે તે પહેલા જ તેઓ ઢળી પડ્યા હતા.
વાસદ સ્થિત સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજનું ચાલુ પ્રવચન દરમિયાન થયું અવસાન pic.twitter.com/TSBBTITSl6
— News18Gujarati (@News18Guj) December 24, 2021
પ્રવચન દરમિયાન સંત નિર્ભયદાસજી મહારાજે ‘સત કેવલ સાહેબ’ કહી પ્રવચનની શરૂઆત કરી હતી. આ દરમિયાન સભામાં નિર્ભયદાસજી મહારાજ અચાનક ઢળી પડ્યા હતા. તેમના નીચે પડતા જ તેમના અનુયાયીઓએ તેમની પાસે આવી ગયા હતા. પરંતુ તેમનુ મોત થયુ હતું. નિર્ભયદાસજી મહારાજનું મૃત્યુ પ્રવચન અને તે દરમિયાન તેમના મૃત્યુની ઘટના મોબાઈલ વીડિયોમાં કેદ થઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ જોવાઇ રહ્યો છે.
અનુયાયીઓમાં દુખની લાગણી છવાઇ
આ વાયરલ વીડિયોની સ્થાનિકોએ સત્ય હોવાની પુષ્ટિ કરી છે. અચાનક મોતને કારણે સંત મહારાજના અનુયાયીઓમાં દુખની લાગણી છવાઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..