વેપારી ગધેડા ઉપર મીઠાંના કોથળા રાખીને જઈ રહ્યો હતો, ત્યારે ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો, પાણીમાં મીઠું ઓગળી જવાથી ગધેડાનો ભાર ઓછો થઈ ગયો હતો, બીજા દિવસે ભાર ઓછો કરવા માટે ગધેડો જાણી-જોઇને નદીમાં બેસી ગયો, જાણો પછી વેપારીએ શું કર્યું?
પ્રાચીન સમયમાં એક મીઠાંનો વેપારી હતો. તેની પાસે એક ગધેડો હતો. રોજ સવારે તે ગધેડા ઉપર મીઠાંના કોથળા નાખીને આજુબાજુના ગામમાં વેચવા જતો હતો. રસ્તામાં એક નદી પણ હતી અને તેના ઉપર પુલ બનેલો હતો. વેપારી તે પુલથી ગધેડાને લઈને વેપાર માટે જતો હતો. એક દિવસ તે પોતાના ગધેડાની સાથે મીઠું લઈને જઈ રહ્યો હતો, […]