Browsing category

બોધકથા

એક વૃદ્ધ વ્યક્તિએ દરિયા કિનારે જોયું કે બાળક એક-એક માછલી ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યો છે, વૃદ્ધે બાળકને કહ્યું કે કિનારાની રેત પર તો સૈંકડો માછલીઓ તડપી રહી છે, 8-10 માછલીઓ દરિયામાં નાખવાથી શું થશે? જાણો શું કહ્યું બાળકે.

એક વૃદ્ધ વ્યક્તિ દરિયાકિનારે વૉક કરી રહ્યો હતો. તેણે ત્યાં જોયું કે દરિયાની સૈંકડો મોટી અને ભારે માછલીઓ પાણીની સાથે કિનારાની રેત ઉપર આવી ગઈ છે અને તડપી રહી છે. ત્યાં જ એક બાળક તે મોટી અને ભારે માછલીઓને ઉપાડીને પાછો દરિયામાં નાખી રહ્યો હતો. બાળકને એક-એક માછલીને ઉપાડીને દરિયાના પાણી સુધી લઈ જવામાં ઘણો […]

રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું, એક દિવસ રાજાએ પોતાના બુદ્ધિમાન પરંતુ કુરૂપ મહામંત્રીને કહ્યું, ”કેટલું સારું હોત જો તમે રૂપવાન પણ હોત”, મહામંત્રીએ રાજાને શું જવાબ આપ્યો? જાણો

રતનપુર રાજ્યના રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું. તે કોઈ ન કોઈ રીતે પોતાના રૂપના વખાણ પોતાના મંત્રીઓ અને સભાના સભ્યો વચ્ચે કરતા રહેતા હતા. બધા લોકો જાણતા હતા કે રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન છે પરંતુ કોઈ તેમની સામે બોલી નહોતા શકતા. રાજાના એક પરમ બુદ્ધિમાન મહામંત્રી હતા. તેમનો રંગ શ્યામ હતો […]

કેટલાક લોકો અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા લાગ્યા, કેટલાક લોકોએ કાંકર ઉપાડીને પોતાની બેગમાં રાખી લીધા જેથી બીજા કોઈને કાંકરા ન ખૂંચે, જેમણે બેગમાં પથ્થર નહોતા રાખ્યા તેમને પાછળથી અફસોસ થયો, જાણો કેમ?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સંતે લોકોને સારાપણાંનું મહત્વ સમજાવવા માટે એક પ્રસંગ સભળાવ્યો હતો. પ્રસંગ મુજબ કેટલાક લોકો એક અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા. ટનલમાં એટલું અંધારું હતું કે કોઈને કંઈ પણ દેખાઈ નહોતું રહ્યુ. ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા લાગ્યા, કેટલાક લોકોએ વિચાર્યુ કે આ પથ્થર કોઈ અન્ય લોકોને ન […]

એક ગરીબ યુવકને સંતે આપ્યો જાદુઈ ઘડો, તેનાથી તેની દરેક ઈચ્છા થઈ જતી હતી પૂરી, સંતે એક ચેતવણી પણ આપી હતી, યુવક તેને ભૂલી ગયો અને એક દિવસ એવું જ થયું જેનો ડર હતો, જાણો શું થયું?

કોઈ ગામમાં ગરીબ યુવક રહેતો હતો. ગરીબીથી કંટાળીને તેણે એક દિવસ આપઘાત કરવાનું વિચાર્યુ. જ્યારે તે નદી કિનારે પહોંચ્યો તો તેને એક સંત મળ્યા. તેણે સંતને આખી વાત જણાવી. સંતે કહ્યુ – મારી પાસે એક જાદુઈ ઘડો છે. તું જે પણ તેની પાસે માંગીશ તે તને તરત મળી જશે. આ રીતે તારી સમસ્યા દૂર થઈ […]

ગામમાં એક ભીખારી હતો જે કાયમ ડરેલો રહેતો હતો અને લોકો સાથે વાત કરતા પણ ગભરાતો હતો, એક દિવસ અચાનક પંચાયતમાં તે બૂમો પાડવા લાગ્યો અને લોકોને ધમકાવવા લાગ્યો, બદલાયેલા વ્યવહારથી બધા પરેશાન હતા, પછી તેના ઘરેથી મળ્યું કંઈક એવું જેનાથી સમજાઇ ગયું તેના બદલાયેલા વ્યવહારનું કારણ

આ છત્તીસગઢની એક લોક કથા છે. કોઈ ગામમાં એક ભીખારી રહેતો હતો. તે ગામના મંદિરની બહાર બેસીને ભીખ માંગતો હતો. કાયમ પોતાની ખરાબ સ્થિતિના કારણે તે ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. લોકો સાથે વધુ વાત નહોતો કરતો. ન તો ગામમાં કોઈ ઉત્સવમાં તે સામેલ થતો હતો. લોકો જે આપતા દાનમાં તેનાથી જ પોતાનું જીવન વીતાવતો. […]

રાજા ભોજ પોતાને ખૂબજ મોટા ધર્માત્મા સમજતા હતા. તેમણે પોતાના રાજ્યમાં ઘણાં મંદિર, ધર્મશાળાઓ, કૂવા અને નદીઓ બનાવડાવી હતી. તેમના મનમાં આ કાર્યો માટે ગર્વ પણ હતો, પરંતુ એક રાતે બદલાઇ ગઈ તેની વિચારસરણી, વાંચો પ્રેરક પ્રસંગ

