Browsing category

શ્રદ્ધાંજલી

પિતાએ એકના એક દીકરાની શહાદત બાદ પહેરી લીધી દીકરાની વર્દી…

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા કુલવિંદર સિંહના પરિવારે કુલવિંદર વિશેની કેટલીક વાતો જણાવી હતી. તેના પિતા દર્શન સિંહે જણાવ્યું કે, સીઆરપીએફની 92મી બટાલિયનમાં ફરજ બજાવતો કુલવિંદર સિંહ 10 ફેબ્રુઆરીએ જ રજા ગાળીને પરત ડ્યૂટી પર ગયો હતો. 12 ફેબ્રુઆરીએ તેને ઘરે અંતિમ ફોન કર્યો હતો. ફોન પર પિતાને કુલવિંદરે નવા ઘરને […]

રિલાયન્સ ફાઉન્ડેશન શહીદોના બાળકો અને પરિવારની તમામ જવાબદારી ઉઠાવશે

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. તેનું કહેવું છે કે શહીદોના બાળકોના એજ્યુકેશન અને રોજગારની જવાબદારી ઉઠાવવા તે તૈયાર છે. આ સિવાય તે પીડિત પરિવારોની આજીવિકાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ લેશે. 1.3 અબજ હિન્દુસ્તાનીઓના દુ:ખમાં અમે સામેલઃ રિલાયન્સ ફાઉન્ડેશન 1.રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું છે કે જરૂરીયાત પડવા પર તેમની […]

બિગ બીની દરિયાદિલી, પુલવામા હુમલામાં શહીદ થયેલા દરેક જવાનોના કુંટુંબને 5 લાખની મદદ કરશે

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થનારા 40 શહીદોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ દરેક શહીદના પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરશે, એટલે કે 2 કરોડ રૂપિયાની મદદ બિગ બી કરશે. બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આતંકી હુમલાથી દુખી છે. અમિતાભ બચ્ચને શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યા છે. એક […]

રાજકોટમાં ધામેલીયા પરિવાર દિકરાનાં રિસેપ્શનમાં જે ભંડોળ મળશે તે શહિદોના નામે કરશે, માર્કેટીંગ યાર્ડના વેપારીઓ આજના દિવસનો નફો શહીદોને નામે કરશે

પુલવામાં થયેલા આંતકી હુમલાને પગલે સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વેપારીઓએ સ્વયંમભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખી નફો શહીદ પરિવારનાં નામે કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, કેશોદ, ભેંસાણ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર બંધ પાળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. […]

મારૂતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાના પ્રત્યેક શહીદોના પરિવારને આપશે રૂ.2.50 લાખની સહાય

દેશના સીમાડા ઉપર શહીદ થતા આપણા વીર જવાનોના પરિવારની ચિંતા કરી અને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે શહેરના અગ્રણી બિલ્ડર નનુભાઇ સાવલિયા દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા 44 વીર સપુતોના પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા […]

ગુજરાતમાં કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો

વડોદરા શહેરના કાપડિયા પરિવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડામાં લગ્ન ગીતોને બદલે દેશ-ભક્તિના ગીતો વાગ્યા હતા. કાપડિયા પરીવારે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું 1.વડોદરાના ગોત્રી રોડ પર રહેતા સ્વપ્નીલ રતિલાલ કાપડિયાના સુરતની […]

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

કાશ્મીરમાં પુલવામાં જીલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં વીરગતિ પામેલા ૪૨ વીરજવાનોને જય જવાન નાગરિક સમિતિ સુરત અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ભાવાંજલી અર્પી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે સમુહલગ્ન સમારોહનું આયોજન છે. સમુહલગ્ન સમારોહમાં લોકો તરફથી મળનાર ચાંદલા સ્વરૂપનું તમામ દાન વીર જવાનોના પરિવારોને આપવાનું નક્કી કરેલ […]

શહાદતને સલામ – પતિ હેમરાજથી પણ બહાદુર નીકળી પત્ની, ન મિટાવ્યું શહીદના નામનું સિંદૂર…

જે વર્દી પહેરીને રાજસ્થાનના કોટાના લાલે માતૃભૂમિની રક્ષાના શપથ લીધા હતા તેજ વર્દીમાં થઈ ગયા શહીદ, ગોળીઓ અને બોમ્બની વરસાદ હોવાછતાં પણ આ જાંબાઝે તેના પગલા પાછળ લેવા તો દૂર પણ ડગમગવા પણ ન દીધા. તો બીજી તરફ હજારો કિલોમીટર દૂર બેઠેલી તેની પત્નીની હિંમત પણ બિરદાવવા લાયક છે, વૃદ્ધ પિતા અને માસૂમ દીકરાને શહાદતનો […]

અકસ્માતઃ સુરતમાં સામ સામે સોસાયટીમાંથી નીકળી છ બાળકોની અંતિમયાત્રા, ભારે ગમગીની

શનિવારે સુરતના અમરોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા ખાનગી ટ્યૂશન અને કોંચિગ ક્લાસ ચલાવતા સંચાલકો દ્વાકા એક દિવસ માટે અમરોલી અને છાપરાભાઠા વિસ્તારના ધો.1 થી8માં અભ્યાસ કરતા 70 થી 75 બાળકોને ડાંગ જિલ્લાના શબરીધામ, પંપા સરોવર, મહાલ કેમ્પ સાઈટના પ્રવાસે […]

એક સમયે હતો ખૂંખાર આતંકવાદી, હવે દેશ માટે થયો શહીદ, આપવામાં આવી 21 બંદૂકની સલામી

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રવિવારે અથડામણમાં શહીદ થયેલા લાન્સ નાયક નઝીર અહેમદ વાની(38) ક્યારેક પોતે આતંકવાદી હતી. જોકે, બાદમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. આર્મીએ વાનીને સાચ્ચો સૈનિક જણાવ્યો છે. તેમણે 2007 અને આ વર્ષે ઓગસ્ટમાં બહાદુરી માટે સૈન્ય મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. – સૈન્યના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયા પ્રમાણે, ‘વાનીએ બાટાગુંડમાં અથડામણ દરમિયાન ગોળી વાગી […]