1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો ઈતિહાસ
ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. […]