પૌરાણિક સમયમાં રાજા ભોજ નામના એક રાજા હતા. રાજા ભોજ સાથે જોડાયેલ ઘણી કથાઓ પ્રચલિત છે, આ કથાઓમાંની એક કથા વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં. આ કથામાં પુણ્યને નાશવંત વસ્તુઓ કરતાં મહાન ગણવામાં આવ્યું છે. આ છે કથા…. દિવસભર કામમાં વ્યસ્ત રહ્યા બાદ ભર નીંદ્રામાં હતા. સપનામાં તેમને એક દિવ્ય પુરૂષનાં દર્શન થયાં. ભોજે […]

એક શેઠને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયુ, ડૉક્ટરે કહ્યુ – તમારે સાત દિવસ સુધી માત્ર લીલો રંગ જ જોવાનો છે, શેઠને સમજમાં નહોતું આવી રહ્યુ કે શું કરવું, ત્યારે તેના નોકરે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ

કોઈ શહેરમાં એક અમીર વ્યક્તિ રહેતો હતો. તેને પોતાના રૂપિયા ઉપર ખૂબ અહંકાર હતો. એક વખત કોઈ કારણથી તેની આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયુ. તેણે શહેરના સૌથી મોટા આંખના ડૉક્ટર પાસે સારવાર કરાવી પરંતુ તેને કોઈ ફાયદો ન થયો. આંખોની સારવાર માટે તે વિદેશ પણ ગયો અને અનેક હકીમ તથા વૈદ્યોને બતાવ્યુ. એક ડૉક્ટરે તેને જણાવ્યુ […]

બાદશાહને એક ફકીરથી હતો વિશેષ પ્રેમ, કાયમ રાખતો હતો તેને પોતાની સાથે, એક દિવસ બંને શિકાર માટે ગયા, રાજાને એક ફળ મળ્યુ તો તેણે કર્યા 6 ટુકડા, ફકીરે ખાઇ લીધા 5 ટુકડા તો રાજા થઈ ગયા ગુસ્સે પરંતુ છેલ્લો ટુકડો ચાખ્યો તો ખબર પડી હકીકત

પ્રાચીન સમયમાં એક બાદશાહ હતો, તેના રાજ્યમાં એક ફકીર આવ્યો. જ્યારે રાજાની મુલાકાત તે ફકીર સાથે થઈ તો તે ખૂબ પ્રભાવિત થયો. ફકીરની વાતો ધર્મ અને લોકોની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી રહેતી. આ કારણે બાદશાહે તેને પોતાની સાથે રાખી લીધો. પોતાના મહેલમાં ફકીરને પણ એક રૂમ આપ્યો, બધી સુખ-સુવિધાઓ આપી. હવે રાજા કાયમ તેને પોતાની સાથે […]

એક સેવકે રાજા માટે અમર ફળ તોડ્યુ અને વિચાર્યુ કે આ ફળ કાલ સવારે રાજાને આપીશ, તેનાથી તે કાયમ યુવાન રહેશે, રાતે સેવક સૂતો હતો ત્યારે તે ફળમાં એક સાપે ઝેર નાખી દીધો, સવારે ઊઠીને સેવક રાજમહેલ પહોંચ્યો અને રાજાને ફળ ખાવા આપી દીધુ

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા હતા, તેનો એક પ્રિય સેવક હતો. સેવક દરેક પળ રાજાની સેવામાં લાગેલો રહેતો હતો. રાજા પણ સેવકના સુખનું ધ્યાન રાખતો હતો. એક દિવસ સેવકે રાજાને કહ્યુ કે તેને થોડાં દિવસની રજા જોઈએ, તે પોતાના માતા-પિતાને મળવા માટે ગામડે જવા ઈચ્છે છે. રાજાએ તેને ઘણું ધન અને અનાજ આપ્યું […]

સંતાનવિહોણા રાજા-રાણીએ રાજ્યના બાળકોને બોલાવ્યા અને એક-એક બીજ આપ્યું, રાજાએ કહ્યુ કે આ બીજ લઈ જાવ અને તમારા કુંડામાં વાવો અને 6 મહિના તેની સંભાળ કરો, જેનો છોડ સૌથી સારો હશે તે રાજા બનશે, માત્ર એક બાળકનું બીજ ઊગી ન શક્યું, જાણો પછી કોણ બન્યું રાજા?

લોક કથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજ્યાના રાજા-રાણી સંતાનવિહોણા હતા. રાજાને વૃદ્ધાવસ્થામાં આ વાતની ચિંતા થવા લાગી કે તેની મૃત્યુ પછી આ રાજ્ય કોણ સાંચવશે. રાણીએ રાજાને સલાહ આપી કે તે પોતાના રાજ્યમાંથી કોઈ યોગ્ય વ્યક્તિને પોતાનો ઉત્તરાધિકારી બનાવી દેવો જોઈએ. રાજાને રાણીની સલાહ સારી લાગી. તેણે પોતાના રાજ્યના બધા બાળકોને બોલાવ્યા અને બધાને એક-એક […]