Browsing category

શ્રદ્ધાંજલી

26/11 હુમલો: લોકોની રક્ષા કાજે પોતાના જીવ ગુમાવનાર આ 5 છે અસલી હીરો

દેશના કેટલાક બહાદુર પોલીસકર્મીઓ અને એનએસજીના જવાને આ આતંકીઓને ડટીને સામનો કર્યો હતો. અનેક લોકોના જીવ બચાવ્યાં. જેમાંથી 5 જાંબાઝોએ દેશ અને દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવ પણ ન્યોછાવર કરી દીધા. આવો જાણીએ આ 5 બહાદુર હીરો વિશે… હેમંત કરકરે મુંબઈ એટીએસના ચીફ હેમંત કરકરે રાતે પોતાના ઘરમાં ભોજન કરી રહ્યાં હતાં ત્યારે તેમને […]

રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન

રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી સારવાર ચાલી પરંતુ ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા રાજકોટમાં રહેતા બિઝનેસમેન રમેશભાઇ કડવાભાઇ વાડોદરીયા (ઉ.53)વે હાઇ બ્લડપ્રેશરથી તબીયત લથડી હતી. […]

પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરનાર ટીમના કમાન્ડો લાંસ નાયક સંદીપ સિંહ શહીદ

સિક્યોરિટી ફોર્સે સોમવારે કુપવાડાના તંગધાર સેકટરમાં LOCની પાસે ત્રણ આતંકી ઠાર કર્યાં. આ પહેલાં રવિવારે પણ બે આતંકીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં ગુરુદાસપુર જિલ્લાના ધુમ્મણકલાંના ગામ કોટલા ખુર્દના લાંસ નાયક સંદીપ સિંહ શહીદ થઈ ગયા છે. સંદીપ સિંહ પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક સમયે પેરા કમાન્ડરમાં સામેલ હતા. સર્જિકલ સ્ટ્રાઈકમાં સામેલ જવાન શહીદ […]

સુરત હિટ એન્ડ રન કેસ: અનોખી શ્રદ્ધાંજલિ સભા અને 20 લાખનું દાન

સુરત: ‘હું દિવંગત આત્માઓને સાક્ષી માની શપથ લઉં છું કે વગર હેલ્મેટે બાઈક નહીં ચલાવું. આ માટે મારા સ્વજનોને પણ હેલ્મેટ પહેરી બાઈક ચલાવવા માટે પ્રેરિત કરીશ. હું ક્યારેય મદિરાપાન નહીં કરૂં કે મદિરાપાન કરીને બાઈક નહીં ચલાઉં. હું ફક્ત સુરત નહીં સમગ્ર ભારત દેશમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. આ દ્રશ્ય ડિંડોલીના બ્રિજ પર અકસ્માતમાં […]

બોટાદ અકસ્માત: 27થી વધુના મોત, માતા-પિતાનું ઘટનાસ્થળે મોત, વરરાજા છેલ્લી ઘડીએ બેઠો’તો કારમાં

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 27થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે મોટી સંખ્યા 60થી વધુ જાનૈયા ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે. જ્યારે મૃતકોનો […]

સુરત સામૂહિક આપઘાતઃ એક જ પરિવારની ત્રણ અર્થીથી શોકની કાલિમા

સુરતઃ સરથાણા વિસ્તારમાં 12માં માળેથી દંપતિએ માસૂમ બાળકને ખોળામાં લઈને કુદી ગયું હતું. આ સામૂહિક આપઘાતથી શહેરભરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે વહેલી સવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ બપોર બાદ ત્રણેયના મૃતદેહ ઘરે લઈ આવવામાં આવ્યાં હતાં. ત્યારે આસપાસના વિસ્તારમાં શોકની કાલિમાં ફેલાઈ ગઈ હતી. અને ઉદાસ ચહેરાઓ એકબીજા સામે પ્રાણોની આહુતિ દેનારા પરિવારની વ્યથાના પ્રશ્નો […]

સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, પિતાના મોત બાદ પુત્રની આર્મીમાં જોડાવવાની ઇચ્છા

સુરેન્દ્રનગરઃ ચૂડા તાલુકાના છત્તરીયાળામાં રહેતા આર્મીની ઈએમઈ બટાલિયનના હવાલદાર લવજીભાઇ મકવાણા કાશ્મીરના લેહ-લદ્દાખમાં ફરજ દરમીયાન બરફના તોફાનમાં આવી જતા જવાન મોતને ભેટ્યા થયા છે. મૃતક જવાનના મૃતદેહને વતન છત્તરીયાળામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતીમવીધી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામ હિબકે ચડીને દેશભકિતના રંગે રંગાયુ હતુ. માવજીભાઇ મકવાણાનો સૌથી નાનો પુત્ર લવજીભાઇ મકવાણા સેનામાં ફરજ […]

ખેડ સત્યાગ્રહના પ્રણેતા અને માજીમંત્રી ઉત્તમભાઈ પટેલનું નિધન

પારડી: 1953માં જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહનું આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રિય મંત્રી ઉત્તમભાઈ પટેલે મંગળવારે સવારે પોતાના ડુમલાવ ગામમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષની જૈફ વયે નિધનના પગલે પારડી તાલુકા સહિત જિલ્લામાં શોકની લાગણી પ્રસરી હતી. તેમના પાર્થિવ દેહની બુધવારે તેમના નિવાસસ્થાન નજીકજ અંતિમ ક્રિયા કરવામાં આવશે. પૂર્વરાષ્ટ્રપતિ અને માજીવડાપ્રધાન સાથે […]

પાટીદાર કાળુભાઈ વાડોદરિયાનાં પરિવારની પહેલ: અંગદાનથી ચાર વ્યક્તિઓને મળ્યું જીવતદાન

સુરત: મંગળવારે ૨૩મી જાન્યુઆરીએ કોઈ કામે બહાર નીકળેલા કાળુભાઈ કડવાભાઇ વાડોદરિયા ઉ . વ .૬૦ બ્લડ ગ્રુપ : O +ve જેઓનું એક અકસ્માતમાં બ્રેનડેડ થતા તેમના અંગો અન્ય જરૂરીયાતમંદ લોકોને તેમના શરીરના સારી રીતે કાર્યરત અંગો બીજાને મળી રહે તે હેતુથી જી.બી.વાઘાણી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના ડૉ.ચંદ્રેશ ઘેવારીયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કાળુભાઈના […]

ખોડલ ધામ ખાતે યોજાનાર પ્રથમ વાર્ષિક પાટોત્સવ મોકુફ રાખવામાં આવેલ છે

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નવ નવ પાટીદાર યુવાનોના મોતના પગલે આ પાટોત્સવ રદ કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં ધ્વજારોહણ, […]